આલબમ : સંગત
સ્વર : ગાર્ગી વોરા
.
દોડિયાં રે અમે દોડિયાં
વા’લા નદિયું બનીને અમે દોડિયાં..
બે કાંઠા કરતાલ, અમારાં જળબિંદુ મંજીરાં,
એક લહર એકતારો છે ને એક લહર છે મીરાં;
છોડિયાં રે અમે છોડિયાં
પથ્થરના રહેવાસ અમે છોડિયાં..
મીરાં કે પ્રભુ નામ તમારું એ જ અમારો ઢાળ,
જળ ને કેમ પકડશે બોલો, રાણાજીની જાળ?
ફોડિયા રે અમે ફોડિયા
પરપોટા કર્યા ને અમે ફોડિયા
– રમેશ પારેખ
The melodious voice of Gargi and poem penned by Ramesh, thanks Dipal Patel. Enjoyed.
ભિમ્પલસિમા સુન્દર સ્વર બન્ધન અને ગાર્ગિ બેન નો સુન્દર સ્વર રમેશ્ભઈ ને અપ્રતિમ શબ્દો ને ન્યાય આપ્યો
સરસ સંગીત,મધુર સ્વર, ગીત અફલાતુન !,,,,
મીરાંબાઇ નું તત્વ જ્ઞાન, ત્યાગ, ભકિત, સ્વીકાર – ભાવ અને લક્ષ , વર્ણવતું સુંદર મીરાં ગીત.
દોડી યા રે…
અમે પણ દો ડી યા રે…
પણ અમને બધા એ તો છો ડી યા રે…!
Narendrasoni
તાણુ વર્ષે પણ વળગી રહેલા સમયને અળગો કરવા આ કાવ્યો, આ ગીતો કેટલી મહેનત કરે છે! ધન્ય છે એ ગીતો,
આભાર છે આપ સૌનો.