સ્વર: હરિશ્ચંદ્ર જોશી ,ગાર્ગી વોરા
આલ્બમ: સંગત
સ્વરાંકન: શ્રી હરિશ્ચંદ્ર જોશી
.
જળના ભરોસે હોડીબાઇ નીસર્યા
છાંયડા ક્યાંક રે ડહોળા ને ક્યાંક નીતર્યા .
ક્યાંક ઠેસ રે વાગે છે પોચા આભની,
ક્યાંક વાગે પોચો પોચાયેલ પહાડ;
ક્યાંક વાગે રે રેતીનાં તળ છીછરાં.
એનો તાતો રે તાણેલ શઢ તો પાંદડું,
એમાં જળના ભરોસા હીલ્લોળાય;
એ તો વાયરા તોખારી પીને ફરફર્યા.
હોડીબાઇ જળમાં બંધાણાં કાચા તાંતણે,
જળની જાળવત્તા જાળવતાં જાય;
હોડીબાઇ જળમાં જીવ્યાં ને જળમાં સંચર્યા.
એને જળનો થાકોડો, જળનો આશરો,
એને જળના ઘરેણાં, જળની ટેવ ;
હોડીબાઇ જળનાં જડબાંને સાવ વિસર્યા.
-રમેશ પારેખ
જળ નાં ભરોશે અમે પણ નીકળ્યા પણ
જળ ઊંડા ઊંડા નીકળ્યા… Narendrasoni