હશે કોઇ ભીતર ગઝલકાર જેવું – સુરેશ વિરાણી

ન મનમાં હો સહેજે અંધકાર જેવું,
પછી મન બને છે કલાકાર જેવું.

સ્મરણમાં છે પાયલના રણકાર જેવું,
પ્રિયે તારા પગલાનાં અણસાર જેવું.

મળી ક્યાં શકું છું મને પણ કદીયે,
જીવું જાત સાથે તડીપાર જેવું.

સવારે સમાચાર, સાંજે એ પસ્તી !
જીવન સાલું લાગે છે અખબાર જેવું.

પ્રયત્નો વિના પણ ગઝલ નીપજે છે,
હશે કોઇ ભીતર ગઝલકાર જેવું.

 

7 replies on “હશે કોઇ ભીતર ગઝલકાર જેવું – સુરેશ વિરાણી”

  1. Very nice gazal.સરસ..ગઝલ..સુરેશભાઈ…મજા આવી ગઈ.

  2. સરસ..ગઝલ..સુરેશભાઈ…મજા આવી ગઈ..દિલીપ ઘાસવાલા

  3. પ્રયત્નો વિના પણ ગઝલ નીપજે છે,
    હશે કોઇ ભીતર ગઝલકાર જેવું.
    સર્વશક્તીમાનની કૃપા

  4. જ્યારે આદર્યાં આપમેળે પૂરા થાય છે, શક્યતાઓ હકિકત બને છે, ત્યારે આપણામાં એની હાજરીની પ્રતિતિ થાય છે. આટ્લી નાજૂક વાતને ગઝલમાં વણવી, એ તો સુરેશ વિરાણી જેવા કલાકારનું જ કામ!
    વાંચીને વાગોળવા જેવી એક સુન્દર ગઝલ!

  5. જયશ્રી,
    ફોટો અને ગઝલ …… ?!

    “હશે કોઇ ભીતર ગઝલકાર જેવું” અને
    સમાચાર છે કે નરેન્દ્ર મોદીને વીસા આપવાનો ઈન્કાર-
    સાચું કહું તો જો આપણા મુખ્યમંત્રી પોતાનો કાવ્યસંગ્રહ
    બતાવી વીસા માંગે તો શક્યતા વીસા મળવાની ખરી ….!!

    સવારે સમાચાર, સાંજે એ પસ્તી !
    જીવન સાલું લાગે છે અખબાર જેવું
    લાજવાબ શેર….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *