સ્વર : પાર્થિવ ગોહિલ
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
.
એવોય દૂર ક્યાં છે ? એવો ય પાસ ક્યાં છે ?
મનમાં જ એ વસે પણ મનનો નિવાસ ક્યાં છે.
દીવો બળ્યા કરે છે અંધારનો યુગોથી,
એને હરખથી ભેટે એવો ઉજાસ ક્યાં છે ?
જો પારખી શકો તો પોતીકો શ્વાસ પામો,
આ શ્વાસ છે ને એને કોઈ લિબાસ ક્યાં છે ?
જેની પ્રતીતિ પળમાં પાવન કરે છે સઘળું,
વૈરાગ્યથી સવાયો એવો વિલાસ ક્યાં છે ?
શબ્દોની પાર જાવા શબ્દોને ચાહતો હું,
છે પ્રેમ તીવ્રતમ પણ એવો ય ખાસ ક્યાં છે ?
– જાતુષ જોશી
શબ્દો ખૂટી પડ્યા છે આ કાવ્ય ની પ્રશંસા માટે. હજી પણ તેના નશામાં છું. આભાર કવિનો અને ગાયક સ્વરકાર સંગીતકાર સૌનો.
સરસ ગઝલ છે
શબ્દો સંગત રૂપાળી લાગે @ અભિનંદન