સ્વર : આનંદકુમાર સી.
સંગીત : ક્ષેમુ દિવેટીઆ
.
તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ
ને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન.
એક અગોચર ઇજન દિઠું
નૈનભૂમીને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું
એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યાં પામ્યાં કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન.
નીલ વર્ણનું અંબર એમાં
સોનલવરણી ટીપકી,
વિંધી શામલ ઘટા, પલકને
અતંર વિજળી ઝબકી;
નૈન ઉપર બે હોઠ આંકતા
અજબ નેહનું અંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન
great.
thanks
Deepti u r too good yaar
I like ur sweet coments .
Really innocently
Deepti u r also best yaar .
I like ur thoughts yaar really
ખુબજ ભાવવાહિ રચના
..નૈન ઉપર બે હોઠ આંકતા
અજબ નેહનું અંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન…
Beautiful!!!
દિલીપભાઈ ધોળકીયાએ (દિલીપકાકાએ) આ ગીત એમના પોતાનાજ સ્વર નિયોજન માં ગાયું છે.
અત્યંત ભાવુક રજુઆત છે.
– અમિત ન્ ત્રિવેદી
આ ગીત અધૂરૂ છૅ. Please if possible put complete song.
હું શબ્દોથી જો કહું તને કે પ્રેમ છે, એ પ્રેમ છે?
જે ઊર્મિને મઢવાને શબ્દો કમ પડે એ પ્રેમ છે.
સાથનો અહેસાસ દુરતામાં રહે એ પ્રેમ છે.
મિલનની જો પ્યાસ મિલનમાં રહે એ પ્રેમ છે.
પ્રેમ ની નિરાળી વ્યાખ્યા…પ્રેમ તો બસ પ્રેમ છે….
હક, અપેક્ષા, શક, અહમના પંકની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે…
તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ ……ને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,……..સરિતાએ તોડ્યાં તટનાં બધંન.
હું સઘળી મોસમમાં માણું………..એક અહર્નિશ ફાગણ;
નૈન ઉપર બે હોઠ આંકતા…..અજબ નેહનું અંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,…..સરિતાએ તોડ્યાં તટનાં બધંન
પ્રેમ નુ સચિત્ર વર્ણન્…..બહુત અચ્છે….
રવિવારની બપોર સુધરિ ગયી….. બહુ જ સુન્દર ગીત.
તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ
ને હું દઈ બેઠો આલિંગન
હ.દ. ની આ શૈલી અનોખી છે, can’t help ruminate few lines from his collection સૂર્યોપનીષદ –
…એ પ્છશે હમણાં કેમ ઉલ્લાસ માં નથી ?
અને હું સૂર્ય બની પૂર્વમાં ઊગી બેસીશ;
hyperbole નો અનોખો ઉપ્યોગ yorker નું કામ કરે છે..can’t help urself getting bowled out.
Wonderful composition, Elegant rendition, Thanks Jayshree for this post.
ખુબજ સુન્દર રિતે ગવાયેલુ કવ્ય!!
બહુ સરસ્
આંખ મીચીને માણ્યું!
એક ભુલ સુધરવા વિનંતી “શતદલ ખીલ્યા કમ્ય કમલ પર” હરીન્દ્ર દવે ના મૌન કાવ્યસંગ્રહ માંથી લેવાયેલ કવિતા
અરે પ્રણવભાઇ.. મસ્તીથી તો વાગે છે ગીત… તમારા કોમ્યુટર પર બાકીના ગીતો વાગતા હશે તો આ પણ વાગશે જ.
આ ગિત વગાદિ શકાતુ નથિ.
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ………., સરસ્