પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (ગઝલ) હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે – રાજેન્દ્ર શુક્લ

વર્ષો પહેલા વિદેશથી આવીને હવે આપણા ગુજરાતી સાહિત્ય – ગુજરાતી સંગીત જગતનું અભિન્ન અંગ બની ગયેલો કાવ્ય-પ્રકાર એ – ગઝલ. કશે એવું સાંભળ્યા/વાંચ્યાનું યાદ છે કે – એક હિન્દી/ઉર્દુ ભાષાના શાયરે એવી ટકોર કરી હતી કે જે કક્ષાની ગઝલો ગુજરાતીમાં લખાય છે, એટલી ઉંચી કક્ષાની ગઝલો તો હવે હિન્દી/ઉર્દુમાં પણ નથી લખાતી..!

આજે માણીએ –

ગુજરાતી કવિતા અને ગઝલ ક્ષેત્રે જેમનો જુદો અવાજ છે, તે કવિ – શ્રી રાજેન્દ્ર શુક્લ!

એ લખે કે –

જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!

રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!

જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.

આ કવિની એક ગઝલ આજે સ્વરકાર શ્રી અમર ભટ્ટના અવાજમાં સાંભળીએ.

એક ને એક જ સ્થળે મળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
પીંડ ક્યાં પેટાવવા પડીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

હેત દેખીને ભલે હળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
પાંચ ભેળા સાવ શેં ભળીએ અમે? હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

ઉભરાવું હોય તો શમવું પડે, ઉગીએ જો તો જ આથમવું પડે
મેરું ચળતાયે નહીં ચળીયે અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

કંઇક સમજ્યા ત્યારથી બેઠા છીએ, હાથમાં હુક્કો લઇ આ ઢોલિએ
ક્યાંથી મળીએ કો’કને ફળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

શબ્દના દીવા બળે છે ડેલીએ, આવતલ આવી મળે છે ડેલીએ
સ્વપન જેવું શીદ સળવળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

– રાજેન્દ્ર શુક્લ

8 replies on “પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (ગઝલ) હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે – રાજેન્દ્ર શુક્લ”

  1. જયશ્રિ બહેન્,

    અમેરિકા કા મા રહિને પન ગુજરાતિ માત્રુભાસા નિ સેવ કરવા બદલ ૧૦૦..૧૦૦ સલામ…

  2. ગઝલ અને સ્વરાંકન બન્ને ખૂબ ખૂબ જ અવ્વલ
    અમર ભટ્ટના અવાજમાં ખૂબ મજા આવી…

  3. જયશ્રી બેન પાચમી varshaganth ni hardik subhecha khub sarashgeeto mukya balgeeto juni rangbhumi na geeto ane aje saras gazal maja padi gai ATLO SUNDAR KHAJANO KYA THI SODHI LAVO CHO KHUB KHUB DHANYAWAD

  4. ગઝલ પહેલાની પ્રસ્તાવના વાંચતાની સાથેજ દિવસ સુધરી ગયો હોવાની લાગણી થઈ.
    Proud to be a Gujarati:)

  5. અરે જયશ્રી બહેન,,,
    એક ભૂલ થઈ છે… (નાની ન કહેવાય, કરણકે કવિતાનો અર્થ આખો બદલાઈ જાય છે.)

    અહીં મેરું ચડતાંયે નહીં ચડીએ અમે,,, આમ નથી…
    આમ છે.. મેરું ચળતાયે નહીં ચળીયે અમે…..

    સુંદર ગઝલ અને સુંદર સ્વરાંકન, ખૂબ મજા આવી…

    આભાર….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *