ગઝલ – ઉર્વીશ વસાવડા


રોજ આ પંખી સવારે ગીત ગાતાં હોય છે
ને બગીચે પુષ્પ ઝાકળથી ભિંજાતા હોય છે

તીરની એને જરૂરત કોઇ દી’પડતી નથી
માત્ર નમણા નેણથી હૈયાં વિંધાતા હોય છે

રાત દી’ રહેતાં હતાં ક્યારેક જે હોઠો ઉપર
નામ એ કાલાંતરે સાવ જ ભુલાતાં હોય છે

છોડવા પડશે વિચારો, તર્ક, એ પહેલી શરત
એ સ્વીકાર્યા બાદ તો ટોળાં રચાતાં હોય છે

સૌ પ્રથમ ઓગાળવાનો હોય છે એમાં અહમ
ની પછી એ શાહીથી ગીતો લખાતાં હોય છે

11 replies on “ગઝલ – ઉર્વીશ વસાવડા”

  1. તીરની એને જરૂરત કોઈ’દી પડતી નથી
    માત્ર નમણાં નેણથી હૈયાં વિંધાતા હોય છે,
    વાહ! સરસ રચના.

  2. જયશ્રીબેન,
    ગઝલ – ઉર્વીશ વસાવડા By Jayshree, on March 7th, 2008 in ઉર્વીશ વસાવડા , ગઝલ |
    સુંદર ગઝલ. અતિસુંદર આધ્યાત્મભાવ.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  3. સૌ પ્રથમ ઓગાળવાનો હોય છે એમાં અહમ
    ની પછી એ શાહીથી ગીતો લખાતાં હોય છે
    ક્યા બાત બહુ સરસ ગઝલ…

  4. ગુજરાતિ શાયર્ ને વન્દન કે મ કે કલ્પના નિ આવિ ઉન્ચિ ઉદન ? ઉલુપિ

  5. ખુસ કરિદે એવિ સુન્દર રચના કવિ ના મગજ નુ દિસેક્સન કર્વુ જોએ. મુકુલ વૈદ્ય

  6. છોડવા પડશે વિચારો, તર્ક, એ પહેલી શરત
    એ સ્વીકાર્યા બાદ તો ટોળાં રચાતાં હોય છે.

    નિતાંત સુંદર ગઝલ. સરળ શબ્દોમાં અતલ અબ્ધિ.

  7. સૌ પ્રથમ ઓગાળવાનો હોય છે એમાં અહમ
    ની પછી એ શાહીથી ગીતો લખાતાં હોય છે
    Wah what a sher!

  8. સ્ુuંMદ્aર્a ગ્aઝ્aલ્a
    છોડવા પડશે વિચારો, તર્ક, એ પહેલી શરત
    એ સ્વીકાર્યા બાદ તો ટોળાં રચાતાં હોય છે
    સૌ પ્રથમ ઓગાળવાનો હોય છે એમાં અહમ
    ની પછી એ શાહીથી ગીતો લખાતાં હોય છે
    વાહ
    સંતો જેવી ‘અહં’ ઓગાળવાની મોટી વાત!જો પ્રથમ જ અહં ઓગળતો હોય તો મહાન િસધ્ધી કહેવાય બાકી—
    અધિકૃત હો ભલે, તો પણ પ્રશસ્તિઓ ગમે છે ક્યાં ?
    તમારી પાસે આવ્યા તો અહમ ઓગાળવા આવ્યાં.
    અમે ડૂબી ગયાઁ,તા એમની આઁખો તણા જળમાઁ,
    અહમ એનો છતાઁ ડૂબ્યો નહીઁ આ તો સબઁધ કેવો?

  9. રાત દી’ રહેતાં હતાં ક્યારેક જે હોઠો ઉપર
    નામ એ કાલાંતરે સાવ જ ભુલાતાં હોય છે

    સૌ પ્રથમ ઓગાળવાનો હોય છે એમાં અહમ
    ને પછી એ શાહીથી ગીતો લખાતાં હોય છે

    – ઉર્વીશભાઈની ગઝલોની સરળ બાની દિલને અડી જાય છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *