આજે નવરાત્રીના પહેલા દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે – માણીએ આ ખૂબ જ જાણીતો ગરબો..
સ્વર : હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ
આલ્બમ : આદ્ય શક્તિ
* * * * *
સ્વર : ઉષા મંગેશકર અને વૃંદ
સંગીત : મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ : ભાથીજી મહારાજ
* * * * *
સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ
નવ નવ રાતના નોરતાં કરીશ મા, પૂજાઓ કરીશ મા
ગરબો રે વિરાટનો ઝીલીશ મૈયા લાલ.
જ્યોતિ મા એક તારી છે જ્યોતિ,
તારા સતનું ચમકે રે મોતી,
શ્રદ્ધાવાળાને તારું મોતી મળે રે મા
માડી રે, મારી ભક્તિ ભવાની મા, રાણી ભવાની મા
હું તો તારા પગલા ચૂમીશ મૈયા લાલ.
તું તરનારની તારણહારી,
દૈત્યોને તે દીધા સંહારી
શક્તિશાળી ને તું તો જનેતા મા
માડી રે, મારી શક્તિ ભવાની મા
ભોળી ભવાની મા, હું તો તારા વારણા લઈશ મૈયા લાલ.
જગ માથે એક માયા રચાવી,
દરશન દે તું સામે રે આવી,
સુના સુના રે મારા મંદિરના ચોકમાં
માડી રે, આવ રમવા ભવાની મા રૂડી રે ભવાની મા
હું તો તારે ગરબે ઘુમીશ મૈયા લાલ
Khoob saras garabo! Mare ‘ vityo sravan bhino ne bhini aankh e garabojoie chhe khoob juno chhe.
બહુ સુંદર ગરબો છે અને હેમા દેસાઈના મધુર સ્વરમાં બહુ ખીલે છે….
જયશ્રિ.
ગાયેલુ શક્રાદય જો હોય તો મુકો..!
આભાર્ !!
આ વા બિજા ગરબા જરુર મુકજો . આભાર .
!!!!!!!!!!!!!!