સ્વર : બિહાગ જોશી
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
.
સાંજ પડે ઘર યાદ આવે !
અપલક આંખો હળવે રહીને એક ઉદાસી સરકાવે…
દૂર-સુદૂરના કોઈ દેશે પંખી બાંધે માળો,
ચણને ખાતર મણમણનો વિજોગ ગળે વળગાડો;
ટહુકાઓનો તોડ કરીને બેઠો ઉપરવાળો.
મોસમ એકલતાની ભરચક ડાળીઓ કંપાવે…
એક જગાએ બીજ વવાયું, ઝાડ તો ઊગ્યું બીજે,
પર્ણ અચાનક બર્ફ થઈને લીલમલીલા થીજે.
એકબીજાંને ના ઓળખતાં એકબીજાં પર રીઝે.
તુલસીની આશિષો કોરા આંગણને છલકાવે…
– હિતેન આનંદપરા
પરિક્ષા નહીં પરિકથા
સહવાસ ઝંખતા માણસના હૃદયને સ્પર્શી જાય તેવું કાવ્ય. બાકી મોબાઈલ યુગમાં જવતા માણસનો સહવાસ પરિક્ષા બનીને રહી ગયો છે.
Beautiful verses and beautiful composition, equally well sung