મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …. – રાવજી પટેલ

ગુજરાતી સાહિત્યની આ અમર રચના – રાવજી પટેલના શબ્દો ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…’ સાંભળીએ – પંડિત શ્રી અતુલ દેસાઇના અવાજમાં ફરી એકવાર સાંભળીએ.. અને એમને શ્રધ્ધાંજલિ અર્પણ કરીએ..!!

સ્વર – સ્વરાંકન : પંડિત શ્રી અતુલ દેસાઇ

અને હા, આ રચના સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇના અવાજમાં સાંભળવા અહીં ક્લિક કરો.
https://tahuko.com/?p=3620

 ***********

 

Posted previously on March 17, 2007

સ્વર : ભુપિન્દર
સ્વરાંકન : અજીત શેઠ

.

સ્વર : હરિશ્વંદ્ર જોશી
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

———————–

ફરમાઇશ કરનાર મિત્રો : રુદ્રિક, ઇન્દ્રવદન મિસ્ત્રી, સેજલ, અર્પણ, વિક્રમ ભટ્ટ, રાકેશ શાહ, માનસી

89 replies on “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …. – રાવજી પટેલ”

  1. RAVJI PATELE LAKEL AA AMAR RACHNA AENA JIVNNU GANU SATYA KAHI JAY CHHE.AENA RUDAYMA GAMDU BHAROBHAR BHAREL HATU.

  2. RAVJI PATELE AA GIT NI RACHNA KARYA PACHI KACCHUJ NA LAKHU HOT TO PAN TE AKSHARDEHE AMAR THAI JAT

  3. msg for vivekbhai and chandrakantbhai jogia.

    bhoomi putra..in their series of umashankarbhai..has published comments by umashankarbhai on this poem..one will get new dimensions! a must for both of you to read !its in recent issue.

    gautam

  4. બહુ જ સરસ કવિતા. first time i visit this site. i must say … awesome site…….

  5. આ ગિતનુ સન્યોજન અને સ્વર રાસબિહારિ દેસાઈના હતા અને આશા ભોસલેએ રેકોર્દ કરવ્ય પચિ રાસભાઈનિ માફિ માગિ હતિ! ! !
    આ પચિ ઘના કલાકારોએ ગાયુ પન રાસભાઇ જેવિ મજા નહિ.

  6. મેં સાંભળ્યું છે કે આ રચના અનેક ભાષાઓમાં રુપાંન્તર થઈ છે.

  7. ખુબ ખુબ આભાર,જ. બહેન જયારે જ્યારે આગીત સામ્ભળુ ત્યારે આખોમા આન્સુ આવવા જ જોઈએ….!ઉદાસીની પળોમા ,દર્દવખતે આ ગીત સાન્ત્વના જરઉર આપે ચ્હ્રે…..આભાર…

  8. કોલેજના સમય વખતે મારી એક મિત્રએ મને આ ગીત સમભળાવેલુ બસ તે દિવસ થી જાણે આ ગીત પોતીકું બની
    ગયું, મારે મન આ એકજ એવું ગીત છે જેને સામભળા પછી કલાકો સુધી શાંતિમાં ખોવાઈ જવાય છે, આપનો ખુબ આભાર બેન

  9. આ આલ્બમ મા કવિ મણિલાલ દેસાઈ ની પણ સુન્દર રચનાઓ છે.

  10. ખુબ ખુબ સરસ ગેીત જો રાવજેી પટૅલ આ એક જ ગેીત લખ્યુ હોત તો પન તે અમર થૈ ગયા હોત મારુ બહુ ગમ્તુ એક ગેીત્

  11. JAYSHREE,

    THANKS FOR SUCH A GREAT SELECTION.YOU ARE DOING A GREAT FAVOR TO GUJARATI’S.ARE YOU STILL
    IN S.F.

  12. રાવજીએ આ ગીત લખીને અને ભુપીંદરે દર્દભર્યા સ્વરમાં આ ગીત ગાઈને ગુજરાતની જનતા ઉપર અનોખો ઉપકાર કર્યો છે.આ રાવજીની રચના અમરગઢની ટીબી હોસ્પીટલમાં રચાયેલ જે ગુજરાતી ભાષાની બેનમુન દર્દ ભરી રચના છે.બન્ને કલાકારોને અમારા વંદન.

  13. […] રાસબિહારી દેસાઈ | આ ગીત અગાઉ ટહુકો પર – ભુપિન્દરના સ્વરમાં તમે સાંભળ્યું હશે. પરંતુ જ્યારે ‘ […]

  14. રોજ એક વાર આ રચના મા ખોવાઇ જાવનુ મન થાય એવિ રચના…………. અહોભાગ્ય આપનો ખુબ ખુબ આભર્………..

  15. મારુ પ્રિય ગિત મા નુઆ એક ગિત ઘના સમયે હાથ લગ્યુ !!!!!!!!!!!!!!!!! ખુબ ખુબ આભાર્

  16. કેવિ સુન્દર રચના !!!!! જાને સામ્ભ્રર્ર્રિયા જ કરિયે.
    આભાર Jaishreeben.

  17. આ અદ ભુત શબ્દોનો કોઇ પર્યાય નથેી.
    આન્ખોને ભિનિ કરવામા કૈ બાકિ રહે?

  18. HI JAYSHREE ITS SUCH GOOD SONG YOU HAVE POSTED I LEAVE IN USA AND COULD NOT FIND THIS SONG CAN YOU DO ME A FAVOUR AND SEND ME ON MY EMAIL ID I WOULD BE VERY VERY GREATFUL SO I CAN PUT IN MINE ITUNES AND IPOD THANKS DIPTI

  19. તાગોર હાએલ્મા આ ગિત વાગુઉ ત્યારે દરેકના આન્ખમા આસુ હતા અવ્સર હતો સન્ગિત્ભ્હવન તરહ્થિ કેસેત્નુ વિમોચન ગુજરાતિ સાહિત્ય પરિશદ્ નુ અયોજન હતુઉ ૮૦ના દયકામા હુ મારા પિતા સ્નેહ્રરશ્મિ સાથે હતો

  20. One correction on Kavi RavJi Patel’s comment. It is not in Vinod Bhatt’s Autobiography, but there is a chaper in “Vinod” ni Najare book. Vinod Bhatt has written extensively about Kavi RavJi Patel, Page no 179-184. Kavi RavJi Patel’s native place was a village near Dakor. There was an article in “Sardar Gujarari” last week. His ancestor home is decaying, nobody in his village is interested to maintain this heritage home.
    What a Line ” Mari Aankhe KanKu Na Suraj Aathamya “. Kavi RavJi Patel will be remembered forever in Gujarati Sahitya.

  21. Anyone likes to know about Shri RavJi Patel, Please read Vinod Bhatt’s Autobiography. Shri RavJi Patel was Not a victim of T.B. , he was a victim of GaRiBi, During his time Newspapers “Owners” paid poorly to so many talented people like Shri RavJi Patel.

  22. રાવજિ પતેલ તિ. બિ થયો હતો. બાવનગર પાસે નિ તિ. બિ હોસ્પિતલ્મા લખયેલુ આ ગિત હ્ર્ય્દય્નિ વેદનાથિ ભર્પુર હોઇ આપના સુધિઈ વેદના ન પહોચે તો જ આસ્ચ્ર્ય પમાય્.

  23. ભુપીન્દર ના ઘેઘુર અવાજમાં વેદના અને રાવજી પટેલના શબ્દો ધુમ્મસમાથી ઠરતા ઝાકળની યાદ

  24. thanks for correcting me that mari ankhe kanku na suraj athmiya is from ravaji patel.one more song i am not finding in pursottam upadhyay list SABARI E BOR KYOAN CHAKHYA HATA can you help me please

  25. સાક્ષાત કરુણરસને જિવંત કરવામાં કોણ ચઢે ? પ્રિય રાવજી કે શ્રી ભુપેન્દ્રજી કે તર્ઝ ….., કાયમ આરપાર નિકળી જતું ગીત…. બસ…આનાથી વધૂ કારુણ્ય, તલસાટ, સંવેદનાઓની સુક્ષ્મ અભિવ્યક્તિ કદાચ ક્યાંય નહી હોય , તમે ખજાનો વંહેચો છો, જયશ્રીબહેન, વંદન.

  26. મિત્ર ધ્રુવિન,
    આ ગીત સંગીતભવન ટ્રસ્ટની પ્રસ્તુતિ : મારી આંખે કંકુના સૂરજ આથમ્યા – નામના આબ્લમમાંથી લેવામાં આવ્યું છે. સંગીતભવ ટ્રસ્ટ દ્વારા બહાર પડાયેલા આબ્લમની એક ખાસિયત હોય છે શ્રી હરીશ ભીમાણીના સ્વરમાં ગીત શરૂ થતા પહેલા આવતી પ્રસ્તાવના.

  27. ગીત જ્યારે શરુ થાય છે ત્યારે ફ્લેશ પ્લેયર માં “Title 9 – Chapter 8” એવુ લખેલું આવે છે. શુ આ કોઇ “audio book” નો ભાગ છે? જો એમ હોય તો પ્લીઝ એ બુક પણ અમને સંભળાવોને. It would be a truley marvellous experience to listen a book (a gujarati novel) and that also in the voice of Harish Bhimani (i think!).

  28. As a child, during our family get together, i used to sing this song & almost everyone’s eyes used to fill with a layer of tear. Ther used to be pindrop silence After i finish singing. even today, I can’t stop crying, as I feel the same pain as Ravji’s pain of loosing his life & his love. Thanks Chiraag for sending this site information – Kinnari

  29. Thanx For Such A Very Beautiful Song Which Have Pure N Really Great Heart Touching Lyrics Which Effects Directly On Mind!!
    What A Voice … Bhupedra Singh !!! Feeling Heavenly!! Thanx Once Again!!

  30. thanks!for sharing this
    this is something very sentimental
    theres one new album of parthiv gohil pruthvi na platform par” ema ene e song sakkhat..atishay saras gayu che! i m nt comparing anyone!

  31. બીમલ

    આ ગીતતમાં સુવાસ રાવજી પટેલની ઘોડીનું નામ છે.

    ભદ્રા

  32. Thanks a lot for fullfilling FARMAISH.
    રાવજી પટેલ દા જવાબ નહી.

  33. જયશ્રી,

    મ્રુત્યુની ક્ષણને શબ્દરુપી સૂરજ આથમવાની ક્રિયાનુ વર્ણન મ્રુત્યુને શબ્દમા રજુ કર્યુ છે.

  34. કવિ રાવજી પટેલ ભરજીવનની લીલાશને માણયા પછી જીવનસંધ્યાએ ઊભી એને પાનખરના પીળા પાંદડામાં ઢળતાં જોવાની વાત તો નહીં કરતાં હોય ! જીવનલીલા સંકેલી અંતિમયાત્રા માટેની સવારીની તૈયારીનો શું આ સંકેત હશે !
    ખુબ ઊંડા ભાવને સંઘરીને બેઠેલું એક કાવ્ય.

  35. રાવજી પટેલનું આ ગીત અમર બની ગયું છે….ભુપેન્દર ઉપરાંત રાસબીહારી તથા ઘણા એ ગાયું છે……રાજીવનું ભાવ જગત ચિંતન જગત ખુબ વિશાળ છે….આંખે કંકુના સુરજ આથમવાની વાત …………એક સુરજ નહી રાવજી અનેક સુરજને આથમતામરણ પથારી જોયા હશે……માની મમતાનો સુરજ ,બેન ભાઈના સ્નેહનો ……વાગદત્તાના વાત્સલ્યનો ..રાવજીએ મોતના સત્યને આવકાયુઁ છે….હસતાં હસતાં જાણે કે નવીન દુનિયામાં જવાનું હોય તેમ સગને સંકોરી વહેલને શણગારવાની વાત….અજવાળાં પહેરી ઉભા સ્વાસમાં ..આત્માના દિવ્ય સ્વરુપની અનુભુતી …દિવ્યાત્માની દિવ્ય યાત્રાએ …વેલડાં શણગારવાની વાત્……
    પીળાં પાંદે લીલા ઘોડા ડુબવાની વાત હૈયું હલબલાવી દે છે…કદાચ પીળો પીઠીનો રંગની કલ્પના હોય શકે…અને યોવનનો લીલુડો ઘોડો…..હજી પીઠીનો રંગ પણ ઉતયોઁ નથી…અલકાતા રાજ ….વડીલોની હાજરીમાં નવ વધું ઘુંઘટ તાણી …આછું મલકાતી મલકાતી કામ કરતી સ્વ-પત્ની ની વાત રાવજીએ કરી છે…અહીંયાં રાવજી હણહણતી સુવાસ ને સાંભળે છે …શાની હશે એ સુવાસ………કોણ રોકી રહયુ છે…રાવજી ચોકમાં કોના બોલ રોકે છે………? કોના ઝાંઝર …કઈ સજીવી હળવાશ..રાજીવને વાગી રહી છે……..કે….વેલને શણગારવાનું કહેતો રાજીવ અચાનક ચોકમાં અટકી જાય છે….આ કાવ્ય મારું ગુજરાતી સાહિત્યનું પ્રિય કાવ્ય છે………માણવાનું ચુકતા નહી એ પણ અથઁની સભાનતા સાથે……..અસ્તુ બિમલ રબારી જ્યશ્રીબેન નો આભાર

  36. જયશ્રી,
    આભાર…

    રાવજી પટેલના શબ્દો નો જવાબ નથી.

    આ ગીત બાબતે એક જરુરી માહિતી આપવી છે.

    મારી ફરમાઇશમાં મેં આ ગીત માટે સ્વર ભુપિન્દર નો લખેલો પણ પછી તપાસ કરતાં જાણવા મળ્યું કે ફિલ્મ ‘કાશી નો દિકરો’ માં આ ગીત શ્રી રાસબિહારી દેસાઇ દ્વારા ગવાયે છે. આ બાબતે વધુ માહિતી માટે આ પેજ પર જોઇ લેવા વિનંતીઃ
    http://www.imdb.com/title/tt0311390/soundtrack

  37. રાવજી પટેલ નું આ ગીત યાદગાર બની ગયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *