આપણામાંથી કોક તો જાગે !
કોક તો જાગે !
આપણામાંથી કોક તો જાગે
કોક તો જાગે !
કોક તો જાગે આપણામાંથી
હાય જમાને ઝેરને પીધાં વેરને પીધાં
આધીનતાનાં અંધેરને પીધાં
કૈંક કડાયાં કેરને પીધાં
આજ જમાનો અંતરાશે એક ઘૂંટડો માગે
સાચ-ખમીરનો ઘૂંટડો માગે
આપણામાંથી કોક તો જાગે !
બાપદાદાની બાંધેલ ડેલી
એક ફળીબંધ હોય હવેલી
ગામની ચંત્યા ગોંદરે મેલી
એ ય નિરાંતે લીમડા હેઠે ઢોલિયા ઢાળી
સહુ સૂતાં હોય એમ કાં લાગે ?
આપણામાંથી કોક તો જાગે !
સોડ તાણી સહુ આપણે સૂતાં
આપણે ઓશીકે આપણાં જૂતાં
ઘોર અંધારા આભથી ચૂતાં
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે
આપણામાંથી કોક તો જાગે !
આમથી આવે ક્રોડ કોલાહલ
તેમથી વ્હેતાં લોહી છલોછલ
તોય ઊભાં જે માનવી મોસલ
આપરખાં, વગડાઉ ને એવાં
ધ્યાનબ્હેરાંનાં
લમણાંમાં મર લાઠિયું વાગે !
આપણામાંથી કોક તો જાગે !
કોઈ જાગે કે કોઈ ના જાગે
કોઈ શું જાગે ?
તું જ જાગ્યો તો તું જ જા આગે
આપણામાંથી તું જ જા આગે !
-વેણીભાઈ પુરોહિત
કોક તો જાગે એ લગભગ 60 વર્ષ જૂનું પણ ઘણું પ્રેરણાદાયી તથા સરસ રીતે ગવાયેલું ગીત છે. ફરી સંભળવું છે, પણ મળતું નથી. કોઈ મદદરૂપ થશે ?
આજનેી તાસેીર ને ાનુલક્ષેીને સમયસર તહુકામા ગેીત રજુ કર્યુ. ધન્યવાદ્.
It must have been written before years but condition is not much changed.How long we afford to sleep?
ચારે બાજુ આપણા દેશની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હવે કોઇકે તો જાગવુજ પડશે. આ આજના જમાનાની માન્ગ છે.આ વાત કહેતુ વેણીભઈનુ ગીત બહુજ સમયસરનુ છે. આ ગીત ટહુકો પર મુકવા બદલ જયશ્રીબહેનને અભિનન્દન્.
“આપણા માથી કોક તો જાગે” સરસ .
પશુઓ પણ્ ગેન્ગ-રેપ નથી કરતા તે હવે ભારતમા થવા લાગ્યા છે .
હવે તો આખો દેશ જાગીને યોગ્ય કરે તે અતી જરુરી છે .
જ્ય શ્રી ક્રિશ્ણ !
સુરેશ વ્યાસ
ખરે ખર કોઈકે તો જાગવાની જરૂર છે જ.ાને જે લોકો આપણને જગાડવાની કોશિશ કરી રહ્યા છે તેમને ઓળખી ને તેમને સાથ આપવાની જરૂર છે.
સરસ રચના માટે કવિશ્રીને અભિનદન અને આભાર……