કવિ, તારે કેટલાં હૈયાં?
કવિ, તારે કેટલાં હૈયાં?
કાલે આપ્યું પેલા પંખીના ગાનને,
આજે આપ્યું પેલા ફૂલોના રંગને,
આપ્યું ઉષાને, તેં તારાને આપ્યું,
સંધ્યાની આશા સંતોષજ રે.. કવિ..
કાલે આપ્યું એક પેલાં સ્મિતોને
આજે આપ્યું એક નીચાં નયનોને,
આશા ભર્યા પેલા હાથોને આપ્યું,
જીવનસાથી સંતોષજ રે.. કવિ..
તરણાંને આપ્યું, સાગરને આપ્યું,
ધરતીને આપ્યું, આકાશને આપ્યું,
ધૂળ જેવી તારી કાયાનું હૈયું તું
મૃત્યુને માટે યે રાખજે રે.. કવિ..
– હરિશ્રંદ્ર ભટ્ટ
સરસ ગઝલ્. ગઝલ્નો ભાવાર્થ ને કવિનેી કલ્પના અહાહા………
ખુબ સુંદર…
kavi jyare kavita rache chhe tyare a par kaya pravesh karechhe, ane etalej te lakhi shake chhe ke Kavi tare Ketla Haiya?
કવિ, તારે કેટલાં હૈયાં?- હરિશ્રંદ્ર ભટ્ટ
“શબ્દે શબ્દે તેજ ખરે છે, કવિ કવિતા વાંચે છે,
ઇશ્વર પોતે કાન ધરે છે, કવિ કવિતા વાંચે છે.
આગ, પવન, જળ, આભ, ધરા આ પાંચે જાણે,
આવ્યા થઈ મહેમાન ઘરે છે, કવિ કવિતા વાંચે છે.
ભીતરથી ભીંજાવાની એ ટપાલ સહુને વ્હેંચે છે,
શ્વાસે શ્વાસે ભેજ ભરે છે, કવિ કવિતા વાંચે છે.- અનિલ ચાવડા”
ધૂળ જેવી તારી કાયાનું હૈયું તું
મૃત્યુને માટે યે રાખજે રે.. કવિ..- હરિશ્રંદ્ર ભટ્ટ
બોલો હવે !અનુભવાતી અનુભૂતી ર્હદ્યથી વહેંચતા કવિર્હદ્ય ને ધૂળ જેવી કાયાનું હૈયું મૃત્યુને માટેય રાખવાની સલાહ ? જીવાતા જીવન થી વિશેષ કંઈજ નથી ! આપવાનો આ એકજ વહેવાર એવો છે જેમાં ખરચો એકનો, અને ફાયદો અનેકને અનેક ગણો!!
કવિ ખુ બ નસિબદાર .
કવિશ્રીની ભક્તહ્દયની અભિવ્યક્તિ રચના માટે કવિશ્રીને અભિનદન, આપનો આભાર્………………………..