અમો પ્રેમીઓના જીવનમાં વસી છે.. – શૂન્ય પાલનપુરી

સ્વર : મનહર ઉધાસ
nature1.jpg

.

અમો પ્રેમીઓના જીવનમાં વસી છે આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી
ધરા છે અમારા હ્રદય કેરો પાલવ, ગગન છે અમારા નયન કેરી પ્યાલી

અમે તો કવિ, કાળને નાથનારા, અમારા તો આઠે પ્રહર છે ખુશાલી
આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી

મને ગર્વ છે કે અમારી ગરીબી અમીરાતની અલ્પતાઓથી પર છે
સિકંદર ના મરહુમ કિસ્મતના સૌગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી

તને એક માંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઇચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી

16 replies on “અમો પ્રેમીઓના જીવનમાં વસી છે.. – શૂન્ય પાલનપુરી”

  1. *
    *ખુબ જ સરસ્
    *શુન્ય પાલનપુરી ના “બાગ મા ટહુકો …………”ગઝલ મુક્વા વિનન્તિ….
    *આભાર…

    * જગશી ગડા / શાહ
    * વિલેપાર્લા – મુંબઈ

  2. મને ગર્વ છે કે અમારી ગરીબી અમીરાતની અલ્પતાઓથી પર છે…..
    અભિંનંદન…

  3. ખુબ સરસ્
    શુન્ય પાલનપુિર નિ “બાગ મા ત્તહુકો …………”ગઝલ મુક્વા વિનન્તિ….
    આભાર્

  4. the gajals of asal palanpuri is beautiful written it give us so much fillings and i enjoy my self very much by this gajals of asal. asal i’m your big fen and u r the best sayar of all are he sayar.my best wishish with u. god bless you.you get more success in your life.

  5. આ ગઝ્લ મનહ્ર્ર્ભાઈ ના “સૂરજ, ઢળતી સાંજ નો” જેના સગીતકાર પૂરષોત્તમ ઉપાધ્યાય છે.શૂન્ય પલનપુરીની એક સુંદર રચના – શબ્દો, સંગીત, સ્વર.

    આભાર્ર જયશ્રીબેન

  6. ગુજરાતી ભાસા ની આ સમ્મર્ર્ધી ઉપર આફરીન. I have previledge to meet Shunya saheb ,but that time i was not much interested in Gazals But now it has been my real obsession.Salute to this legend.

  7. maun sathe jat ne gholya karo..
    bandh aankhe barnaa joya karo..
    maun na sam maun haiye hu nathi
    khatri karva ghjal vachya karo
    aathmyo 6 sury ugshe pan khro
    umbra bas aash thi dhoya karo
    kon sabhlshe ghjal jeva ahi!!
    shbde shbde rodnaa roya kro
    kon aavyu kon tyathi jay chhe?
    sav khula bhitre joya karo…
    -ASAL PALANPURI..[9904340188]

  8. sheriyat ane ghjliyat nu biju nam atle gujrat nu gaurav ava amara shuny palanpuri ne lakh lakh vandan…amna shbdo amni hamesh hajri darshave chhe….shuny darek arsaa ma ghajl nu haday bni dhbktu raheshe……

  9. ઍક સાથે આટલા સુંદર ગીતો માણી શકાય!
    શૂન્ય પલનપુરીની એક સુંદર રચના – શબ્દો, સંગીત, સ્વર અને
    સાથે શબ્દો ને અનુરૂપ છબી.
    જયશ્રીબેન ને અભીનન્દન્!

  10. Thanks! At the age of 73

    Thanks! At the age of 73 this is my favorite passtime In past I used to hear gujarati songs,poems, gazals on Dishant.com however that has been stopped. I wish success to your site.

  11. અમારો ‘શુન્ય’ તો લાખો મા એક છે
    ‘ઈશ્ક’પાલનપુરી

  12. સરસ ગઝલ ને સુમધુર લય માં કેદ કરીને પરિણામ સુન્દર આપ્યું

  13. મને ખ્યાલ છે ત્યાં સુધી, આ રચના નાં સગીતકાર પૂરષોત્તમ ઉપાધ્યાય છે, આલ્બમ છે – “સૂરજ, ઢળતી સાંજ નો” .મનહર ઉધાસ -પૂ.ઉ. ને જોડતું મારા ધ્યાનમાં, આવુ કદાચ એક જ સંકલન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *