સ્વર – દર્શન જોશી
સ્વરાંકન – ચિંતન પંડ્યા
કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા
આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી.
આજ અંધાર
આજ ઓ પારથી ગંધને લાવતી
. દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીંથી
મ્હેંકતી આવતી શી સુગંધી !
આજ અંધાર
ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી ?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફૂવારી ?
આજ અંધાર
હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
હરિણ શું, તે મળ્યો આજ સૂર ?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર ?
આજ અંધાર
– પ્રહલાદ પારેખનાં કાવ્યો
કાવ્યાસ્વાદ: મધુસૂદન કાપડિયા 2015
વાહ્……… મધુસુદનભાઈએ કાવ્યનો સર્વાન્ગે રસાસ્વાદ કરાવ્યો. વાચતા ન સમજાયતે રસાસ્વાદથી સ્ફૂટ થઈ અનુભવાયુ.
અદ્યાપિ આનન્દયતિ મામ|
ઘાસ અને હુ -કાવ્યનો વિડિઓ રદ કર્યો તેથી દુઃખ અનુભવ્યુ— કવિશ્રી સુરેશજોશિએ એમ. ઍ. મા ભણાવ્યુ હતુ.
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર ?
કવિશ્રેીનુ અદ્ભુત કાવ્ય અને રસભરપુર કવ્યાસ્વાદ મ્ાતા જે આનન્દ થયોૂ તે વર્નવવા કવિશ્રેી નેી જ ઉપર જનાવેલેી પન્ક્તિ ઓ જ પર્યાપ્ત બનેી શકે અમરા શ્બ્દો નુ એ ગજુ નહિ!!!——————રશ્મિ જાગેીરદાર્