મૃત્યુદંડ – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

 

પછી એણે લખ્યું
“જિંદગી!” –
ને આ આશ્ચર્ય ચિહ્ન (!)
જાણે કે જિંદગી નો
પર્યાય બની ગયું

પછી એણે લખ્યું
“પ્રેમ” –
ને એની વ્યાખ્યા કરતાં કરતાં
એક આખી જિંદગી નિકળી ગઇ

પછી એણે લખ્યું
“હું અને તું” –
ને આ ‘અને’ જેટલું અંતર
અમારી વચ્ચે
કાયમ રહ્યા કર્યું

પછી એણે લખ્યું
“વિરહ” –
ને
કલમની ટાંકણીને
ટેબલ પર જોરથી દાબીને
તોડી નાખી

કોઇ જજ જેમ
મૃત્યુદંડ લખ્યા પછી કરે ને
એમજ…!!!

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

6 replies on “મૃત્યુદંડ – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’”

  1. “વિરહ”
    કોઇ જજ જેમ
    મૃત્યુદંડ લખ્યા પછી કરે ને
    એમજ…!!!
    અદભૂત કલ્પના-સરખામણી
    -‘મુકેશ’

  2. અછાંદસ ગમ્યુ…
    પછી એણે લખ્યું
    “વિરહ” –
    ને
    કલમની ટાંકણીને
    ટેબલ પર જોરથી દાબીને
    તોડી નાખી
    અરે! અરે!!
    વિરહનીઅનેકો પંક્તીઓ ગુંજી…તેમાંની બે-ત્રણ
    વિવેક
    વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
    તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.
    ઊર્મિ
    તારા વિરહનાં રણમાં રોપ્યું’તું મેં મારું એક અશ્રુ-બિંદુ,
    ને ઘૂઘવે છે હવે હર ઘડી જોને તારી ઊર્મિનો સાગર!
    મિલનમાં તો ઘણીય વાર ભૂલી ગયો તને,
    ઘડી એક જુદાઇની તારી યાદ વગર નથી !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *