ચાલો ચાલેને રમીએ હોડી હોડી – પિનાકીન ત્રિવેદી

લયસ્તરો પર ધવલભાઇ અને વિવેકભાઇ વર્ષાકાવ્યોનો વરસાદ લાવ્યા, એમાં ભીજાવાનું ચૂકી નથી ગયા ને?

અહીં સાન ફ્રાન્સિસ્કોમાં હમણા તો (so called & so cold) ઉનાળો ચાલે છે – પણ દેશમાં મેઘરાજા પધાર્યા છે તો ટહુકો પર વરસાદી ગીતો સાંભળ્યા વગર ચાલે?  આ નાનકડું વરસાદી બાળગીત મને તો વાંચતા જ ગમી ગયું.  થોડા અમથા, એકદમ સરળ શબ્દો – પણ તો યે એમાં સમયના ચક્રને કેટલાય વર્ષો પાછળ ફેરવવાની તાકાત છે..!

ચાલો ચાલેને રમીએ હોડી હોડી
વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર
ઝરણાં નાના જાય દોડી દોડી

બાપુનાં છાપાં, નક્કામાં થોથાં
કાપી કૂપીને કરીએ હોડી        …ચાલોને

સાદી સઢવાળી, નાની ને મોટી
મૂકીએ પવનમાં છોડી છોડી    … ચાલોને

ખાલી રાખેલી, ઊંધી વળે તો
પાંદડા ને ફૂલ ભરું, તોડી તોડી … ચાલોને

જાશે દરિયાપાર પરીઓના દેશમાં
સૌથી પહેલા દોસ્ત મારી હોડી  … ચાલોને

13 replies on “ચાલો ચાલેને રમીએ હોડી હોડી – પિનાકીન ત્રિવેદી”

  1. જયશ્રીબહેન
    ખુબ સરસ બાળગીત….બાળગીત સાંભળી બાળપણ યાદ આવી ગયુ…અભિનંદન…આ ગીત નું સ્વરાંક થયું લાગતું નથી..સાંભળવા મળૅ તો મજા પડૅ…

  2. કલરવૉનાં ઘર સમું કલબલતુ આંગણ સાંભરે સાવ લીલુંછમ હજી આજે બચપણ સાંભરે!!
    સમયની ઘડિયાળ ઊંધી ફેરવીને બાળપણનાં લીલાછમ સમયમાં લઈ જવા બદલ જયશ્રીબેનનૉ આભાર!!
    ગીતા વકીલ

  3. વોહ કાગઝ કિ કશ્તિ વોહ બારિશ કા પાનિ,,,,,,,,,,

    બાલપન જ જિન્દગિ નો ગોલ્દન પિરિયદ ચ્હે. યુવાનિ ને કવિઓ ખોતેખોતિ ચગાવે ચ્હે.

    શૈલેશ જાનિ

  4. પિનાકિન ત્રિવેદિનુ બિજુ ગિઇત ‘ પેલા પન્ખિને જોય મને થાય્ એના જેવિ જો પાન્ખ મલિ જાય તો ઉદ્યા કરુ બસ ઉદ્ય કરુ”તહુકો પર મુકો. બધાને ભુતકાલ યાદ આવશે

  5. khoon sundar geet…juna divso yaad aavi gaya…aema pachhu ahi NC ma vadal gheraya chhe atle vadhu maja aavi….

  6. અમારા એટલાન્ટીક જેવી મઝા પેસીફીકમાં નથી.વળી અવારનવાર મેઘાડંબર ગાજે,વિજળી પણ ચમકે અને સાત સાત નદીઓ અમારા ચેસેપેક બેમાં મળે! વરસાદની મઝા અહીં બાળકોને પણ આવે…ઓસન સીટીના સમુદ્રમાં ડુબકી પણ લગાવાય! આજે પણ ગોરાંભાયલા વાતાવરણમાં …
    જાશે દરિયાપાર પરીઓના દેશમાં
    સૌથી પહેલા દોસ્ત મારી હોડી … ચાલોને
    અમે પણ માણ્યું!ઘડપણ પણ બીજું બાળપણ જ છે ને!

  7. સુંદર બાળગીત!
    વિવેકભાઈ કહે છે તેમ ભીંના થવાની મઝા ક્યારે આવશે.

  8. વિવેક તૈલોરે કવિનુ નમ આપેલુ ચ્હે તો નમ ગિત નિ નિચે મુકિદો

  9. સૌનું મનગમતું બાળગીત. ઑડિયો પણ મૂક્યો હોત તો? ભીનાં થવાની વધુ મજા ન આવત?

    કવિ: પિનાકીન ત્રિવેદી

    • આ ગીતનુ સ્વરાંકન ભાઇલાલભાઇ શાહે કરેલુ છે – ાને અમદાવાદની સિ એન વિદ્યાલયમા ગવાતુ હતુ – ભાઇલાલભાઇના અવાજમા ગીત prarthnamandir.wordpress ઉપર બાળગીતોમા સાંભળી શકાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *