શોધું સાંજસવાર
આ પારે ઓ પાર
મારા સૂરોનો અસવાર જી,
મારા સૂર તણો સરદાર જી.
રંગમહલમાં દીપ જલાવ્યા મેં બાંધ્યા હીંડોળાખાટ જી,
સજ્જ મારા સહુ તાર સતારના, વાદકની રહી વાટ જી.
મારા સૂરોનો સરદાર જી.
કુંજનિકુંજે ફૂલ ખીલ્યાં, ખીલ્યાં જલકમલ કાસાર જી,
આજ વસંત કેરી વાત જાગી, મારું ઉર માગે ઉદગાર જી.
મારા સૂરોનો સરદાર જી.
મનપવનની પાવડી પહેરું, આંખમાં આંજું જ્યોત જી,
નીલ ગગનની ગોદ ગોતે મારો પ્રાણનો સરદાર જી.
મારા સૂરોનો સરદાર જી.
આભ ઓળંગું ને ભોમ ભેદું, માંડું ગુરુ ચરણમાં ચિત્ત જી,
કંઠ મારે એણે કંઠ ભર્યો નિજ, પ્રીતમાં પૂરી પ્રીત જી.
મારા સૂરોનો સરદાર જી.
– સુન્દરમ્
મારે કવિ સુન્દ્રરમનુ “પુજારિને” કાવ્ય જોઇઅએ.
વાહ વાહ સરસ કાવ્ય.
આ કવિ જ આવુ સરસ લખિ સકે , ગુજ્રરાતે આ વાત માતે ગર્વ કર્વોજ રહ્યો……………………..સુન્દેર કાવ્ય , ………મારા.આભિનદ્ન્દન ………….જય્શ્રિ બેન ………………….