સ્વર – પ્રાર્થિત મહેતા
જાગો જાગો જન જુવો ગઈ રાત વહીઃ
રાત ગઇ ને ભોર થઇ
જાગો જાગો…..
હિમડુંગરના શિખરો ઝળક્યાં
મરક મરક વનરાઇ થઇ
સાગર જાગ્યો બૈરવ રાગે
ઝરણ-જલે નવઝલક ધરી
જાગો જાગો…..
દુરે દુરે ઝાલર વાગે
ક્યાંક બજી શરણાઇ રહી
વન ઉપવનમા ફૂલડાં જાગે
પવન ફરે પમરાટ લઇ
જાગો જાગો…..
શ્યામલ વરણી પલટી ધરણી
તેજ તણા શણગાર કરી
જાગે છે નવ જોમ ગગનમા
લાલરંગ સહુ અંગ ધરી
જાગો જાગો…..
– પ્રહ્લાદ પારેખ
Where is the CD available for sale ?
ખૂબજ સુંદર
આ કાવ્યમા પ્રક્રુતિના શણગાર્નુ સરસ વર્ણન છે.સાગર જાગ્યો ભૈરવ રાગે એ પન્ક્તિ તો ખુબજ સરસ છે.સ્વરન્કન કોનુ છે?
સરસ ગીત – પહેલિ જ વાર સામ્ભળ્યુ
@ વિવેકભાઇ — તથા અન્ય.
પ્રહલાદ પારેખ , પ્રક્રુતિ અને પ્રણય ના કવિ,આ વષે તેમનુ શતાબ્દી વર્ષ ઉજવાય રહ્યું છે.ભાવનગર એમનુ વતન અને ઘરશાળામા તેઓ સિક્ષક.અહીં, તેમના ગીતો નો (મુળ રાગમા) એક કાર્ય્રક્રમ “ગીત વર્શા” નામે યોજાયો. આ પ્રસંગે તેમના ૩૩ ગીતો મી એક ઓડીયો સીડી “પ્ર.પા. ઉત્સવ સમિતિ દ્વારા” બહાર પડી છે અહીં તેમાના ક્ર્ટલાક ગીતો મે શબ્દાકન સાથે અપ્લોડ કર્યા છે. આ સીડી ‘પ્રસાર”પુસ્તકાલય , રુપાણી, ભાવનગરમા રુપીયા ૧૦૦* + પોસ્તેજ ખર્ચ .ની કિમતે ઉપ્લબ્ધ છે. સાથે ગવાયેલા ગીતોની પુસ્તિકા પણ આપવામા આવે છે.
(ઊત્સવ સમિતિ ને આ સીડી લગભગ રુપીયા ૧૨૫ના ખર્ચે તૈયાર થઈ છે !)
ભરત પંડ્યા.
શ્યામલ વરણી પલટી ધરણી
તેજ તણા શણગાર કરી
જાગે છે નવ જોમ ગગનમા
લાલરંગ સહુ અંગ ધરી
જાગો જાગો…..ખુબ સુન્દર ગીત…!!!
પુરબ સે જબ સુરજ નિકલે સિંદુરી ઘન છાયે..
પવન કે પગ મે નુપુર બાજે..
મયુર મન મેરા ગાયે..(૨)
ઓમ નમઃશિવાય …(૩)
મારુ પ્રિય ગીત..!!
Prhlad Parekh Shatabdi Utsav Samiti has published a CD with 33 of his songs. Jago Jan and other songs on Tahuko are part of this CD
આ અવાજ કદાચ પહેલવહેલીવાર સાંભળ્યો પણ એકદમ ચિરપરિચિત લાગ્યો… સુંદર ઘેઘૂર અવાજ અને મજાનું ગીત…
માત્ર આ કવિશ્રીની કવિતાઓની એક સીડી પણ બહાર પાડી શકાય… સાહિત્ય પરિષદ કે અકાદમીમાં કોઈને આવું તર્પણ કરવાનું સૂઝે ખરું?
Prhlad Parekh Shatabdi Utsav Samiti has published a CD with 33 of his songs. Jago Jan and other songs on Tahuko are part of this CD
ગાયક પ્રાર્થિત મહેતા સુપ્રસિદ્ધ ગાયક સ્વ.પિનાકીનભાઈ મહેતાનોસુપુત્ર છે…સ્વરનો સાચો વારસો જાળવ્યો છે.