સવારે સવારે હ્રદય ચીંતરું છું,
નર્યા ઝાકળોનો જ લય ચીતરું છું.
હતી સાંજ તે અસ્ત પામી, હવે ત્યા.
નવો સૂર્ય છે તો હ્રદય ચીતરું છું.
જડી આખરે એક પીંછી ક્ષણોની,
હતી કલ્પના, તે સમય ચીતરું છું.
નવાં સર્જનોનાં જ એંધાણ છે આ,
હજી એકધારા પ્રલય ચીતરું છું.
લઘુતા તણી ફ્રેમ માગી નથી મેં,
મને હું અજય ને અભય ચીતરું છું.
ગઝલ વાંચતા જ નિર્મિશ ઠાકરના વ્યક્તિત્વનું બીજું પાસું તરત ખબર પડી જાય… નિર્મિશભાઈ મજાના ચિત્રકાર છે અને ફાંકડા કાર્ટૂનિસ્ટ પણ છે…
સવારે સવારે હ્રદય ચીંતરું છું,
નર્યા ઝાકળોનો જ લય ચીતરું છું.
તરોતાજા ઝાકળ સમ સવારે હૃદય પણ તરોતાજા !!
જડી આખરે એક પીંછી ક્ષણોની,
હતી કલ્પના, તે સમય ચીતરું છું. વાહ્….અદ્ ભૂત ….!!
હતી સાંજ તે અસ્ત પામી, હવે ત્યા.
નવો સૂર્ય છે તો હ્રદય ચીતરું છું.
સરસ
લઘુતા તણી ફ્રેમ માગી નથી મેં,
મને હું અજય ને અભય ચીતરું છું.
વાહ ગજબ નો આત્મવિસ્વાસ.
‘મુકેશ’