સખી મધરાતે એકવાર મીરાં આવી’તી… – ભાસ્કર વ્હોરા

સ્વર – સંગીત : નયન પંચોલી

સખી મધરાતે એકવાર મીરાં આવી’તી
મારા મનનાં મંદિરીયામાં રહેવા.
સપના ઢંઢોળી મુને માધવની વાતડી
એ હળું હળું લાગી’તી કહેવા.

ગોકુલ મથુરાને દ્વારિકાની રાજ એણે
હસી હસી દીધી’તી હાથમાં,
મુરલીના સૂર ગુંથી તુલસીની માળા
એણે પહેરાવી લીધી’તી બાથમાં.

એની રે હુંફમાં એક જોકું આવ્યું ને
એમ આંસુ ઝર્યા’તા અમી જેવા.

સખી મધરાતે એકવાર..

ગોરસ ગીતાના એણે એવા રે પાયા,
મારી ભવ ભવની તરસ્યું છીપાણી,
ભાગવા તે રંગે હું એવી ભીંજાણી
મારાં રૂંવે રૂંવે મીરાં રંગાણી.

ભગવની છોળ ધરી મીરાની વાત
હું તો ઘેર ઘેર ઘુમતી રે કહેવા.

સખી મધરાતે એકવાર..

– ભાસ્કર વોરા

10 replies on “સખી મધરાતે એકવાર મીરાં આવી’તી… – ભાસ્કર વ્હોરા”

  1. પાંચમી પંક્તિમાં ‘રાજ’ શબ્દ …. ‘રજ’ હોવો જોઈએ.

  2. ખુબજ સુન્દર સંગિત અને ભાવવાહિ અવાજ મન મોહિલે તવા છે.

  3. Nayan etle Nayan. Very well appriciated composition of Nayan Pancholi. Another good is Patra lakhu ke lakhu kavita…

  4. સખી મધરાતે એકવાર સખીઓના સંવાદનું એક સુંદર ભાવવહી ગીત છે.

    શ્રી અનુપ જલોટાની અદભુત ગાયિકી આ કૃષ્ણગીતને સાંપડી છે પણ
    શ્રી નયન પંચોલીના સ્વર-સંગીતમાં વધારે નિખર્યુ છે.
    બન્નેમાંથી વધારે શ્રી નયન પંચોલી….વર્ઝન વધારે ગમ્યું.

    સખી મુને બહુ વ્હાલી.

  5. Very nice and earpleasing. Heard a nice song after a very long time. Congratulation to the poet as well as the singer.

    Behari Mehta

  6. SHRI NAYAN PANCHOLI HAS A BEAUTIFUL VOICE. IT GIVES ME GREAT PLEASURE TO THANK HIM FROM THIS RELATIVELY REMOTE PART OF CANADA.
    MAKE HIM SING MORE SONGS.
    BATOOK GANDHI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *