કોઇનો લાડકવાયો – ઝવેરચંદ મેઘાણી

પ્રથમ તો સૌ મિત્રોને મારા તરફથી – સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ..

આ ગીતની ફરમાઇશ આવતી શરૂ થઇ, એટલે આ ગીત એસ.વી. ની વેબસાઇટ પર વાંચી તો લીધું, પણ ગીત શોધવામાં લગભગ 2 વર્ષ નીકળી ગયા.. પણ મને ખબર હતી, આવું અણમોલ ગીત કોઇની પાસે તો હશે જ, અને એક દિવસ મારા સુધી પહોંચશે.

અને થોડા દિવસ પહેલા જ્યારે આ ગીત મળ્યું, અને પ્રથમવાર સાંભળ્યું, એ લાગણીઓને શબ્દો નથી આપી શકતી.. આંખો તો ભીની થઇ જ, અને મન પછી કેટલીય વાર સુધી બીજે કશે ન લાગ્યું. મને કવિતા આવડતી હોત તો કદાચ મારી લાગણીઓને વાચા આપી શકત.

(આજની આ સ્વાતંત્ર્ય દિનના ગીત માટે ખાસ આભાર – એસ.વી. & ગુજરાતી સુગમસંગીત ફાઉન્ડેશન) અને સંગીતભવન ટ્રસ્ટ ને તો કેમ ભુલાઇ? ‘અજીત શેઠ – નિરૂપમા શેઠ’ એ ગુજરાતીઓ પર કરેલા ઉપકારમા આ ગીત મોખરે આવે…

‘સમબડિઝ ડાર્લિંગ’નો અનુવાદ નહીં એનું રૂપાંતર મેઘાણી અદભુત રીતે કરે છે. ભાષાંતર માટે એમ કહેવાય છે કે એ સુંદર હશે તો એ પ્રામાણિક નહીં હોય અને પ્રામાણિક હશે તો એ સુંદર નહીં હોય, મેઘાણી એક એવી વિરલ પ્રતિભા છે જે સુંદર, વફાદાર ભાષાંતર કરી શકયા છે અને એનું એક માત્ર ઉદાહરણ તે કોઇનો લાડકવાયો રૂપાંતર છે. (Read & Listen the poem : Somebody’s Darling)

સંગીત : અજીત શેઠ
સ્વર : નિરૂપમા શેઠ

.

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.

– ઝવેરચંદ મેઘાણી

(આભાર : ફોર એસ વી – પ્રભાતના પુષ્પો)

83 replies on “કોઇનો લાડકવાયો – ઝવેરચંદ મેઘાણી”

  1. આ ગેીત ખુબ જ સુન્દર છે.દરેક શબ્દ મા દેશભકતિ જોવા મલે છે.

  2. આ ગેીત ખુબ જ સુદર છે.દેશભકતિ નેી ભાવના દરેક શબ્દ મા સમાયેલ છે.

  3. રડી પડયો.ઘણા સમય પછી પુર્ણા ગીત માણ્યુ. સ્વ. મેઘાણી ને લાખો સલામ્

  4. First of all”KOTI KOTI SALAAM SHAHIDONE.SHUBH KAMNA PRAJASATTAK DIN NIMITTE. KAVYA SAMBHALTA SAMBHALTA AANKHMAN PANI AAVI GAYA ANE AAVA SHABDO TO LATE SHRI. JHAVERCHAND MEGHANI NE J SFURE. MARI PASE KOI SHABDO J NATHI KE KAVYA SAMBHLINE SHUN VYAKTA KARVU KARAN HALNA AAPNA KOI EK RAJKIYA NETA EVA NATHI KE JENE DESH KE PRAJA MATE LAAGNI HOI. BHARATNI JE SANSKRUTI CHHE TENA J KARANE DESH CHALE CHHE, BAKI TO PRABHU JANE. BHARAT MATIKI JAI, JAI HIND. VANDE MATRAM.

  5. આ ગીત પ્રફુલ દવે અને કોરસ મા ગયુ છે કોઈ પાસે હોય તો પોસ્ટ કરવા વિનતિ

  6. Hu haji sudhu nathi mani shakto k shabdo no aatlo badho jadu hoi shake??? School ma mara abhyas daramyan Meghani saheb ni kavita ‘JHER NO KATOREO’ vanchi hati, te samaye Meghani saheb ne Gandhiji dwara apayeli ‘RASHTRIYA SHAYAR’ ni upadhi samajhi shaku tetli umar na hati ne pachhi samjhan aava ni sathe gujarati gito ane kavyo thi ghana door thai gaya hata……aaje a geet sambhline aankho bhinjai gai tyare Gandhiji dwara Meghani saheb ne apyeli peli upadhi yatharth laage chhe……

    Aa shresth athvo to kahu to anmol evo khajano loko samaksh muknara JAYSHREEBEN ne mara khub khub abhinandan ane pranam….!!!

    Jo aap shrotao dwara mukayeli aa tippanio vanch ta ho to ek vaar aap na darshan no lahvo jaroorthi aapjo…….!!!!
    – aap thi abhibhoot….Munjalsinh Parmar

  7. Heads of to you mr. Meghani. proud to be a gujju where Mr. Meghani belongs to. i cant express my emotion for such wonderful makings.

  8. very difficult for me to express my feeling for meghani. still in search for man mor bani thangat kare… heads of to you mr. meghani

  9. હ્રદય દ્રાવક આ કાવ્ય સાભળીને આંખો આંસુથી ઉભરાણી. ‘એ મેરે વતન કે લોગો ‘ ને સમકક્ષ આ રચના ને લોકો સુંધી પહોંચડવા માં આવે તો કયારેય કોઇ એમ નહી
    કહે કે આપણું ગુજરાતી સંગીત અને સાહિત્ય કાઈ ક્મ નથી.ગીત ના તમામ રચનાકરો નો આવા અદ્ ભૂત સર્જન બદલ ખૂબખૂબ અભાર.

    સંજય પંચાલ, અમદાવાદ.

  10. A POEM SO MOVING….. AS GOOD AS ‘A MERE WATAN KE LOGON….’HAD READ IT SO MANY TIMES…. MY MOM USED TO SING IT TO US…… DO U HAVE ‘ SHIVAJI NU HALARDU’ ?

  11. ઝવેરચંદ મેઘાણીનું અમર કાવ્ય.
    નાનપણથી મારું પ્રિય ગીત.
    આભાર તેને ‘ટહૂકા”પર મુક્યું.

  12. આ ગીત મારુ સૌથી પંસદગીનુ છે ઝવેરચન્દ મેઘાણી ની આ રચનાને સલામ.. જય જય ગરવી ગુજરાત જય હિન્દ…

  13. whenever you hear this sad song sung and composed in ravindra sangit style by Ajitbhai and Nirupamaben,your eyes cannot stop from rolling with tears. This happens bcoz of sur and sangit delightfully composed and sung. Our million thanks to the writer, composer and singers. You like to hear this song as many times as possible. whenever we listen this song you go back many many years and the whole samarangan comes before your eyes.

  14. kudos to tahuko for keeping alive our rich heritage of beautiful poetry…listening to this poetry was nostalgic

  15. તમારૉ આભર માનવા કોઇ શબ્દ નથી …ધન્યવાદ….જય ગરવી ગુજરાત…..

  16. આ ગીત ગૂગલ પર ‘એક કરુ લોકવાર્તા’ પર સર્ચ મારો એટલે નંબર મા ૬.
    ઈશ્વરદાન ગડવિ ના શ્વર મા.

  17. બાળપણથી મારું મનપસંદ કાવ્ય. આખું કાવ્ય આજે પણ યાદ છે. હ્રદય દ્રાવક આ કાવ્ય સાભળીને આંખો આંસુથી ઉભરાણી.
    આ કાવ્યના લેખક્ને શત શત વંદન.

  18. હિઁચકે બેસી જીવનમાઁ કેવા કેવા સઁસ્કાર સિચ્યા એ મા અને આઝાદીના લડ્વૈયા પિતા . . . ને યાદ કરતા આ ગીત અજયભાઈ-નિરુપમાબેન ના સ્વરોમાઁ ગદ ગદ થૈ જવાયુ.ટહુકો બહુ મોડૉ જડ્યો.

  19. પ્રિય અજિત ભાઈ, આઝાદિ ના આતશ્ ને ઓલવાયે ૨૮ વર્શ્ બાદ અને ઉમરના ૩૫મા વરસે મારા નાના દિકરા ઘન શ્યામ ના કાને “કોઇ નો લાડ્ક્વાયા” ના ઉના નિસ્વાસ એના કાને આજે પડયા , મુગ્ધ બનિ ગ યો , લેપ ટૉપ મા આપે લીધેલ પરિશ્રમની પ રસાદી અમે વહેચી ને માણી . કવિતા વાચ વાનો લ્હાવો મળ્યો . આપના હ્ર્દમા વસેલી લાગણિઑ સાથે હુ પણ મારા ૭૬ મા વરસે સહ્ભાગી બન્યો . જુના અશ્રુ ભિના , રક્ત ભિના, સ્મ્રરણૉ તાજા થયા. આપનો ખુબ જ આભાર…લિ. દલપતસિહ ચારણ , પાટણ , ઊ.ગુજરાત્ત,તાઃ ૨૦ માર્ચ ૨૦૧૦

  20. Namashkar,

    I will be more thankfull to you if, “Chello Katoro Jher No Aa Pi Jajo Bapu, Sagar Pinara…”-By Zaverchand Meghani Sahab will be published on tahuko.com.

    “Chello Katoro Jher No Aa Pi Jajo Bapu, Sagar Pinara…” vagar tahuko.com adhuru lage chhe. Mara ghar na vadilo puchhe chhe ke tahuko.com par “Chello Katoro Jher No Aa Pi Jajo Bapu, Sagar Pinara…” kavita nathi……. ????????

  21. Shree Jayshreeben ,Here “RAKTA TAPAKTI SO SO ZOLI”not able to listen …”this text….removed…”!we want to listen ..please…help

  22. જ્આરે અનુવાદક અનુવાદ કરે ત્યારે અનુસ્ર્જ્ન પન કરે chhe. A kavya hu schoolma bhanelo tyare azadina range rangayela amara shikshak Dinubhai Joshi mote thi radi padela ane sathe ame badha pan. 2-3 divas pachhi aaj kavya amane ghanij swasthatati samjavelu. Modethi amone khabar padeli k amno bhai police mar ma ghayal thai motne bhetyo hato. Abhar ghane vakte juni yado taji karavava badal.

  23. || વચન ||

    થયો કુરબાન મા ભોમ ના કાજે,
    કવિતા વાચી દિલ મારુ દાજે,
    બલિદાન તારુ ના વ્યથ જાશે,
    વિશ્વ ગાશે ગૌરવ ગાથા જોજે.

  24. પીસ્તાલીસ પચાસની બેચમા ભણતા પાઠ્યપુસ્તકમાઆ
    કવીતા ભણવમા આવતી.
    મેઘાણી ભાઈની બીજી આવીજ કવિતાછે.
    “સુના સમદરની પાળે.”
    મળેતો રજુ કરજો.

  25. I learned this song in my gujarati school in Zambia, I am very happy to find this I am going to keep it and sing it all the time. My Dad use to sing this everyday.

    Thank you for this song

  26. આ ગીતને મૂલવવા માટે શબ્દો સમર્થ નથી !
    યાદો તાજી કરાવવા બદલ ખૂબ જ આભાર !

  27. મારે ઘેરે આવજે બેનિ નાનિ તારિ ગુન્થ્વા વેનિ.
    આ ગિત સામ્ભલવુ ચ્હે…….

  28. Dear Jayshreeben,
    Really a master piece from Late Shri Jhaverchandbhai our RASTRA SHAIR. Whnever i read or hear this song my eyes can,t stop shedding tears. truly a great poem to enjoy our approaching independence day and sad reminder for our prasent day politicians who are enjoying the fruits of such noble ladakvayas.
    yours,
    prafull pipalia

  29. ય્શ્રેીબેન્,
    હ્સબ્દો નથિ અ ગેીત માતે જ્ય્રઆરે પન શાભ્લુ ત્યારે આન્ખ ભિનિ થ આવે
    પ્રફુલ્લ પિપાલિઆ

  30. It is difficult to put in to words that how beitifull this song is. Whenever I have heared this song, without my knowledge my eyes started shading water and till the last word I have remain unmoved.
    After lot of searching I found this.
    Thank you.

  31. ગજબ થૈ ગયો-આજે ભિનિ થૈ મારિ અન્ખો

    બહુજ આભર્

  32. Brings tears to my eyes. Heartfelt memories of yesteryears and price we paid for our nation. Wish some of our crooked politicians understand the sacrifice and legacy of our nation.

  33. સહુને સ્વતંત્રતા દિવસ મુબારક.

    ‘કોઇનો લાડકવાયો’ ને અનુવાદ, ભાવાનુવાદ કે રૂપાંતર નામો ભલે આપીએ, પણ આ શૌર્ય-ગી એક મૌલિક કૃતિ વધુ લાગે છે.
    [મૂળ કાવ્ય ‘સમબડિઝ ડાર્લિંગ’ અંગ્રેજીમાં વાંચી જવું અને ગુજરાતી સાથે સરખાવી જોવું].

    જાણે આપણી આઝાદીની ચળવળને વેગ આપવા જ લખાયેલું ન હોય. મને તો આ ગીત વાંચતાં ગાંધી ફિલ્મમાં આવતો ધારાસણા સત્યાગ્રહનો પ્રસંગ આંખ સામે આવે છે.

  34. આજે આ ગીત સાંભળીને આંખ ભીની ન થાય તો આપણે ભારતીય
    કેમ કહેવાઈએ? સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ સાથે આભાર

  35. અદભુત, સ્વતન્ત્ર્ય દિને આતલુ સરસ ગિત સભલાવવા બદલ આભાર અને સ્વતન્ત્ર દિવસ નિ શુભેચ્ચ્હાઓ .

  36. પ્રથમ તો સૌ મિત્રોને મારા તરફથી – સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ..
    ખરેખર આંખો ભીની થઇ ગઈ ….
    અભિનદન .
    ભુપેન્દ્ર

  37. માતની આઝાદી ગાવે…..

    આઝાદીનું અનેરું ગીત !

  38. પ્રસંગને અનુરુપ આપંણા બધાનું ખૂબ માનીતું કાવ્ય –
    મધુરી ગાયકીમાં…દિલ ભરાઈ આવ્યું.
    તેની મૂળ અંગ્રેજી કવિતા લખું?
    Marie La Coste: Somebody’s Darling
    MARIE LA COSTE
    1845 – 1935

    http://www.forsv.com/blog/?p=378

    Written by Marie La Coste
    and subsequently published by
    J .C. Schreiner & Son of Augusta, Georgia in 1864
    આ કાવ્યના તરજુમાનો પણ ઈતિહાસ છે-તે ફરી કોઈક વાર
    સ્વાતંત્રદિન અને સફળ જહેમતનાં અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *