આજનું આ ગીત – મારું અને મારી દિકરી આન્યાનું પણ એકદમ favorite!
(…… …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)
.
સ્વર – વિવેક ટેલર
.
(“મનુભાઈની મોટર ચાલી પમ્..પમ્..પમ્..”ના ઢાળમાં)
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)
ફીણના ધુમાડા ને પાણીનું પેટ્રોલ,
સ્ટીઅરીંગ મળે નહીં બસ, પપ્પાનો કંટ્રોલ;
ઑટૉમેટિક બ્રેક છે….ચૂઉંઉંઉંઉં..(2)
ઑટૉમેટિક બ્રેક છે ને છે એક્સીલરેટર…
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)
હાથપગની ગલીઓમાં મેલના છે બમ્પર,
સાબુભાઈની ગાડીમાં મજબૂત છે જમ્પર;
પૈડા મળે નહીં… ફૂરરરર…(2)
પૈડા મળે નહીં તો ક્યાંથી પડે પંક્ચર ?
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)
-વિવેક મનહર ટેલર
આભાર…
સરસ બાળગીત, ઓડીયો ક્લીપ સાથે,પૌત્રને પણ આનંદ થઈ ગયો,
આભાર અને અભિનદન ……..