સૌને હોળી – ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
આજનું આ ગીત – વ્હાલા દેવરીયાને…. 🙂
સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : આરતી મુન્શી
.
ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં પલક વ્યાસના અવાજમાં ગવાયેલ ગીત :
મારો દેવરીયો છે બાંકો, એની લાલ કસુંબલ આંખો
એણે રંગ ઢોળી, રંગી જ્યારે રેશમની ચોળી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી
આમ તો હું બહું બોલકણી પણ આજે ના બોલી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી
ફટકેલ ફાગણિયો, કુણી કુણી લાગણીઓ
ઘેરી ઘેરી શરણાઈ છેડે રંગ ભરી લાગણીઓ
દેવર નમણો પણ નઠારો કપરો આંખ્યુંનો અણસારો
મને ભરી બજારે રંગે, રમવા ખૂણામાંથી ખોળી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી
સોહે ગાગર મુખડું મલકે, માથે ગાગર દીવડો ઝબકે
મદભર માનુનીની આંખે જોબનિયું રે ઝલકે
ઘુમે ઘાઘરાની કોર ઝૂમે ઝૂમખાની જોડ
જ્યારે શેરી વચ્ચે ઢોલ છેડતો રમી રહ્યો ઢોલી
ત્યારે મેં જાણ્યું કે આવી ગઈ હોળી.
————-
અને હા.. તમે હોળીના આ ગીતો સાંભળવાનું ભુલી તો નથી ગયા ને ?
આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ.. – સુરેશ દલાલ
મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો…
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ….
સરસ ગીત.
ગેીત ગમ્યુઁ આભાર સૌનો !
dear jayshreeben,
artiben na sumadhur kanthe gavayelu avinashbhai nu svarankan holi na satey range rangi de tevu chhe. sambhalva ni khub maja avi.geet sambhaltaj pag thanganva lage ane jumva nu maan thai ave tevu holigeet sambhalavava badal aabhar.
ખરેખર બહું સરસ ગીત ગાયું છે.
respected jaishree mam it still couldn’t heard.all songs i csn but only this one i can’t.whatever thank yuo very much for all this songs.
It’s working fine when we play it. May be you just have to refresh your web browser.
જૈશ્રેી બેન આ ગેીત કેમ અતકિ જય ચ્હે
ધુળેટીના રંગે રંગાવા માટે દિયર તો નથી પરન્તુ આજે સવાર સવાર મા પતિને રંગી નાખ્યા…
ધુળેટીની શુભેચ્છા આપ સૌને તેમજ કોઇ એકને ખાસ…
બહુ જ સરસ ગીત લાગ્યુ
ભાઇશ્રેી/બહેન્શ્રેી
વેર્ઇ ગુદ. ગુજરાતિ તકાવિ રાખશો. ગ્લોબલિઝેશના અને અન્ગ્રેજિના નાદમા તનાઐ ન જશો. ભાશા અને લોક સન્ગિત તકાવિ રાખશો
શુભેચચ્હા
કિરન્
It,s Nice Gujarati Song also good Voice.Touch My Hart
i tried to clean my monitor…..
what an idea….
great job on holi..
and exellant songs also…
આરતી મુનશીનો એ જ મુલાયમ મખમલી અવાજ અને અદભૂત ગાયકી સાભળવા મળી. આભાર. વારંવાર સાંભળવું ગમે એવું ગીત.
સુન્દર હોળી ગીત બદલ અભિનદન
આપ સહુને હોળી ધુળેટીની શુભેચ્છા !
Avinash bhai is has brought out feelings of Gujaratis via his lyrics. He is one of the greatest gift Gujarat got. The genius is that he writes and he composes songs which live for ever!
Avinash bhai ne’ SALAAM!
સુંદર હોળી ગીત બદલ અભિનંદન
તમને પણ હોળી – ધૂળેટીની શુભેચ્છાઓ.
શ્રી અવીીનાશ વ્યાસે લખેલ અને મારી June 7thની ફરમાઈશ પૂરી કરવા બદલ આભાર!
શું આ જ ગીત ત્રુપ્તી છાયાના સ્વર માં સાંભળવાની ઈચ્છા પૂરી કરી શકશો?
hey! Jayshreeben,
it’s been really good to get chance to listen HOLI songs here on tahuko,, well, wish you the same “HAPPY HOLI”.
Hello Jayshree didi !!! HAPPY HOLI TO YOU AND ALL THE VISITERS OF TAHUKO !!
-Rashi Sonsakia
Really the song was very nice,Maja aavi gai !!!
hiiii jayshree,
wishing u all colourful happy holi !!!
બહુઉઉઉ જ સરસ ગીત છે….
હોળીના રંગે રંગાઈ જવાનું મન થાય એવું !!