મને માર્યા નેણાંના બાણ રે – ગિજુભાઈ વ્યાસ ‘ચૈતન્ય’

સ્વર : ગીતા દત્ત
સંગીત : અજિત મર્ચન્ટ
ગુજરાતી ફીલમ : કરિયાવર (૧૯૪૮)

મને માર્યા નેણાંના બાણ રે
કે મને માર્યા નેણાંના બાણ રે
વાલમજી વાતુંમાં

મને નેહભરે નેણલે નચાવી
વાલમજી વાતુંમાં

મને માર્યા નેણાંના….

પાપણ પલકારતી હા કામણ અદીઠડાં
પ્રીત કેરા કોડ રાજ ઝાઝેરા જાગિયા
મહેરામણ હૈયાના હેલે ચડ્યાં છે આજ
હવે આવ્યા છે અવસર સોહામણાં સોહામણાં
વાલમજી વાતુંમાં

મને માર્યા નેણાંના….

મારા મનને ચંદરવે આજ ચમક્યો ચાંદલિયો
એક અણજાણી વાટમાં દીઠો પાતળિયો
ને મને ઘેલી કીધી ને લજામણી વાતુંમાં
વાલમજી વાતુંમાં

મને માર્યા નેણાંના….

મારા સરવરની પાળ ક્યાંથી આવ્યો વીંઝલણો
મારા આંબાની ડાળ ક્યાંથી આવ્યો આ મોરલો
સોળ કોડે મને ઝૂલે ઝૂલાવી રે
વાલમજી વાતુંમાં

મને માર્યા નેણાંના….

– ગિજુભાઈ વ્યાસ ‘ચૈતન્ય’

(શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ)

6 replies on “મને માર્યા નેણાંના બાણ રે – ગિજુભાઈ વ્યાસ ‘ચૈતન્ય’”

  1. મારા સરવરની પાળ ક્યાંથી આવ્યો વીંઝલણો
    મારા આંબાની ડાળ ક્યાંથી આવ્યો આ મોરલો
    સોળ કોડે મને ઝૂલે ઝૂલાવી રે
    વાલમજી વાતુંમાં….
    દિવસ મ્સ્ત મધુર બની ગયો…….
    આભર .

  2. યાદ્ગર ગેીત ને ગેીતાદુત્ત ;;;;;;;;કોયલ નો તહુકારો ……….બહુજ મજ આવિ ગયે …………………………ફરિ ને ફરિ યદો નિ મહેફિલ્…………………….ધન્યવદ ……..આહ્લદક …….

  3. જુનુ એત્લુ સોનુ મજા આવિ ગૈ
    મારા computer ni paale aavi tahukaa e mane saache zulaavi
    આભાર

  4. એક પછી એક ખુબ જ યાદગાર ગીતો ની લહાણી ચાલી છે આજકાલ ટહુકો ઉપર. આમ જ ઉજાણી કરવતા રહેજો.ગીતો સાંભળ્યા પછી નો દિવસ સુધરી જાય છે.

  5. મારા સરવરની પાળ ક્યાંથી આવ્યો વીંઝલણો
    મારા આંબાની ડાળ ક્યાંથી આવ્યો આ મોરલો
    સોળ કોડે મને ઝૂલે ઝૂલાવી રે
    વાલમજી વાતુંમાં….
    સરસ રચના..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *