સ્વર – ગીતા રોય, એ.આર. ઓઝા, ચુનિલાલ પરદેશી
ગીત-સંગીત – અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – મંગળફેરા (૧૯૪૯)
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી
ચર્નિરોડ પર ચંપા નિવાસમાં, રૂમ નંબર નેવાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી
પેટલાદમાં પિયર મારું, સાસરું સુરત શહેર
વર ને વહુ અમે મુંબઈ રહેતા, કરતાં લીલા લહેર
મોકલ્યા સાસુ-સસરા કાશી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી
સાડી પહેરી શોપિંગ કીધું, પાઈનેપલનું પીણું પીધું
બીલના રૂપિયા બાકી રાખ્યા ઉધાર પેટે પંચ્યાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી
હું ગાડાનો બેલ !
શાકભાજી, દાતણ લઈ આવું, લાવું તલનું તેલ
હું પરણ્યો પણ સંન્યાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી
પગાર રૂપિયા પંચોત્તેરમાં સાડી શેં પોષાય
મોદી ભૈયો ધોબી ઘાટી પૈસા લેવા ધક્કા ખાય
મને થઈ ગઈ થઈ ગઈ ખાંસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી
રામા,
રામા, આજે રવિવાર છે, નાટક જોવા જાશું
રાંધી નાખજે પૂરી બટાટા મોડા આવી ખાશું
કાલના ભજિયા તળજે વાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી
આમચા રામાચા યુનિયનને અસા ઠરાવ કેલા
ઐતવારચી સૂટી પાઈજે, નહિ કામ કરાયચી વેળા
આજ માઝી મરૂન ગેલી માઉસી !
લો બોલો
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી
વ્હાલે વિપદ આ શું કાઢી, રામા તું ન જાતો નાસી
નહિ તો મારે વાસણ ઘસતાં, રહેવું પડશે ઉપવાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી
– અવિનાશ વ્યાસ
વારસદાર ફિલ્મનુ ગીત હતુઃ
તારે થાવુ કયા મોરલા ની ઢેલ
કહે ને નમણી નાગર વેલ
આ ગીત નલીની જયવત પર ગવાયુ હતુ.
અવીનાશ વ્યાસ ની ગીત રચના અને સંગીત હતુ. બની શકે તો આ ગીતની શબ્દ રચના અને ગીત નો સમાવેશ કરશોર્જી.
પદ્મનાભ
મને આ ગીત ખુબ પસન્દ આવ્યુ આવા સરસ મજા ના ગીત
વરસ ૧૯૫૦/૫૧ મા આગિત મે આકાસ વનિ ઉપર મે સામ્ભ્રેલુ ત્યરે આગિત બહુજ લોક્પ્રિય થયેલુ આજે ફરિ સમ્ભ્લ્વ મલ્તા બહુજ આન્દ થ્યો. આવા જુના ગિતો હજુ પાન અતિ લોક પ્રિય ચૈ. ક્રુપ્યા આવા ગિતો જરુર આપ્તા ે શો.
Excellent
ગીત સાંભળી ને મજા આવી ગઈ….
આ ગીત ના અન્તીમ ફ્ક્રા મા શબ્દ ખોટા લખેલ…
બા ને બાપ ગયા છો કાશી, રામા તું ન જાતો નાસી…
એમ હોવી જોઇએ…
સુશીલ વિશ્રાણી, મુલુંડ(ઇસ્ટ), મુમ્બઇ
આ ગેીત બહુજ સરસ છ્હે
Nice song!! Thanks for sharing.
ત હસ મ્ન્દ મ મ્સ્ત લ્કબ્લ સ્ન્ગ ૦ફ ૧૯૪૯ થન્ક ય વ્ય મ્ચ્
અવિનાશ વ્યાસનાં ગીત-સંગીત ખરેખર અવિનાશી છે. તેમનું ગીત-સંગીત કર્મ અને તેમનુ નામ સદા અમર રહેશે.
અમર સદા અવિનાશ………
ગીતા રોય એજ ગીતા દત્ત?! જેમણે પ્રસિધ્ધ ગીત “તાલીઓના તાલે…..” પણ ગાયું છે.
સાથે જુના(તે ગીતના જમાનાના)મુંબઈની સુંદર છબી મુકી છે જ્યારે મુંબઈમાં ટ્રામ ચાલતી હતી.
ધન્યવાદ!
દિનેશ પંડ્યા
પ્રિય જયશ્રિબહેન,
નાના હતા ત્યારે રોજ ગ્રામોફોન પર અમે મુમ્બૈના રહેવાસિ ગિત વગાડતા અમારો રામો-ઘરઘાટી પણ તેની મરાઠી લાઇનનો આનન્દ લઈ કહેતો બાબા યા રવીવારી માઝી સુટ્ટી….ઍ મીઠી યાદ તાજી થઇ ટહુકા વડે-તમારો ખુબ ખુબ આભાર
વીરેન્દ્ર ભટ્ટ્
No change in the position even after so many years. We all Mumbaikar are still dependent on Dhobi, Ghati, Bhaiya & others, use of Credit cards. Nothing has been changed. Really Hats off to Jayshree ben for such a old song.
અવિનાશ્ ભૈ નિ શતબ્દિ વર્શ મા … જુનિ યઅદ તાજિ થૈ.. આનન્દ આવ્યો..
શ્રીમતી ગીતા રોય નો અવાજ શમશાદ બેગમ ની જેમ પ્રખ્યાત છે…અહી ૧૯૪૯ ના “મંગળફેરા” નામના ચિત્રપટ મા ગુજરાતી ની સાથે મરાઠી ભાષાનો સમન્વય ઘણો જ સુન્દર રીતે ભેળવ્યો છે….આમચા રામાચા યુનિયનને અસા ઠરાવ કેલ ઐતવારચી સૂટી પાઈજે, નહિ કામ કરાયચી વેળા
આજ માઝી મરૂન ગેલી માઉસી ! લો બોલો અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી…
નાગપુરમાં જન્મ થયો છે ને થોડાજ સમયમા ગુજરાતમાં કાયમ માટે મુવ થવાથી થોડા શબ્દો ને અમુક વાક્યો જ યાદ રહ્યા…પણ મારા દાદીમા ને મારા પપ્પા ને ઘણીવાર ક્યાય સુધી મરાઠીમાં વાતો કરતા સાંભળ્યા છે…ખાસ કરીને મુંબઈથી ફૈબા આવે ત્યારે તો બસ આખો દિવસ બસ એમજ વાતો થાતી ને મારા પપ્પાને ભાઊ કહીને બોલાવતા તે બધું યાદ આવી ગયું…ખુબ સરસ ભાષા ને જુનુ મુંબઈના રહેવાસીની વાતો,,,મજા પડી ગઈ…આભાર..!
After a gap of almost 50 years, heard the song AME MUMBAINA RAHEWASI. I did not know till now that Gita Roy/Dutt had sung this. My mother used to hum this song whenI was in second standard–and so it has been a wonderful memory for me.
Thanks Jayshreeben for these nostalgic moments.
I again extend my invitation for a dinner for you and your family when you are in Ahmedabad again.
Nikhil
30/10/11
Thank you for sharing this song.
jai shree ben tamaro khoob khoob aabhar, pachaas na daayka ma mumbai na rehwasi thaya`ta tyyare hun mand 5-6 varas no hato tyaarnu a geet aaje pan yaad chhe, thanks for nostalgic journey in memory lane.