વર્ષાઋતુ કવિઓને તો પ્રિય છે જ – પણ સ્વરકારોને પણ વરસાદના ગીતો જરા વધુ માફક આવે છે.. અને વાંક જો કે એમાં કોઇનો નથી.. આપણને બધાને જ વરસાદ વ્હાલો નથી લાગતો? મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે..
અને ચાલો ચાલો ને રમીએ હોડી હોડી – થી શરૂ થયેલી આપણી અને વરસાદની પ્રેમકહાણીમાં ભાગ્યે જ ઓટ આવતી હશે.!!
અને આ જ કારણે – થોડા વખત પહેલા જ્યારે ટહુકો પર એક મિત્રએ ફરમાઇશ કરી એક ગીતની – હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા, આકાશે આવ્યો પેલો મહુલો – ત્યારે પહેલા તો થયું, ગીત તો મઝાનું લાગે છે, હજુ સુધી કેમ સાંભળવા ન મળ્યું..?? અને વરસાદનું નામ લેતા માથે ટીંપા પડે, એમ ભરતભાઇ પંડ્યાનો ઇમેઇલ આવ્યો – હાલો મારા શામળા…
સ્વર : રાજન – રચના
હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા !
આકાશે આવ્યો પેલો મહુલો, જી —– હાલો
તારા તે રંગ કેરો મેહુલો છે શામળા !
ને તારા તે રંગ કેરી વીજ, અલ્યા ધોળીયા !—–હાલો
બાંકી છટાએ આવ્યો ડુંગરની ધારે એ તો.
ઘેરી ઘટાએ આવ્યો ખેતરને આરે મારેઃ
ગઢને તે કાંગરેથી બોલાવે મોરલા ને
માટીની સોડમ દેતી સાદ. અલ્યા શામળા —–હાલો
સુકી આ ધરતી માથે, જૈને ત્રણે સંગાથે,
કરવી છે લીલમવરણી ભાત.
મારા આ આયખાની સુલી ને લીલીમા છે
ધરતી ને ધોરીનો સંગાથ,અલ્યા ધોળીયા —-હાલો
– પ્રહ્લાદ પારેખ
કવિ વિષે થોડી વધુ માહિતિ (આભાર – શ્રી ભરતભાઇ પંડ્યા)
વતન – ભાવનગર માતા -મેનાલક્ષ્મી બેન // પિતા જેઠાલાલ ભાઇ
પત્નિ – રંજનબેન
ભાવનગરની દક્ષિણામૂર્તી વિનય મન્દિરમા નાનાભાઇ ભટ્ટ,ગિજુભાઇ બધેકા, હરભાઇ ત્રિવેદીની વત્સલ નિશ્રામા શિક્ષણ લીધું. સત્યાગ્રહની લડત દરમીયાન ઉમાશંકર જોશી સાથે વિરમગામની છાવણીમા તાલિમ લીધી.લડત મા જોડાતા વિરપુરમા જેલ વેઠી.પછી ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમા તથા ટાગોરના શાંતિનિકેતનમા અભ્યાસ.આ ત્રણેય વિદ્યાધામે તેમના વ્યક્તિત્વનુ ઘડતર કર્યું.
વિદ્યાર્થી કાળ દરમીયાન તેઓ મસતિખોર હતા . એકવાર મુ.નાનાભૈ ભટ્ટે તેમને સજા રુપે વિદ્યાર્થિ ગ્રુહ માથી અન્યત્ર સ્થળે રહેવાની વ્યવસ્થા કરી હતી.જ્યારે તે વિદ્યાર્થિગ્રુહે પાછા આવ્યા ત્યારે બીજા વિદ્યાર્થિઓ તેમને ખભે બેસાડી ઢોલ વાજા વગડતા પાછા લાવ્યા હતા.
૧૯૩૭મા મુંબઇ (તે જમાનામા પારલા હાલ ખાર) સ્થિત ‘પ્યુપિલ્સ ઑન સ્કુલ’મા શિક્ષક થયા.૧૯૩૮મા ભાવનગર તથા ગુરુજનો નો પ્રેમ તેમને ભાવનગર ખેંચી લાવ્યો અને તેઓ ‘ઘરશાળા’મા ગુજરાતી ના ‘માસ્તર’ તરીકે જોડાય છે અને શાન્તિનિકેતન જેમ ‘વર્ષા મંગળ”ના કાર્યક્રમો યોજે છે.૧૯૫૪મા તે મુંબઇ ની જાણીતી સ્કુલ ‘મોડર્ન હાયસ્કુલ’મા જોડાયા.
તેમનો કાવ્ય સર્જન નો આરંભ ગાંધી યુગમા થયો અને ગાંધીજીનુ આકર્શણ એટલું પ્રબળ હતું કે તેમના સમયના બીજા કવિઓ ગાંઘી રંગે રંગાયા પરંતુ પ્રહલાદ તેમની પોતીકી અને નીરાળી અનુભતિને કારણે એક સૌંદર્યલકક્ષી કવિ તરીકે અનુગાંધીયુગીન કવિ તરીકે ઓળખાયા.ગાંધી યુગમા જીવી તેમની અસરથી બહાર રહી કવિકર્મ કરવું તે બહુ મોટી વાત હતી. તે સમયમા જે એક્ નવો વળાંક ગુજરાતી કેવિતા ક્ષેત્રે આવ્યો તેના પગરણ પ્રહલાદ અને ક્રુશ્નાલાલ શ્રીધરાણીની ક્વિતમા મંડાયા છે.જોગાનુ જોગે આ બન્ને કવિઓ વિદ્યાર્થિકાળ દરમીયાન સહાધ્યાયીઓ હતા.આ વળાંકને રાજેન્દ્ર શાહ તથા નિરંજન ભગત જેવા કવિઓએ આગળ ધપાવ્યો.
ખુબ સરસ….
મારા આદર્ણિય ગુરુ (મોડ્ન્ર હજિ યાદ આવેચ્હે.. અને આનદ ઉભરૈ ચ્હે.
સરસ મજાનું ગીત છે.
પ્રહલાદ પારેખ પર્વ ૩ : હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા !
By Jayshree, on January 6th, 2012 in પ્રહલાદ પારેખ , વર્ષાગીત , ચિંતન પંડ્યા , ટહુકો , ગીત વાહ જયશ્રી બેન, ગીત સુંદર અને સાથે સૂર અને મધુર્ સંગીત આનંદ થયો.
ચિત્ર પણ વિદેશની ધરતીનું પણ તે ગીત ને ૫૦% જ ન્યાય આપે છે. ફ્ક્ત શામળા અને ધોળીયા ને અનુરૂપ્. ગીતમાં ખેતરની જગ્યાએ ખાડી ને ડુંગરોની જગ્યાએ ડુંગરોને આંબવાની કોશિષ કરતા મોડર્ન મકાનો ગીતની મઝા મણાવી ન શકે છતાં ન મામા કરતાં કાણો મામો હોવાની લાગણી કરાવે.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
સરસ ગેીતે મનડુઁ મોહ્યુઁ.આભાર સૌનો…!
સરસ સરસ વરસાદી ગીતો આવે છે “ટહુકો” પર કે ભીંજાયે જ છુટકો…..આભાર ભરતભાઈ ને જયશ્રીબેનનો જ તો..!!
ખુબજ મધુર સ્વરાન્કન્.બેઉ ગાનારાના અવાજ પણ સરસ.મઝા આવી ગઈ.
વાહ… ગમી જાય એવું ગીત… ગાયકી પણ પસંદ આવી…
આભાર !
વાયરા વનવગડામાં વાતા’તા
વા વા વંટોળિયા રે!
હાં રે અમે ગાડામાં બેસીને જાતાં’તાં
વા વા વંટોળિયા રે!
ગાડાં દોડે, ઘૂઘરા બોલે,
બળદ કેરાં શિંગડાં ડોલે!
હાં રે અમે એકસાથ-સાથ મળી ગાતાં’તાં
વા વા વંટોળિયા રે!
ધોમ ધખેલા,આભ તપેલાં,
ગરમી કેરી ગાર લીંપેલા,
હાંરે અમે ઊની ઊની લૂ મહીં નાહતાં’તાં
વા વા વંટોળિયા રે!
-જગદીપ વીરાણી
શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.
ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.
ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;
લોક ઉચ્ચારે રાગ મલાર, – ખેતર વાવે ખેતીકાર.
ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ.
-દલપતરામ
Ha yaad chhe, gujarati prathmik dhoran ma bhnelu aa git,
thanks bachapan yaad karavi didhu, ek biju song pan hatu,
SIYADE SITADAVA VAY,
PANKHARE GAU PEDA THAY…
Hope you have that, if possible made to maja pade…..
અદભૂત યુગલ ગાયકી અને મધુર સ્વરાંકન કવિશ્રી પ્રહલાદ પારેખના ગીતને ચાર ચાંદ લગાડે છે!
કવિના પરિચય માટે ભરતભાઈ પંડ્યાનો પણ આભાર!
સુધીર પટેલ.
સરસ ગીત માટે ભરતભાઈ પંડ્યા અને ટહુકાનો આભાર્
સરસ ગેીત
મધુર બોલ ……..સુમદુર્ર રજુવાત …………….ધન્ય્વદ ……