શ્યામલ, સૌમિલ – આરતી મુન્શી અને એમની ટીમ હમણા અમેરિકાના પ્રવાસે આવી છે. ટહુકો પર તો આપણે એમને હંમેશા સાંભળ્યા જ છે, અને વધુ ને વધુ સાંભળશું, પણ જો તમને મોકો મળે – તો એમને રૂબરૂ સાંભળવાનો અવસર ચૂકી ના જતા… મેં એમને અમદાવાદના એક પ્રોગ્રામમાં સાંભળ્યા હતા, અને એ અનુભવને શબ્દો આપવાનું મારા માટે મુશ્કેલ છે.
અમેરિકાના એમના પ્રવાસની વધુ માહિતી માટે :
Shyamal, Saumil & Aarti Munshi in USA
સ્વર: આરતી – સૌમિલ મુન્શી
સંગીત: શ્યામલ – સૌમિલ મુન્શી
.
ઉરે ઉભરાતાં પ્રેમનાં તરંગો ને સ્નેહનાં ઉમંગો,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
ઉરે વાગી જો પ્રેમની કટારી, કંટક જેમ ભારી,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
હૈયું રમતું આકાશના તારે, ચાંદલિયા ધારે,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
હું તો શોધું શોધું ને ના મળતું, ભીતરમાં જ જડતું,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
રંગે કાળો કોકિલ કંઠે મીઠો, ગમે ન છોને દીઠો,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
પ્રીત ડાળે પ્રેમાળ સહુ પંખી, બજવતા બંસી,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
– રમણભાઇ પટેલ
વાહ વાહ્….. પ્રેમ ને રન્ગ શુ ને રુપ શુ? સુમધુર સ્વર સાભલ્યાજ કરવાનુ મન થાય ચ્હે.
જેટલી વાર ટહુકો સામ્ભળુ એટલી વાર આ ગીત અચુક સામ્ભળુ છુ. અન્તર ભર્યુ ભર્યુ થૈ જાય છે. થેન્ક્સ જયશ્રીબેન. હુ સૌમિલભાઈ અને આરતીબેન ની પ્રશન્સક છુ. એમના ગીતો સામ્ભલિએ એટલી વાર નવા લાગે છે.
this is dr gunjan shah i am ex CN student an dstudent of arti munshi mam feel so proud and am so happy surfing this site i’ve learnt a lot from her and inspired a lot though i am surgeon; i decided to keep music as my hobby. i really love to hear arti munshi mam and will keep hearing thanks a lot mam for every thing
its exellent.after urdoo gazals.gujrati sangeet is famous in indians. or when its sung or music by shyamal and saumil than its worth to say anything . great….prem no sunder sparsh aanathi vadhare saro koi bhasa ma na hoi sake….. again excellent…
thanks…….
ઉરે ઉભરાતાં પ્રેમનાં તરંગો ને સ્નેહનાં ઉમંગો,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
પ્રેમના રૂપ અને રંગ ભર્યું મઝાનું ગીત!
સૈયર વનરાતે વનમા વેણુ વાગી…સ્વર: આરતીબેન મુનશી
ઉપરોકત ગીતની લિંક મોકલવા વિનંતી…
સરસ !
આરતી મુન્શી, સૌમિલ મુન્શી, શ્યામલ મુન્શીની ટીમ અને રમણભાઇના શબ્દો…
પ્રીત ડાળે પ્રેમાળ સહુ પંખી, બજવતા બંસી,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
માણતાં તો પ્રેમમાં ભીજાઈ ગઈ-
અમારા New Jersey 24th August to 31st August એ
તેઓના પ્રોગ્રામની માહિતી બદલ ધન્યવાદ્