સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીતઃ અમિત ઠક્કર
આલ્બમ: હરિને સંગે
.
નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો , વસે વ્રજલાડીલો રે!
જે રે જાયે તે ઝાંખી પામે જી રે!
ભૂલા ભમે તે બીજા સદનમાં શોધે રે, હરિ ના મળે એકે ઠામે રે !
સત્સંગદેશમાં ભક્તિનગર છે રે, પ્રેમની પોળ પૂછી જાજો રે!
વિરહતાપપોળીઆને મળી મહેલે પેસજો રે, સેવાસીડી ચડી ભેળા થાજો રે!
દીનતાપાત્રમાં મનમણિ મૂકીને ભેટ ભગવંતજીને કરજો રે!
હુંભાવપુંભાવ નોછાવર કરીને રે શ્રીગિરિધરવર તમો વરજો રે !
એ રે મંડાણનું મૂળ હરિઈચ્છા રે, કૃપા વિના સિદ્ધ ન થાયે રે!
શ્રીવલ્લભશરણ થકી સહુ પડે સહેલું રે, દૈવી જન પ્રતિ દયો ગાયે રે !
– દયારામ
સુધારેલ:
સત્સંગ, સેવા અને વ્યાપક્તામાં હરિનાં દર્શન તો દયારામ જેવા ભક્તકવિ જ આપણને કરાવી શકે! આજના સોસીયલ મીડીયામાં અમદાવુડીયામાંથી શું શાં પૈસા ચાર જેવા વહેતા ગુજરાતી ગીતલીટાઓની વચ્ચે ટહુકો જેવાં માધ્યમોથી દયારામ, નરસિંહની અમૃત સરિતામાં સ્નાન કરવા મળે ત્યારે ટાઢક વળે ખરી ને ગુજરાતી સમાચારપત્રો કે દૂરદર્શનીય માધ્યમોના બેઢંગા ગુજરાતીમાંથી ઘડીભર છુટકારો પણ મળે ખરો!