કવિયત્રી : દેવિકા ધ્રુવ
સ્વરકાર અને સ્વર: ભાવના દેસાઈ
આલબમ : સ્વરાંજલિ
અણધારી આ હલચલ થઈ ગઈ.
અંદર ઉથલપાથલ થઈ ગઈ.
નાની શી ચિનગારી સળગી,
ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.
ધૂમ્મસનો વિસ્તાર હટ્યો ને,
કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ.
વયનો પડદો હાલ્યો ત્યાં તો,
સમજણ આખીસળવળ થઈ ગઈ.
શીતલ વાયુ સ્હેજ જ સ્પર્શ્યો,
પાંખડી મનની શતદલ થઈ ગઈ.
કોણે જાણ્યું ક્યાંથી આવી,
બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.
સુરભિત મુખરિત શ્વાસે શ્વાસે,
આરત ફૂલની ઉજ્જવળ થઈ ગઈ.
– દેવિકા ધ્રુવ
આ નાનીશી અણધારી હલચલે સાથે કોઠે અજવાળાં પાથર્યા ધન્યવાદ
[…] June 19, 2022 […]
“વયનો પડદો હાલ્યો ત્યાં તો,
સમજણ આખીસળવળ થઈ ગઈ.
શીતલ વાયુ સ્હેજ જ સ્પર્શ્યો,
પાંખડી મનની શતદલ થઈ ગઈ”
શતદલકમલ જેમ ઊઘડતી અને ખુલતી કવિતા
Man ni Urmi nu khubaj sunder varan
Thank you,