તું જો આવે તો અછો વાનાં કરું
ને ગઝલથી સૌના મોં મીઠા કરું
સાત સપનાની ધરી દઉં છાબડી
બે’ક સૂકા પાંદડા લીલા કરું
જોવું, ગમવું, હસવું, મળવું, ચાહવું,
એવા ક્રિયાપદ બધા ભેગા કરું
કેટલી પ્રીતિ ને પીડા કેટલી?
એના ક્યાં લેખાં અને જોખાં કરું
શબ્દ પણ અમિલય અમીના છાંટણાં
શબ્દથી અરમાનને ભીના કરું
લે, વિરહની સાથે મૂકી દઉં મિલન
સંસ્મરણને એમ ખટમીઠાં કરું
શી ખબર ક્યારે થશે ભરભાંખડું
ચાલ, એને સ્પર્શી અજવાળા કરું
– અદમ ટંકારવી
“લે, વિરહની સાથે મૂકી દઉં મિલન
સંસ્મરણને એમ ખટમીઠાં કરું”
સંસ્મરણ ને ખટમીઠાં કરવાની વાત ગમી.
તું જો આવે તો….!!! અને …ન આવે તો … શું કરું??? પ્રશ્ન અને સમાધાન બંન્ને મળી ગયા.
******જીવન નું સમતોલપણું સમાધાન કરી લેવામાં જ છે ને!!!!!!>>>>>
***પ્રેમિયોને ઉતાવળ કરીલેવાની જરૂર નથી. કવિઆદમટંકારવીપાસે ઘણી ગુરુચાવી છે॰**
****સરસ****અભિનંદન—-જયેશ શુક્લ. નિમિત્ત.વડોદરા-23(17.01.2013.)
નબળી ગઝલ….
Tankarvi saheb tamari gazal khubj gami ……….Sat sapna dharidau chhabdi ma beeak pandada leela karu…Bahuj gamyu…
સરસ ગઝલ, પ્રિયતમાને અછોવાના કરવાની વાત ખુબ રોમાંચક લાગે છે…………………..
શબ્દના સ્પર્શે અજવાળા થયા !
સુન્દર સર્જન ! આભાર ….
તું જો આવે તો અછો વાનાં કરું
ને ગઝલથી સૌના મોં મીઠા કરું
લે, વિરહની સાથે મૂકી દઉં મિલન
સંસ્મરણને એમ ખટમીઠાં કરું
શી ખબર ક્યારે થશે ભરભાંખડું
ચાલ, એને સ્પર્શી અજવાળા કરુ
મકર સંક્રાંત- તલ સીગની ચિક્કી પતંગ અને દોરી મળી ગઈ આ ત્રણ પક્તિસમૂહ માં! બીજું શું જોઈએ!
આ કાવ્ય ખુબ ગમ્યું. કવિ હમેશા ગમતાનો ગુલાલ કરવામા માને.તેથી સૌને તે દિલફેંક લાગે.
!.!.!.!.!…… .. .. .. .. . . .
Waaaaaahhh