સ્વર: રેખા ત્રિવેદી
આલ્બમ: સંગત
.
સ્વર:અમર ભટ્ટ
આલ્બમ:હરીને સંગે
.
રે’શું અમે ય ગુમાનમાં
હરિ સંગ નહીં બોલીએ
ખોલીશું બારણાં ને લેશું ઓવારણાં,
આવકારા દેશું સાનમાં;
હરિ સંગ નહીં બોલીએ
આસનિયા ઢાળશું ને ચરણોમાં પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં;
હરિ સંગ નહીં બોલીએ
લાપસિયું ચોળશું ને વીંઝણલા ઢોળશું,
મુખવાસા દેશું પાનમાં;
હરિ સંગ નહીં બોલીએ
મીરાં કે અંતમાં, આ ભરવસંતમાં,
જીવતર દઈ દેશું દાનમાં;
હરિ સંગ નહીં બોલીએ
– રમેશ પારેખ
વાહ શું ભક્તનો મિજાજ !
દરેક પંક્તિમાં દેખાઈ આવે છે.
Awsome
હરિ સંગ નહિ બોલીએ…..
બસ હમણાં તો આપણે સૌ હરી સંગ ડોલીએ…!
નરેન્દ્ર સોની