‘કાવ્યાસ્વાદ’ કાર્યક્રમની પ્રસ્તાવના – શ્રી મધુસુદન કાપડિયા
https://www.youtube.com/watch?v=9HLg2O_hG-4
પ્રહલાદ પારેખના બે કાવ્યો – ‘વિદાય’ અને ‘બનાવટી ફૂલોને’ નો શ્રી મધુસુદન કાપડિયાએ કરાવેલો આસ્વાદ
(કાવ્યના શબ્દો – વિડિયોની નીચે લખેલા છે). આપના પ્રતિભાવો અહીં નીચે આપેલા comment boxમાં લખી શકો છો.
વિદાય
કદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે,
અને નયનપંથનું અવર વિશ્વ તું ત્યાગજે’ ;
પરંતુ ગગનાંગણે, અવનિમાં અને સિંધુમાં,
મળે અધિક જે તને મુજ થકી, ઉરે થાપજે.
પરસ્પર કરી કથા રજની ને દિનો ગાળિયા;
અનેક જગતો રચી સ્વપ્નમાં, વળી ભાંગિયાં.
કઠોર થઈને કદીક તુજ આંસુ જોયા કર્યાં;
કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં.
મળે અધિક ઊજળા દિન અને મીઠી રાતડી,
જજે સકલ તો ભૂલી રજનિ ને દિનો આપણાં ;
રચે સ્વપન ભવ્ય કો જગતનું બીજા સાથમાં,
ભલે વીસરજે પછી જગત આપણે જે ઘડ્યાં.
છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં,
ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું .
*******
બનાવટી ફુલોને
તમારે રંગો છે,
અને આકારો છે,
કલાકારે દીધો તમ સમીપ આંનંદકણ છે,
અને બાગોમાંનાં કુસુમ થકી લાંબું જીવન છે.
ઘરોની શોભામાં,
કદી અંબોડામાં,
રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું,
પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.
પરંતુ જાણ્યું છે,
કદી વા માણ્યું છે,
શશિનું, ભાનુંનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું ?
વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું?
ન જાણો નિંદું છું,
પરંતુ પૂછું છું :
તમારા હૈયાનાં ગહન મહીંયે આવું વસતું :
દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું.
નવતર પ્રયોગ બદલ ટ–હુ–કો—ને અભિનદન!
કાવ્ય-આસ્વાદનો આવો સુંદર ઉપક્રમ શરુ કરવા બદલ આયોજકો, આસ્વાદકશ્રી મધુસૂદનભાઈ કાપડિયા તેમજ એ અહીં પ્રસ્તુત કરવા માટે ‘ટહુકો’ નો દિલથી આભાર!
ખાસ કરીને એની શરુઆત સૌંદર્ય અને રસના કવિશ્રી પ્રહલાદ પારેખના કાવ્યાસ્વાદથી કરવા માટે અને એમને યોગ્ય રીતે યાદ કરાવવા બદલ શ્રીમધુસૂદનભાઈને ધન્યવાદ!
સુધીર પટેલ.
અભિનંદન્!. શત શત અભિનંદન તકનીકી વિકાસ નો ભાષા સંવર્ધનના હેતુ માટે સુંદર ઉપયોગ સ્તુત્ય પ્રયોગ
ગુજરાતી ભાષાનાં આ નવતર પ્રયોગને ખુબ વિશાલ અને ઉંચુ ફલક મળે તેવી પ્રભુને પ્રાર્થના.
પ્રયોગ નવતર પણ માવજત નબળી લાગી.
આજના ઝડપ-યુગમાં પોણા-પોણા કલાકના વીડિયો? લાં…બીલચ્ચ પ્રસ્તાવનાનો અલગ વીડિયો મૂક્યો એ ઓછું હોય એમ કવિતા પહેલાં પણ થાક લાગી જાય એવી પાંચ-દસ મિનિટ લાંબી ભારીખમ્મ પ્રસ્તાવના.
એક નમ્ર પ્રસ્તાવ એવો કરવા ચહું છું કે સીધું કાવ્ય પઠન અને પછી એનો આસ્વાદ… વધુમાં વધું ૫ થી ૭ મિનિટમાં વાત પતી જાય તો પ્રયોગ વધુ આસ્વાદ્ય થઈ શક્શે એવું મને લાગે છે.
મધુસુદન ભાઈ,
ખુબ મજા આવેી. સુન્દર અને સરલ કાવ્યોનો અદભુત આસ્વાદ તમે કરાવ્યો.
દેીપ્તિ શાહ્
Akron, Ohio
ખુબ સુંદર પ્રસ્તાવના સહિતનો આસ્વાદ. તીવ્ર ઇન્દ્રિયગ્રાહ્ય સંવેદનોને કાવ્યાત્મક રીતે માણવાની સવિશેષ મઝા આવી. સોનેટ અને છંદોબધ્ધ બંને ગીતોના લયહિલ્લોળ જેટલો જ આ આસ્વાદ પણ અસરકારક અને યાદગાર રહ્યો.
દર મહિને તેની રાહ જોવાશે.
બગીચામાં કેટલાંક ફૂલો સાદગીના પ્રતીકસમા સુવાસ ફેલાવે છે તો કેટલાક સૌન્દર્યનું પ્રતિક થઇ સુંદરતાની છડી પોકારે છે.કેટલાક પ્રેમ બોલકા હોય છે અને કેટલાક મૌનમાં મહેકી લયના સ્તરોમાં લહેરી જાય છે
ગણ્યા ગણાય નહિ, વીણ્યા વિણાય નહિ તોય મારા આભલામાં માય
ગમતાનો કર્યો ગુલાલ
તમારી “રંગોળી” આસ્વાદિત રહી
એક તો ” મધુસુદન” અને પાછો ઉપરથી ” ટહુકો”
ઈશ્વર તમારું ભલું કરે!.
એક સાવ નવતર વિચાર… અભિનંદન ટહુકો… સદા એક નવો ચીલો ચાતરવાને તૈયાર…
આસ્વાદકનો પણ ખૂબ ખૂબ આભાર…
મજા આવી…
Very good poems
Shri Prahladbhai was my Gujarati teacher for 3 years. He used to talk about contemporary poets and so also our Principal Shri Ramanbhai. They used to talk about what poet is telling / writing and let us know. How we can explain the poem in our own words and what we think poet is trying to tell. Unfortunately today I do not remember more,except his simplicity in every phase . School was THE MODERN SCHOOL, SIKKANAGAR MUMBAI.