મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો… – અવિનાશ વ્યાસ

સ્વર : આશા ભોંસલે
સંગીત : અવિનાશ વ્યાસ

maro maragado

.

મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો… રસિયાએ…
મારગડો રોકીને રંગ ઢાળ્યો..
હળવેથી ગુલાલને ઉછાળ્યો રે…
મારગડો રોકીને રંગ ઢાળ્યો..

મારો મારગડો રોકીને …..

રંગદાર પામરી (?) પગમાં પૈજણીયા
સૂરત સાંવરી… નૈણ રે આંજણીયા
કેટલો એ સાંવરિયાને ટાળ્યો રે…
હો… મારગડો રોકીને રંગ ઢાળ્યો..

મારો મારગડો રોકીને …..

વારતા.. વારતા… હું યે ગઇ હારી
રસિયાએ તો યે મારી વાત ના વિચારી
એને આવો ના રંગીલો કદી ભાળ્યો રે..
હો…. મારગડો રોકીને રંગ ઢાળ્યો..

મારો મારગડો રોકીને …..

પાલવનો છેડલો કેટલો યે ઢાંક્યો
તો યે ગુલાલ મારે કાળજળે વાગ્યો
મારુ કાળજળુ તોડીને એ તો હાલ્યો રે…
હો…. મારગડો રોકીને રંગ ઢાળ્યો..

મારો મારગડો રોકીને …..

10 replies on “મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો… – અવિનાશ વ્યાસ”

  1. વર્શો પચ્હેી આ ગિત સામ્ભળવા મળ્યુ..બહુ આનન્દ થ્હયો

  2. મારુ ખુબજ મનગમતુ ગીત સાભળવા મળ્યુ. માજા આવી ગઈ. આભાર

  3. This is the song I use to listen when I was a child, it reminds me of my mom, Seriously it reminds me of those days when, I mean I don’t have words, Thanks a lot..

  4. ‘error opening file ‘
    મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો… રસિયાએ…
    મારગડો રોકીને રંગ ઢાળ્યો..
    હળવેથી ગુલાલને ઉછાળ્યો રે…
    મારગડો રોકીને રંગ ઢાળ્યો..

    આ મારુ અતિપ્રિય ગિત !!! ‘error opening file
    આભા૨.

  5. “મારો મારગડો રોકી ને રંગ ઢાળ્યો.. રસિયા.”..વાહ ગીત સાંભવાની મજા પડી ગઈ..
    જયશ્રીબેન આભાર…વિશ્વદીપ બારડ(ફૂલવાડી) હ્યુસ્ટન …

  6. હંમેશા સાંભળવું ગમે એવું સરસ ગીત ટહૂકો માં મુકવા માટે ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *