14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન દિવસ હતો એ તો બધાએ પોતાની રીતે મનાવ્યો હશે…!! બજારમાં તો જોકે હજુ એ કોઇ કોઇ જગ્યાએ એની અસર દેખાય છે… ( ચોકલેટ હવે ‘સેલ’ પર આવશે. !! 🙂 )
અરે ચિંતા ના કરો, હું કંઇ ‘વેલેન્ટાઇન ડે’ પર નિંબધ નથી લખી રહી.. પણ આ જ વેલેન્ટાઇન પર આપણા મુકુલભાઇએ એક મસ્ત કટાક્ષ ગીત લખ્યું છે. અને સંગીત આપ્યું છે – મેહુલ સુરતી..
સ્વર : મયંક કાપડિયા
સંગીત : મેહુલ સુરતી
પ્રેમની પાછળ છે ચોક્કસ એઇમ વેલેન્ટાઇનમાં,
પ્રેમીઓ જબરી રમે છે ગેઇમ વેલેન્ટાઇનમાં
બાકીના ત્રણસોને ચોસઠ દી સખત ઝગડી શકે,
એટલે દર્શાવે અઢળક પ્રેમ વેલેન્ટાઇનમાં.
બંગડી બુટ્ટી, વીંટીં ને ગ્લાસ વેલેન્ટાઇનમાં,
ગીફ્ટ થઇ વેચાય છે ચોપાસ વેલેન્ટાઇનમાં,
પ્રેમમાં કંઇ પણ ચલાવી લે છે લોકો એટલે
આમ વસ્તુઓ ય થઇ ગઇ ખાસ વેલેન્ટાઇનમાં.
પ્રેમ પરના રાખશો જો ટાંચ વેલેન્ટાઇનમાં
સાચ ઉપર આવવાની આંચ વેલેન્ટાઇનમાં
નૃત્ય થઇ જાશે નક્કામો નાચ વેલેન્ટાઇનમાં
એકની પાછળ પડે જો પાંચ વેલેન્ટાઇનમાં.
પશ્ચિમની સંસ્કૃતિ નું આંધળું અનુકરણ કરવા વાળા માટે ગર્ભિત ઈશારો ..
ખૂબ સરસ શ્રી મુકુલભાઈ ………
મને આ બહુજ ગમયુ .
Khubj fine music aapvama aavyu chhe.
Kharekhar gami jay tevu sangit.
Aavi asar A.R.Rehman emna tamil songs ma aapta hoy chhe.
Gujrati ma sambhalvani maza avi gayi.
Fantastic.Keep it up.
kharu kahi gaya aap shree ,premi kharche adhdk prem pamva ene kya khbar sabdo ma che ghani takat.karo jalsa velentineday ma malse chhuti vagar kihe karan,male koi bose ne aa m.s.g to hasi kadhjo palakwar ma
પાશ્ચાત્ય સન્સ્ક્રુતિ નુ આન્ધલુ અનુકરન કરતિ અત્યાર નિ પ્રજા માતે સચોત રચના ચ્હે.
જયશ્રીબેન,
વેલેન્ટાઇનમાં…. – મુકુલ ચોક્સી By Jayshree, on February 17th, 2008 in ગીત , ટહુકો , મયંક કાપડિયા , મુકુલ ચોકસી , મેહુલ સુરતી. સુંદર કટાક્ષ ગીત. આજના સમય માં હકીકતમાં મોટા ભાગના લોકોને પ્રેમ અને મોહ વચ્ચે નો ફરક ખબર નથી હોતી તે વાત સમજાવતુ આ ગીત ગમ્યું. તેમાં પણ સ્વર, સૂર અને સંગીત આવા મોહિત થયેલા લોકોને તેમની ગમતી રીતે કહેવાયું તે (અંગ્રેજી ઢબનું સ્વર સંગીત) વઘુ સચોટ રહ્યું તેથી વઘુ ગમ્યું.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
jabardast… jabardast… jabardast…. both mukulbhai & mehulbhai.
words are nice but music gives it more hight
u may have to sing velentine ma two times.
It is appreciable that composition is in Western tunes but it is just a suggestion that if it was done in some pure Gujarati folk style with rhythm in western style. E G Matajina uncha mandir nicha mol,zarukhade diva bale re lol !!!
ખુબ સરસ લખ્યુ.
ખુબ જ સરસ કહ્યુ. . . પન જ્યારે સાચો પ્રેમ થાયે ત્યારે આ ગૌન બાબ્ત બને ચે અને કો ઇ એ સાચુ જ કહ્યુ ચે…..
દરિયા ના મોજા ક ઇ રેતિ ને પુચે તને ભિન્જાવુ ગમસે કે કેમ
એમ પુચિ ને થાય નહિ પ્રેમ !!!!!!!!!!
અરે હવે હુ શુ કહુ…આમ જોવા જઇએ તો કટાક્ષ એક દમ સાચો…પણ જ્યારે ખરેખર પ્રેમ થાય ત્યારે આ બધુ કોઇ નથિ જોતા. બસ એક બિજા નો સાથ મળી રહે એટ્લે બહુ છે.
મજા આવેી ગઈ
પ્રેમમાઁ તો વિશ્વાસનો જ મહત્વ…….
વસ્તુઓ તો બેકાર બાબતો કહેવાય ……
વેલેન્ટાઈન મળે તો ને……..
aa daale daale khilya te tahuka vasantna,fulo te biju kai nathi pan pagla vasantna.
ખુબ જ સરસ તમારા વિચારો.
મઝાનો કટાક્ષ