સ્વર: જ્હાન્વી શ્રીમાંકર
આલ્બમ: સંગત
.
હરજી, જેવી તારી મરજી!
દે સાંધણ કે દે તુટામણ,
દે ચપટી કે દે મહેરામણ ;
તું મનમાની કર, જી !
ના પાણીનું એક ટીપું એ અમ-થી વિંધ્યું જાય,
તે તો હિરકનો ભૂકો કરવાનું કીધું, હાય !
તે મારી આંગળીઓ જળની મૂઠી ભરવા સરજી!
મીરાં કે પ્રભુ, અદીઠ રહીને આમ ન મારો બાણ,
દરશન દ્યો તો મોરપીંછના છાંયે છાંડુ પ્રાણ;
મીરાં કે જો, તારા પગમાં પડી મીરાંની અરજી!
– રમેશ પારેખ
સુંદર રચનાની સુંદર રજુઆત!
All your presentations are excellent. I have been enjoying since last 10 years. Keep up this good work
૧૪મી વરસ્ગાંઠ્ના અનેક અભિનંદન. આમ જ સુંદર રચનાઓ વહેંચતા રહેજો..
જો કોઇને પોતાની રચના કે ગીત મોકલવું હોય તો કેવી રીતે સંપર્ક સધાય?
કોમળ ભાવથી નિતરતા શબ્દો કોમળ કંઠમાંથી પ્રસરે ત્યારે અંતરિક્ષમાં એક અદભૂત મૂર્તિ ખડી થાય.
તમારો email મને હંમેશા આવે છે પણ ક્યારેક ટહુકાને ખોલું છું અને જ્યારે ટહુકાને ખોલું છું ત્યારે હૃદયમાં અનેરો આનંદ અનુભવું છું આપનું કાર્ય સતત સુંદર અભિવ્યક્તિ દ્વારા વિશ્વને સુંદર અનુભૂતિ આપવાનું છે.
આજનું રમેશ પારેખ નું સર્જન “જેવી તારી મરજી ” સાંભળીને ગદગદિત થઈ ગયો.
આપને શુભેચ્છાઓ અનેક શુભેચ્છાઓ