મોરલી તે ચાલી રંગ રૂસણે રે

સ્વર – આશા ભોસલેં
સંગીત – ?

સ્વર – દિવાળીબેન ભીલ
સંગીત – ?

મોરલી તે ચાલી રંગ રૂસણે રે
એને કોણ મનાવા જાય રે રંગ મોરલી

એને સસરો મનાવવા જાય રે રંગ મોરલી
સસરાની વાળી હું તો નહીં રે વળું રે
હાં, હંઅં, હોવે
હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી…

એને જેઠ મનાવવા જાય રે રંગ મોરલી
જેઠની વાળી હું તો નહીં રે વળું રે
હાં, હંઅં, હોવે
હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી…

એને પરણ્યો મનાવવા જાય રે રંગ મોરલી
પરણ્યાની વાળી હું તો ઝટ વળું રે
હાં, હંઅં, હોવે
હું તો મારે સાસર જઈશ રંગ મોરલી…

મોરલી તે ચાલી રંગ રૂસણે રે….

7 replies on “મોરલી તે ચાલી રંગ રૂસણે રે”

    • દૂર દશૅનની યાદ આવી ગઈ, સાંભળવુ ગમે એવું ગીત

  1. પરણ્યાની વાળી હું તો ઝટ વળું રે
    હાં, હંઅં, હોવે
    હું તો મારે સાસર જઈશ રંગ મોરલી…
    કર ના સકે હમ પ્યારકા સૌદા…તુમને પુકારા ઔર હમ ચલે આયે…!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *