ગુજરાતી વિષયના પાઠ્યપુસ્કતમાં હતું આ કાવ્ય.. ત્યારે શિક્ષકે સમજાવેલો અને પરીક્ષા વખતે ‘ગાઇડ’માંથી ગોખેલો આ કવિતાનો મર્મ ખરેખર કેટલો સમજાયેલો એ પણ મને હમણા યાદ નથી. આમ તો આ ટચુકડી કવિતા કદી ભુલાઇ નથી, અને એમાં પણ છેલ્લી બે લીટીઓ તો અક્ષરસહ યાદ રહી છે હંમેશા. (કદાચ પરિક્ષામાં એ ‘ખારો ખારો પ્રશ્ન’ ઘણો પૂછાતો..) પણ હા, આજે હવે લગ્ન પછી અને મમ્મી-પપ્પાથી આટલા દૂર રહ્યા પછી આ કવિતા જેટલી સમજી છું, એ મને કોઇ શિક્ષક સ્કૂલમાં ન સમજાવી શક્યા હોત…
* * * * *
આખરે ઉજાગરાનો અંત આવ્યો:
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છે
સંભાળી સંભાળી ગોઠ્વે છે:
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી-
પણ
અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન :
‘મારી દીકરી ક્યાં ?’
સ્વ. દાદા તેમજ કાકા દ્વારા દીકરી ના લગ્ન નિમિતે 2 થી 3 લીટી માં વાક્ય
મોકલવા વિન્નતી
આભાર
Hi, I am searching for one beautiful Kavita/geet which I read long back in “Kavita” magazine. Appreciate if someone can post it here . Not very sure but the subject of this poem revolves around, ” there is some marriage function in the house. the first part of this poem revolves around it. However, the chief of the house, now an old man, goes in the past and immerse in his day of marriage. ”
Appreciate if someone can post it here or give more details.
Hiren Desai- UAE
I
જ્યારે જ્યારે પરિવારમાં કોઈ દીકરીના લગ્ન થાય ત્યારે આ કાવ્ય તથા”કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે” બંને કાવ્ય બહુ યાદ આવે…
Kavita ni vyakhya…
?
ખરેખર ઘણા વરસે ફરી વાચ્યું જૂના સંસ્મરણો યાદ આવ્યાં.
Mare Gujarati ma lagna ne lagti vidhio nu collection joiye chhe,,,
Excellent
કવિત વન્ચિ ને ખુબજ અહનદ થયો
કવિ દાદની આ રચના મારું ખૂબ જ પ્રિય ભજન છે. હું નાનો હતો ત્યારથી આ ભજન સાંભળતો આવું છું. હમણાં થોડા સમય પેલા એક ગુજરાતી છાપાનાં લેખકે આ ભજનનો એવો અર્થહીન ભાવાર્થ કર્યો હતો જે જોઇને ઘણું આશ્ચર્ય લાગ્યું કે આપણા અભણ ઘરડાઓ સમજી શકતા એ ભજનો આજની શિક્ષિત પેઢી નથી સમજી શકતી. કદાચ, ધીમે ધીમે ગુજરાતી ભજનો લુપ્ત થઈ જશે.
મારી સમજણ પ્રમાણે, ભજનનો ભાવાર્થ નીચે મુજબ છે
ટાંચણું લઈને પથ્થરમાંથી ઠાકોરજીની મૂર્તિ બનાવતા ઘડવૈયાને પથ્થર કહે છે મારે ઠાકોરજી નથી થાવું પણ યુધ્ધમાં મરાયેલા યોધ્ધાનો પાળિયો ( પાળિયો – શુરવીરના મરણસ્થાન પર ખોડાતો પથ્થર જ્યાં નાળીયેર વધેરાય છે) થાવું છે. એ કેવો યોદ્ધો ? કે જેનું માથું કપાય ગયા પછી પણ કાયામાંથી જીવ જતો નથી ને તેનું ધડ લડ્યા કરે છે.
હવન, યજ્ઞ, જાપ કરીને મૂર્તિ સ્થાપના થાય છે એવી રીતે મારે નથી પધરાવું પણ એવા દીકરાના કુમળા હાથે પધરાવું છે કે જેણે પોતાના બાપનું મોઢું નથી જોયું. અહી કવિ, સગર્ભા પત્નીને મૂકી રણમેદાન પર મરનાર યોદ્ધાનો ઉલ્લેખ કરે છે. શહીદ બાપના મૃત્યુ બાદ જન્મેલા દીકરાના હાથે બાપનો પાળિયો થઈ ખોડાવું છે.
ઠાકોરજીને પહેરાવાતા રંગીન વાઘામાં નથી વીંટળાવું પણ રણમેદાન ઉપર લડતા જે લોહી કાઢ્યા હતા તેના રંગ જેવા સિંદૂરે રંગાવું છે.
ગોમતીજી, જમનાજી કે ગંગા ના જળથી નથી નહાવું પણ શુરવીર યોદ્ધાનો પાળિયો થઈ વિજોગણના આંસુડે નહાવું છે. અહી કવિ, પતિના પાળિયે જઈ આંસુ સારતી યુવાન વિધવાનો ઉલ્લેખ કરે છે.
બંધ મંદિરમાં નથી પુરાવું પણ ખુલ્લા મેદાનમાં જાવું છે. બધા શુરવીરોની ખાંભીઓ (પાળિયા) સાથે ખોડાવું છે.
ઠાકોરજી થઈ મારે કપટી જગતના ગીતોથી નથી ફુલાવું પણ સિંધૂડા રાગ સાંભળવા છે. સૌરાષ્ટ્રમાં ધીંગાણા (લડાઈ) ની શરૂવાતમાં ઢોલ શરણાઈનાં સિંધૂડા રાગ વગાડવામાં આવતા જે સાંભળી શૂરાઓમાં એવું જોમ ચડતું કે તેના મુડદાં પણ બોલવા લાગે. જુના રીવાજ મુજબ, સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં હોળી પછી પાળિયાઓ (શૂરા પુરા) પાસે સિંધૂડા વગાડવામાં આવે છે.
મારે રંગબેરંગી મૂર્તિઓમાં નથી ચિતરાવું. રુદયામાં જ બધા રંગ ઘૂંટાયેલા છે તેને બહારના રંગોની જરૂર નથી.
લગ્ન કંકોત્રીરી માટે અવનવા સુવાકયો સાથે સારી મેટર તથા કંકોત્રી માં લખવામાં અાવતા ટહુકા માટે મેટર અાપ્ાના તરફી મળે તો ખૂબ ખૂબ અાભાર…..
હવે તો ગુજરાતેી માધ્યમ મા લોકો ને રસ રહ્યો હોય એવુ લાગતુ નથેી આ બધા જ કાવ્યો ગુજરાતેી મા ધોરણ ૧ થેી ૧૦ સુધેી મા હતા અને કદાચ હજુ પણ હશે. અમારા ગુજરાતેી શિક્શક શ્રેી ઊપેન બારોટ અને શ્રેી ભાસ્કર પન્ડ્યા અમને કયારેય નહેી ભુલાય….
May 19th, 2010 at 6:58 am · Reply
Could you please post : JUNUN GHAR KHALI KARTA?
Thanks
I am reiterating Mr B’s request.
: Bhadresh Joshi
મારે પણ એક દીકરી છે.
દિકરીને સાસરે વળાવી તેને ઘણા વર્ષો થયા પણ આજે તે દિવસ યાદ આવી ગયો
મારી દિકરીને(મોનિકાને) અમે જ્યારે વળાવી…પછી…વહેવારની રીતે દિકરી ઘરે આવી…જમવાના સમયે…પપ્પા જમવા ચાલો..એમ બોલી ત્યારે તે વેળા આંખમાં આંસુ આવી ગયા હતા કે હવે દિકરીના મુખેથી શબ્દ સાંભળવા મળશે નહી…કારણકે હવે તે દિકરીમાંથી પુત્રવધુ બની ગઈ…..
મારાથી કન્યા વિદાય જોવાતી નથી.
sachi vaat che jayshreedi ni….hu pan ghar ane desh chodine door avityarre vagar shikshake samji gai….aabhar
ખુબ જ સરસ. ખરેખર હૃદય ને સ્પર્શી ગયું.
એક બીજું પણ ગીત છે જે મુકવા જેવું છે. “કોયલ ઉડી રે ગયી ને પગલા પડી રે રહ્યા”
Could you please post : JUNUN GHAR KHALI KARTA?
Thanks
મારે ઠાકોરજી નથી થાવું !
ટોચોમાં ટાંચણું લઇ, ભાઇ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું,
ધડ ધીંગાણે જેનાં માથાં મસાણે એના પાળિયા થઇને પૂજાવું… રે ઘડવૈયા..
હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું.
બેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં એનાં; કુમળા હાથે ખોડાવું… રે ઘડવૈયા..
પીળા પીતાંબર કે જરકશી જામા મારે વાઘામાં નથી વીંટળાવું.
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઇ જાવું… રે ઘડવૈયા..
ગોમતીજી કે ઓલ્યા જમનાજીના આરે નીર ગંગામાં નથી નાવું.
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું… રે ઘડવૈયા..
બીડ્યા મંદિરિયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું.
શૂરા શહીદોની સંગાથમાં મારે ખાંભીયું થઇને ખોડાવું… રે ઘડવૈયા..
કપટી જગતના કૂડાકૂડા રાગથી ફોગટ નથી રે ફુલાવું.
મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં શૂરો પૂરો સરજાવું… રે ઘડવૈયા..
મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે ચિતારા નથી ચીતરાવું.
રંગ કસુંબીના ઘૂંડ્યા રુદામાં એને ‘દાદ’ ઝાશું રંગાવું… રે ઘડવૈયા..
– કવિ ‘દાદ’
સરસ લગ્નની મર્મસ્પર્શી – કવિતા.
આખરે ઉજાગરાનો અંત આવ્યો:
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છે
સંભાળી સંભાળી ગોઠ્વે છે:
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી-
પણ
અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન :
‘મારી દીકરી ક્યાં ?’
ઘણું સરસ.
આભાર
દિકરિ વળાવિયા ને આજે પચિસ વર્શ ના વહાણા વહિ ગયા પણ દિલ મા પડેલો ઘા હજુએ રુઝાતો નથિ…….
Hi Jaishri
It is almost five years passed for my daughter’s marriage but even today tear come up in my eyes by reading above heart touching ACHHANDASH
Astoo
Vinod Mlani
જય શ્રીકૃષ્ણ જયશ્રીબેન,
આ રચના હ ક્યારનો શોધતો હતો.લગભગ મોટાભાગના જે ગુજરાતી બ્લોગજગતમાં છે તે અને જે પણ મિત્રો મળે તેની પાસે આ રચનાની માંગ કરતો અને ટહુકોમાં પણ મેં આ ફરમાઈશ આપેલ છે.
આખરે મારી તરસનો અંત આવ્યો.
અને મને પણ આ બે પંક્તિ હંમેશા યાદ આવતી કે આખરે ઉજાગરાનો અંત આવ્યો અને છેલ્લી કે ખારો ખારો પ્રશ્ન કે મારી દીકરી ક્યાં ?
મારી બંને બહેનોનાં લગ્ન હોય કે અન્ય કોઈ પણ પણ જ્યારે વિદાયની વેળા આવે ત્યારે અચૂક આ ગીત મારા મનમંદિરમાં વાગવા લાગે આજે એના શબ્દો પણ મળી ગયા.
ખુબ ખુબ આભાર
હૃદયસ્પર્શી કવિતા. સરસ
kavita vanchine mane maru piyar yad avi gayu.
સુંદર કવિતા… મર્મસ્પર્શી અને મર્મવેધી… શબ્દની સાચી તાકાત સંબંધોના પરિવેશમાં અહીં પ્રગટે છે…
ખૂબ જ સુંદર.. હજી ગઈકાલે જ અમારા મિત્ર ની દીકરી ના લગ્ન થયા અને દીકરી ને વળાવી… આખેઆખું દ્ર્શ્ય આંખ સામે આવી ગયું…
‘મુકેશ’
ખારી સંવેદનાથી ભર્યું ભર્યું કાવ્ય. આ કાવ્ય તો વત્તા ઓચા અંશે આપણે સહુ સમજી શકીએ પણ દીકરીની મા આ કાવ્યને ખરેખર અનુભવી શકે!
એક્સિલેન્તત ગનિ સરસ ચે .
Jayshree Bahen,
Jayantbhai Pathak has narrated the condition & feelings of mother,if you wish to read and hear the feelings of father,please go to ” Kalja kero katko maro” by Kavi Dad sung by Ishmail Valera, and think how father is feeling.