કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું – ઉમાશંકર જોશી

પહેલા ફક્ત શબ્દોમાં ટહુકો પર આવેલું આ ગીત – આજે સ્વર-સંગીત સાથે ફરી એકવાર…

સ્વર : નિરૂપમા શેઠ અને કોરસ
સંગીત : અજીત શેઠ
river

.

અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું, કે ગીત અમે …

(આભાર : પ્રભાતના પુષ્પો)

થોડા વખત પહેલા રમેશ પારેખનું એક ગીત સાંભળ્યું હતુ, યાદ છે?

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

27 replies on “કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું – ઉમાશંકર જોશી”

  1. After heard this song “Git ame gotyu gotyu ne…”, I recalling my school days when we often enjoyed the song.

  2. લોકશાળા માઁ ગુજરાતેી નાઁ સાહેબ દોસ્ભાઇ નેી યાદ આવેી ગઇ..આભાર

  3. પન અમ્ને તો ખુબજ સુન્દર ગીત મલયુ …ખુબજ સુન્દર રચના

  4. શબ્દો સોૂર અને સન્ગેીત નો સુન્દર સમન્વય સાધતુ આગેીત ફરિ ફરિ સામ્ભલ્વુ ગમેજ ગમે અને દિલ્ન સન્તપો દોૂર કરે…કેમ બરબર્ને?જય્શ્રેીબેન શુન કહોચ્હો?રન્જિત અને ઇન્દેીર જય્શ્રેીક્રેીશ્ના…..

  5. it is one of the best song of Mr. Joshi. it reminds me my school days when i purchased audio cassette to listen the song of Umashankar joshi.

  6. આ ગીત મને ખુબ ગમે છે
    ખુબ ખુબ આભાર તથા અભિનન્દન

  7. ghana j varsho pachhi aa sumadhur geet phari
    sambhalvano moko malyo.. 1966 ni saal ma
    Youth Festival na Programme aa rachana ne
    pratham purashkaar malel…. Bhuj Ni Lalal College
    na gayak bhai-baheno ni phari smruti taaji thai gayi…. dhanyawaad….!

  8. આભાર મારે ગાવાના મોટા ભાગના ગીતો અહિંથી મળી રહે છે.

  9. ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું આ ગીત માણ્યું
    ફરી ફરી માણ્યુ

  10. ઉમાશંકર જોશીના આ ગીત ઉપરાંત બીજા ઘણાં ગીતો અજિત શેઠ-નિરૂપમા શેઠના આ આલ્બમમાં છે. ગુજરાતી કવિતા અને સુગમ સંગીતનો આ અમૂલ્ય ખજાનો આજે યોગ્ય સંવર્ધનના અભાવે લગભગ ખતમ થઈ ગયો છે. એ બધા ગીતો જો ઉપલબ્ધ થઈ શકે તો ફિનિક્સ પંખીને સદેહે ભાળવા જેવો આનંદ થાય.

    ખૂબ ખૂબ અભિનંદન, જયશ્રી. જે રીતે ઉ.જો.ના ગીતો આ આલ્બમમાં સ્વરબદ્ધ થયા છે એ અજોડ છે.

    “માંગે એ આપીશ”ની એક ભેટ વિશ્વ-ગુર્જરીની સાક્ષીએ આપી રહ્યો છું.

  11. તમારો ખુબ ખુબ આભાર જયશ્રી બેન……..
    જો તમે અજીત શેથ નુ જ એક કોમ્પોઝીશન ચ્હે ” મને આપો ઉચ્હીનુ સુખ થોડુ” જો આ મુકી શકો તો તમરો ખુબ ખુબ આભરી થઇશ. ભુપિન્દર સિન્ગ એ ગાયુ ચ્હે…….. thanx

  12. આ ગીત મને ખૂબ જ ગમે છે.
    આપનો ખૂબ જ આભાર.

    ઝલક વ્યાસ (શનિ)

  13. હસ્તાક્ષર પહેલાના આલ્બમમાં, મોટાભાગે અજીત શેઠ-નિરૂપમા શેઠના આલ્બમમાં પણ આ ગીત છે. એ મળે તો સોનામાં સુગંધ ભળે. એની ઑડિયો કેસેટ ધવલ પાસે હજી હશે..

  14. હેતાબહેનની વાતમાં હું મારો સુર પુરાવું છું .
    ગીત સાંભળી શકાયું હોત તો ? મારું ખૂબ
    જ ગમતું ગીત આ તો !

  15. અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
    ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું, કે ગીત અમે …
    સાચે જ ગાતાં ખોવાઇ ગયું મધુરું ગીત
    હવે તરન્નુમમા…

  16. Geet ame gotyu ane na jadyu,….Naa naa
    Geet ame gotyu ane TAHUKA ma malyu…..Yes, you are a master of naa malta ane gamta geet. Khajano che….thanks .

  17. આ ગીત ખૂબ જ સુંદર છે.
    ગીતમાં તાલ અને લયનો સુભગ સમન્વય થયો છે.
    આવા ગીત ખળ ખળ વહેતા ઝરણાની સાથે સૂર અને તાલ મિલાવી ગાવાની કે ગણગણવાની ખૂબ જ મઝા આવે.
    પરંતું ગીતમાં કઇંક ખૂટતું હોય તો તે છે કાવ્યતત્વ!
    ખળ ખળ વહેતાં ઝરણાં, ફૂલોની ફોરમ, વસંત જેવી વરણાગી ઋતુ,
    હિલ્લોળા લેતા વાદળો, લચકારા લોચનિયાં, શૈશવનું ગુલાબી જીવન વગેરે વગેરે કુદરતના મહામૂલાં ગાન છે, અને અહીં જ કવિ ગીત શોધે છે! અહીં ‘?’ મૂકતો નથી. દરેક ગીતમાં કાવ્યતત્વ શોધતા વાંચકને જરૂર આશ્ચર્ય થાય!
    આ ગીતમાં કવિ કયું ગીત શોધે છે?
    ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું, કે ગીત અમે …
    શું સંઘર્ષ અને સપનાથી ખીચોખીચ ભરેલાં જીવનમાં આવા ગીતો શોધવા પડે એમ છે?!
    આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *