બાળદિન Special 1: ગોદડાંમાં શું ખોટું? – વિવેક મનહર ટેલર

૧૪ નવેમ્બર – બાળદિવસ અને વ્હાલા સ્વયમનો જન્મદિવસ પણ… તો આજે એક મસ્ત મજાનું બાળગીત, વિવેકભાઇની કલમે… ધીમે ધીમે ઠંડીની મોસમ આવી રહી છે તો તમે પણ આ ઠંડીની મજા વધારતું ગીત માણો..!!


(…… …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)

સ્વર – વિવેક ટેલર

.

મમ્મી બોલી, ઠંડી આવી, સ્વેટર પહેરો મોટું,
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંને પકડી તો જુઓ,
ગોદડાંમાં છે નરમી;
મથી-મથીને અમે કરી છે
અંદર ભેગી ગરમી.
ગોદડાંની અંદર હું કેવો મસ્તીથી આળોટું ?
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંનો ગોટો છે આ કે
વારતાઓનો ડબ્બો?
ડુંગરમાંથી હાથી થઈ જાઉં,
ભૂત બની કહું, છપ્પો !
સ્વેટરમાં તો છોટુ થઈને રહેશે ખાલી છોટુ…
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૨-૨૦૦૮)

12 replies on “બાળદિન Special 1: ગોદડાંમાં શું ખોટું? – વિવેક મનહર ટેલર”

  1. ગોદડુ કાવ્યનો વિષય બની શકે એ સંભાવના જ અચરજભરી છે.
    નવી પેઢીને તો આ ગોદ્ડુ કઇ બલાનુ નામ છે તે સમજાવવુ રહ્યુ.

  2. જન્મદિન મુબારક્

    Imagine, how – what must we be feeling while coming out of The Godadu, here in the USA?

  3. જન્મદિન મુબારક! મનરોચક કાવ્ય અને કથન.

  4. મસ્ત ગોદડા ગિત્….અદભુત્ શબ્દો .. અભિન ન્દ્ ન્

  5. ગોદડાની હૂફ મેઁ પણ માણી છે હોઁ ભાઇ !
    તે હિ નો દિવસાઃ ગતાઃ/

  6. સાચ્ચે જ ખુબ મજાનું ગીત !!! 🙂

    એ બધી જ સવાર યાદ આવી ગઈ જ્યારે હું પણ મમ્મીને આ રીતે ગોદડામાં ભરાઈને બહાર નીકળવાની ના પાડતો … !!!

  7. આ ગીત વાંચીને બાળપણ યાદ આવી ગયું. નાની હતી ત્યારે ગોદડા ના કબાટ માં આખો દિવસ ભરાઇ ને ચોપડીઓ વાંચતી તેની યાદ તાજી થઇ ગઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *