આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે. (આભાર – લયસ્તરો.કોમ)
સ્વર : હેમા દેસાઇ, આશિત દેસાઇ
સંગીત : આશિત દેસાઇ
સ્વર : શ્યામલ સૌમિલ મુન્શી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત
.
કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !
ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !
પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !
– નિરંજન ભગત
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી બહુ જ સુંદર રચના
ઘણુ જ સુદર છે.
very good composition & beautifull viuce, thank you very very much Ashitbhai & Hemaben.
આમ જુવો તો અહિય પન કૈ નથિ, અને આમ જુવો તો ત્ય પન કૈ નથિ, જોઇએ ચ્હે સન્તોશ એ ક્યય નથિ
મને તહુકોોમ ખુબજ ગમ્યુઈ ળિકે ટહુકોોમ્
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !ખુબ સરસ..!
નિરન્જન ભગત્ની આ પ્રથમ રચનાઓમાની એક છે.બરાબર યાદ હોય તો એ એલફીન્સટ્ન કોલેજમા હતા ત્યારે રચાયેલી.ભારોભાર કાવ્યતત્વથી ભરેી વારન્વાર વાચવાનુ મન થાય એવી.
ઘડીક સ્ઁગનો અત્તર ઝબોળ્યો ર્ઁગ.ભાવવિભોર કરી દેતુઁ સુઁદર ગીત અનુપમ સ્વરોની જુગલ્બન્દિ સાથે.
સરસ ગિત અને શબ્દો
બધું જ સુંદર…ઉત્તમ.
રમેશ પટેલ(આકાશદીપ)
કાળની કેડીએ ઘડીક સંગ…
નિરંજન ભગત ની સુંદર ભાવપૂર્ણ રચના.
હેમા દેસાઇ, આશિત દેસાઇ નાં સુંદર કર્ણપ્રિય સ્વર.
ghadik sangh hovaa chhataa maanas ketlu behudu vartan kare chhe !