મને મેવાડમાં મીરાં મળી નહીં.
મને વૃંદાવનમાં રાધા મળી નહીં.
પણ કદાચ,
એમાં મારો પણ દોષ હોય.
મેં મુંબઈ છોડ્યું જ ન હોય !
-વિપિન પરીખ
—————-
આ કવિતા એટલે ગાગરમાં સાગર. કૈંક મેળવવા માટે કૈંક છોડવું પડે- એટલી સમજણ જો આવી જાય તો ભયો ભયો ! અહીં મને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો ખૂબ જ પ્રખ્યાત શે’ર યાદ આવે છે: તારું કશું ન હોય તો છોડીને આવ તું; તારું જ બધું હોય તો છોડી બતાવ તું !
– ઊર્મિ
—————
આ કવિતા સાથે ઊર્મિએ લયસ્તરો પર મૂકેલી નોંધ મને એટલી તો ગમી ગઇ એ સીધી જ અહીં ટપકાવી છે. (ચાલશે ને, ઊર્મિ? :))
વિપીન પરીખનુ આ લઘુ કાવ્ય ઘણુજ અસરકારક.
વર્ષો પહેલાના અનુભવો તાઝા થયા…. ૧૯૬૪-૬૫ માં જ્યારે અમારા પ્રોફેસર ડૉ.સુ.દ.એ અંતર્ગત ઘાટકોપરમાં દેરાસર લેનના ચોગાનમાં એક વાર વિપિન પરીખની રચના… ” એક ક્લાર્ક હતો…” નો આસ્વાદ કરાવ્યો હતો.. { એક ઓફિસમાં ચાવાળો ભટ એક ક્લાર્ક ની ચેર સામે જોઈ મરણ પામેલા કૃતિ-નાયક મી.શાહના નામ સામે ચોકડી મારી દે છે!}વાળો ક્લાઇમેક્ષ્… હૃદયને ચોટ કરી ગયેલો..
સદગત શ્રી વિપિન પરીખ મારા પણ એક અતિ પ્રિય કવિ હતા…તેમની સાદગી ને કારણે અને તેમની કૃતિઓના વિષયો સામાન્ય આમ-જનતાને સ્પર્શે તેવાજ હોતા હોય છે! એટલે.રોજિંદા જીવન ની અતિ-સામાન્ય બાબતોને વણી લઈને…તે લખતા… કંઇક મિત્રો સાથે તેમની ચર્ચગેટ પાસે એકવાર ખાસ મુલાકાત પણ થયેલી…પન્ના નાયક અને તેમના કાવ્ય-સંગ્રહો “ફિલાડેલ્ફિયા” અને એસ.એન ડી. ટી,મરીન લાઈન્સ ખાતે
સુરેશભાઈ એ વિમોચન રાખેલું… એ પણ બરોબર યાદ છે! સ્વ. વિપીનભાઈ ને ભાવાંજલી! -લા’કાન્ત / ૨૫-૫–૧૨૧
તેન ત્યક્તેન ભુજિથા .તેને ત્યાગીને ભોગવ. આ અર્થમા ખુબ સુદર કાવ્ય. બહુ જ ગમ્યુ .
જયન્ત શાહ
મેવાડમાઁ મીરાઁ અને વૃઁદાવનમાઁ રાધા ના મળે તો એમાઁ માત્ર
વિધિનો જ દોષ ગણાય ને ?આપણો ના હોય !એ કદી ના મળે !
નાનુઁ પણ આ સરસ કાવ્ય છે. આભાર !
તારું કશું ન હોય તો છોડીને આવ તું; તારું જ બધું હોય તો છોડી બતાવ તું !શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો આ અદભુત શેર ને આ અદભુત લઘુકાવ્ય સોનામાં ભળેલ સુગંધ..સાચે-સાચ ગાગરમાં સાગર..
થોડામા ઘણુ કહેી દેીધુ !
છોડવુ બહુ અઘરુ છે.
સુન્દર.
અદભુત લઘુકાવ્ય…