પરીક્ષા – કૃષ્ણ દવે

રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,
કાં તો સ્કુલમાં ,કાં ટયુશનમાં ,કાં ટેન્શનમાં રહીએ

નથી એકલા પાસ થવાનું ટકા જોઇએ મોટા .
નાની નાની મુઠ્ઠી પાસે પકડાવે પરપોટા
એચ ટુ ઓ ને ગોખી ગોખી ક્યાંથી ઝરણું થઈએ ?

રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,

થાકું, ઊંઘું ,જાગું ત્યાં તો સામે આવે બોર્ડ
હોઉં રેસનો ઘોડો જાણે એમ લગાવું દોડ
પ્રવાસ ચાલુ થાય નહી એ પહેલા હાંફી જઈએ .

રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,

રામ, કૃષ્ણ કે અર્જુન પણ ક્યાં દેતા રોજ પરીક્ષા ?
એના પપ્પા ક’દિ માંગતા એડમીશનની ભિક્ષા ?
કોની છે આ સીસ્ટમ જેમાં અમે ફસાયા છઈએ .

રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,

– કૃષ્ણ દવે

14 replies on “પરીક્ષા – કૃષ્ણ દવે”

  1. વરવી વાસ્તવિકતાના સહુ ખુબ જ વખાણ કરશે પણ કોઇ ટકાની માયાજાળમાંથી પોતાનાં સંતાનોને મુક્ત કે હળવા કરવાની તૈયારી નહીં બતાવે..હાથીના દેખાડવાના અને ચાવવાના દાંત જુદાં..તેવું જ મા-બાપોનું છે..આ કવિતાના વખાણ કરવા બહુ જ સહેલાં છે..મા-બાપો એ આ પરિક્ષા આપવાની છે..બાકી તમે સારા.અમે સારા.આપણે સારા જ કહેવું હોય તો આ કવિતાને ભૂલી જવી પડે..

  2. This is a fact of students “LIFE”
    in school, classes and at home “Super Mummy”
    they wants not less marks than her friends
    kids….. in name of competition…..
    They wants their kids should be “super-
    -human” jack of all. Pray almighty god
    to prevail them from un healthy competition.
    We can blame the education systems of
    to-day.

  3. કવિએ સાવ સાચુ રજુ કર્યુ. આ રેસમા બાલકો ફસાયા. સુન્દર રચના.

  4. “પરીક્ષા”ને વ્યગાત્મકરીતે કવિશ્રી કૃષ્ણ દવે જ આપણા સુધી લઈ આવી શકે,
    આપનો આભાર…………

  5. મનહર ઠકકર,શિકાગો
    આ રેટ રેસમાં નાના બાળકો આબાદ રીતે ફસાયા છૅ.
    ભણતરને નામે ઊઘાડી લૂટ છૅ.

  6. It is reallity of day
    today life for our chilren.It is the system to be responsible.How long we will exploit our kids?I remember Ravindranath Tagor Shantivan teaching students sitting in open place and below tree.The time has changed but system remained.

  7. સાચી વાત છે. “કોની છે આ સીસ્ટમ જેમા અમે ફસાયા છીએ”
    આપણે સ્કુલમાં પણ જાણે પ્રોડક્સન લાઈન શરુ કરી દિધી છે.
    બધુ એક્સરખુ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *