જન્મોજનમની આપણી સગાઇ – મેઘબિંદુ

ટહુકો પર પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત, આજે સ્વર – સંગીત સાથે ફરી એકવાર….

સ્વર : હંસા દવે

સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

butterfly
(ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને……….)

.

સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:
આલબમ:તારાં નામમાં

.

જન્મોજનમની આપણી સગાઇ,
હવે શોધે છે સમજણની કેડી
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે
હવે આપણે સજાવેલી મેડી.

બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી.

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ,
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ
ખરી પડ્યો એનોય રાગ
ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને !
તારી સુગંધને ક્યાં વેરી?

10 replies on “જન્મોજનમની આપણી સગાઇ – મેઘબિંદુ”

  1. છે હાથ હાથમાં છતાં મીલોની દૂરી છે,
    મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે!

  2. ઊડતાઁ પતઁગિયાઁ પૂછે છે ફૂલને….
    તારી સુગ્ઁધ ક્યાઁ વેરી …?ગેીત અને
    ગાન ખૂબ સરસ છે.આભાર બહેન-ભાઇ !

  3. સઊન્દર અભિવ્ય્ક્તિ
    બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
    કરતું રહ્યું છે આ મન
    પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
    છે કેવું આ આપણું જીવન
    મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
    વિસ્તરતી જાય છે આ કેડી.

  4. About three years ago I met Shree Purshottambhai on Train to Ahmedabad from Mumbai. He was sitting just next to me, Hansaben was also travelling in the same compartment. During our talk, I told him that amongst all of his best sung gujarati geet, I like `Fagan no fag and tahuka no sadd pachi malkya vina te kem rahie’ the most. And amongst the most beatiful gujarati geet sung by Hansaben,One geet I like the most, which during my early phase of married life, sometimes, used to emotionally blackmail my wife, he immidiately told it must be ‘Janmojanamni apni sagai’.

    Simply, beautiful song, incomparable.

  5. લગભગ આ ટહુકો ફૂટ્યો તે અરસમા એને અભિનંદનનો એક પ્રેમપત્ર લખેલો ના, લખૈ ગયેલો. ઍ ટહુકો તો આજે ગગનનુ ઘરેણું બની ર્ર્હ્યો
    ક્દાચ તમને પણ ખબર ન હસે કે કેટ્લયની રોજ તમે તરસ સંતોશો તમારા આ પ્રયત્ને ગુર્જરીનુ ભલું થૈ ગયું. રમેશ દેસઇ

  6. છે કેવું આ આપણું જીવન
    મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
    વિસ્તરતી જાય છે આ કેડી.
    સુંદર અભિવ્યક્તી અને મધુરી ગાયકી
    કદાચ એટલે વર્ષો સુધી સાથે રહ્યા તો પણ લગ્નની ઝંઝટમાં પડતા નથી !
    Firefox અંગે ધ્યાન દોર્યું તે ઘણું સારુ કર્યું

  7. સુંદર ગીત… સાથે રહેવાનું જ નામ તો દામ્પત્ય નથી ને? એક શેર યાદ આવી ગયો:

    છે હાથ હાથમાં છતાં મીલોની દૂરી છે,
    મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *