આજે કવિ જવાહર બક્ષીનો જન્મદિવસ….એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે વાંચો એમની આ ગઝલ ‘તારા વિરહના શહેરનો’. પુરષોત્તમ ઉપાધ્યાયનું સુંદર સ્વરાંકન અને હંસા દવેની મધુર ગાયિકી…..
સ્વર : હંસા દવે
સંગીત : પુરષોત્તમ ઉપાધ્યાય
આલ્બમ : તારા શહેરમાં
તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે,
દીવા કર્યાં પછી જ તિમિરને ગવાય છે.
લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં?
ઘરમાંથી બહાર આવતાં થાકી જવાય છે.
ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.
અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ,
મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે.
– જવાહર બક્ષી
અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ,
મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે.
Bahu j saras, spasht ane saav kharu…vaah Jawaharbhai. pranam.
લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં?
ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.
ખુબ સુંદર!!!!
હેપિ બર્થડૅ.હંસા દવે નો અવાજ કેટ્લો મીઠો છે.પુરુશોત્તમભાઈ તો તલ્લીન કરી દે છે.
HAPPY BIRTH DAY AND ALL GOOD WISHES TO JAWAHARBHAI BAXI EXCELLENT VOICE OF HANSHABEN DAVE
દીવા કર્યાં પછી જ તિમિરને ગવાય છે.
ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.
ખુબ જ સુન્દર્ર.
happy birthday
An excellent and deep voice by Hansaa Dave. Awarankan by Purshuttomji is marvelous. My many many happy returns of the day to Kavi Sri Jawahar Baxi.
Vijay
અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ,
મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે.
ખુબ જ સુન્દર
અભાવ નો મેડૉ આન્ખોમા..!! વાહ ખુબજ સચોટ વિધાન—-
પ્રથમ જવહર ભૈ ને જન્દિન મુબારક …………… પ્યાર કરિ ને બધાજ ……જખ્મો જ પામે ………ધન્યાવ્દ ………બહુજ સરસ ક્રુતિ ………….અભિનદનદ ………..