વગડાનો શ્વાસ – જયંત પાઠક

૨૦ ઓક્ટોબર ૧૯૨૦ – કવિ શ્રી જયંત પાઠકનો જન્મદિવસ… એટલે કે ગઇકાલથી એમનું જન્મ શતાબ્દિ વર્ષ શરૂ થયું…. કવિ ની આ ખૂબ જ જાણીતી કવિતા – વગડાનો શ્વાસ – દ્વવિતા ચોક્સીના અવાજમાં અને મેહુલ સુરતીના સ્વરાંકન સાથે ટહુકો પર વર્ષોથી ગૂંજે છે – આજે આ જ ગીત – અમરભાઇના સ્વર – સ્વરાંકન સાથે માણીએ – અને કવિ શ્રી ને ફરી યાદ કરીએ….

સ્વર અને સ્વર-રચનાઃ અમર ભટ્ટ

.

——————

Posted on March 11, 2017

ટહુકો પર મુકાયેલી મોટાભાગની પોસ્ટની સાથે કોઇક એવુ ચિત્ર હોય છે, જે કુદરતે આપણને બક્ષેલા અફાટ સૌંદર્યની એક નાનકડી ઝલક બતાવી જાય… અને આપણી કવિતાઓ અને ગીતોમાં કવિઓએ પણ કુદરતના જુદા જુદા રંગોને આબાદ રીતે ઝીલ્યા છે..
તો ચાલો, ટહુકો પર થોડા દિવસ આ કુદરતી સૌંદર્યનો ઉત્સવ ઉજવીએ.
અને શરૂઆત કરીયે જયંત પાઠકના આ ગીતથી…
અરે ઉભા રહો… ગીત સાંભળતા પહેલા જરા કુદરતની વધુ નજીક પહોંચીયે…. કલ્પના કરો ડાંગ જિલ્લાના કોઇ પહાડ પરથી વહેતો એક નાનકડો ધોધ… વહેલી સવાર… એક આદિવાસી કન્યા ત્યાં બેઠી બેઠી કુદરતને ભરપૂર માણે છે… ત્યાં સંભળાય છે એને દૂરથી વહી આવતા કોઇની વાંસળીના સૂર….

સંગીત : મેહુલ સુરતી
સંગીતઃ મેહુલ સુરતી
સ્વર : ધ્રવિતા ચોક્સી

tile3

.

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર;

છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડા પિયે ને
પિયે માટીની ગંધ મારા મૂળ;
અર્ધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અર્ધું તે તમરાંનુ કુળ;

થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

56 replies on “વગડાનો શ્વાસ – જયંત પાઠક”

  1. થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
    પહાડોનાં હાડ મારા પિંડમાં ને
    નાડીમાં નાનેરી નદીઓના નીર;
    ખુબ જ ભાવમય ગીત..સાંભળીને આનંદ આવ્યો.

  2. હ્ર્દયના તારને ઝન્ક્રઉત કરિ જાય એવ મધુર ગિત્.

  3. It’s wonderful,Mehul ‘s great effort,not only that arrangement of the song and Dravita’s soothing voice creates visual of a beautiful poem.Kudos to both of you and wishes.perhaps new generation of Gujarati music lovers will come close to Sugam Sangeet.
    vipul acharya ,
    Ahemedabad.

  4. Jayshree ben, we are very thankful to you for introducing us with the deepnees of Gujarati music. i really don’t know the hight of guajrati music. what a lovely music composition of this song is ! i am hearty wish to you and your team which you have. i think Jayant Pathak is from Panchamahal district and i am also. Thanks to Mehul surti also who composition a lovely music and thanks to Jayant Pathak for best lyrics…..
    -Bhavesh Joshi
    Surat

  5. ખૂબ જ સુંદર ગીત (સ્વ. જયન્ત પાઠકે ૨૪-૬-૧૯૭૨ ના લખેલું)
    આખે આખો વગડો નજર સમક્ષ ઊભો કરી દે તેવા શબ્દો અને તેને જ અનુરૂપ અતિ સુંદર સ્વર-રચના -અને ખૂબ જ સુંદર કંઠ.

    સ્વરકાર મેહુલ સુરતી અને ગયિકા ધ્રવિતા ચોક્સીને અભિનન્દન!

    ટ્રાયબલ ટાઈપનું કોમ્પોઝીશન છે અને વેસ્ટર્ન રીધમમા છે.

    નવી શૈલીના આવા ગીતો-સ્વરાંકરો ગુજરાતી સુગમ સંગીત ને નવી દિશા બતાવી શકે.

    આવુ સુંદર ગીત પોસ્ટ કરવા બદલ તમને ખૂબ અભિનન્દન!

    દિનેશ પંડ્યા (મુંબઈ)

  6. HI DRAVITA. RITE NW ITS 2.00PM. I HEARD UR SONG. ITS REALY REALY WONDERFUL. ND YA I M TOO LATE TO LISTEN IT, BUT I CANT CONTROL MY SELF TO
    PLAY N PLAY THE SONG, 1000 OF TIMES. U R GREAT. M NOT KIDDIN. LOVE UR VOICE.

  7. hi miss…well i heard ur song its was nice but i found it better when i had heard it originally rather then on this speaker…anyways miss u a lot…keep in touch and keep us informed if anything new is updated

  8. i cant control my feelings for urs and only urs voice……….copy from “nishabd”…..HAaaaaaaa
    i hope u smile now………..

  9. i cant contol my feelings for urs and only urs voice……….copy from “nishabd”…..HAaaaaaaa
    i hope u smile now………..

  10. hi dravita, amazing voice..keep it up…we r very proud of yr achievements and may u attain success for yr lifetime. we had posted a comment earlier too but it doesnt seem to be there on this page..anyways good luck

  11. hi dravita, after long time to get chance to heard your very beautiful voice, it awesome, keep it up. u have a bright future in singing, take care

  12. ઇત્’સ સિમ્પ્લ્ય ફન્તસ્તિ….ગોૂદ જોબ મેહુલ્….બેઇન્ગ અસ્સિઅતેદ વિથ અ ગુજરતિ ચન્નેલ ઇ અમ ઓન્તિ ગુજરતિ મુસ દય ઇન અન્દ દય ઓઉત્….થિસ ઇસ ત્રુલ્ય અમઝિઓનિગ્….કેીપ ઉપ થે ગોૂદ વોર્ક્!!

  13. થોડા શબ્દ, થોડા સૂર, અને થોડું સંગીત
    મારા શ્વાસમાં ભરી લીધાં.
    આભાર.
    અ.વિ.

  14. આખુ ગેીત સાભ્ળવા મલયુ હોત તો વધારે મજા આવતે.ખુબ જ સુનાદર ગેીત , ખુબ જ સરસ ્્્્composition અને ખુબ જ સરસ અવાજ.

  15. very sweet voice dravita.

    dravita best is not yet came out.

    dravita best is not yet came out!
    we wish more from you. keep it up.

    where are poet and composer in this post? why they forgotten ?

    the composer and arranger is the big boss in this song.

    voice is a part of the song .

    voice is not a song .

    singer is an instument how musician played.
    good musician can make better from Raw.

    arrangment and care of lyric is major part in this song

    you will find each and every word is composed and designd with emotions

    administrator we request you to upload some good songs same as the one .

    this is great site.we all gujarati lovers wish that you always put great songs and quality material.

    sanjana-manoj
    akaash-sharddha

  16. આ ગીત સાંભળીને જાણે સમાધિમાં ઉતરી જવાયું… ગીતોને ડાઉનલોડ થતા વાર લાગતી હોય છે એટલે હું સામાન્યતઃ કવિતા વાંચીને આગળ ભાગતો રહું છું. પણ મેહુલ એ જ શહેરમાં શ્વસે છે જ્યાં હું સમયની શીશીમાંથી સરતો રહું છું. એટલે એનું ગીત સાંભળવું જ પડે. ઢ્રવિતાને પણ ઘણી વાર સાંભળ્યા છે. એના અવાજની કોકિલ આ ગીતમાં તો જાણે વસંત કંઠમાં ઘોળીને ઉઘડી છે…

    મેહુલ અને દ્રવિતા – બંનેને હાર્દિક અભિનંદન.. (જયશ્રી, તને પણ !)

  17. DEAR JAYSHREEBEN
    IT WAS VERY NICE TO HEAR YOUR GIT , BECAUSE I FEEL THAT I BREATH AND THE (VAGDO ) IS BREATHING OUT . SO NICE GIT . I HAVE HEARD .
    THANKS .

  18. Well I was not able to listen to the song but it must be good. lyrics are very well blended with the voice as written by Lopa.Keep it up dravu God bless you.

  19. બહેન દ્રવિતા,
    કેટલુ ભાવમય અને ચોકકસ સૂરસન્ધાન ! વશન્તની કોકિલા તો તુજ કનઠમા માળો બાધી વસી નહિ હોય ! ગુરુઓના હદયવલોણાનુ આશિરવાદોથી ભરેલુ નવનિત સદાય તમારા સૌભાગયનો હિસસો બની રહે એજ અભ્યરથ્ના.
    ચદર્કાન્ત જોગિયા

  20. it is really a “VERY SWEET SONG REALLY VERY

    WONDERFULLY SUNG BY YOU, DRAVITA”.really it is

    too good

  21. hey dravita….. u r awesome!!!!!!!!!i know u since our college life u sung so beautifully.when i listen ur voice i feel tht im in heaven really…….

  22. Hey Dravita…. when I listen to this song I forget myself, surrounding and everything else…only thing that remains is my imagination…. I am enchanted by your soothing divine voice… Would like to hear all your songs… plz try to post them as well… I wish you all the success in your life…

  23. Hi Dravita, Keep it up. Post some more of your songs here. The lyrics are great but you have added “શ્વાસ” to it.
    if the song can speak, it would have said:
    ” જાને ફૂલ અને સુવાસ,
    જાને ચન્દ્ર અને પ્રકાશ,
    જુદા પન અધુરા એકલા…
    મારુ મૌન અને તારો અવાજ “

  24. yeah hats off for this song…..what a good composition…..and really dravita u had done the best….i think u had really charmed the lyrics with ur sweet voice……
    keep it up…..

  25. really a graeat song.and very sweet voice..after such a long time i have heard a sweet song which has touched my heart……..i think u must be professional in the singing or its just ur hobby??????

  26. hi dravita!!!!!!
    i have heard that u sing well but after hearing this song i think that it was all wrong i have heard about u…..its all above that….!!!
    hey u have an amazing voice, it was really a great to hear ur number….
    now the wish is that to hear any numbers from the bollywood ones……
    it was really awesome…..
    keep it up……
    and wish u success ahead in all ur other projects…

  27. simply fantastik song, i am now becoming a gr8 fan of Mehul, i had visited his site sum times back & downloaded all his songs. u must listen to “paan lilu” by mehul, he has given a new n fantastic music to the song.

  28. વાહ દ્રવિતા,તારુ ગિત ખુબ સરસ ચ્હે, ખુબજ ગમ્યુ….all the best keep it up

  29. Hi dravita. you have very sweet voice. i have never heard this kind of gujarati song before.all the best dravita. GOD BLESS YOU! keep singing such nice songs. very sweet voice. real god gift.

  30. શુ કહુ? શુ ન કહુ..???…પંખી નો કલરવ્…સુંદર સંગીત ને સૂરીલો સ્વર …મન ને કુદરત ના અલૌકિક વાતાવરણ મા લઇ જાય છે..!

  31. જાણે એ આર રહેમાન સામે આવી ગયા..આખું ગીત સાંભળવા મળ્યુ હોત તો વધુ મઝા આવી હોત
    આભાર જયશ્રી

  32. dear dravita! i heard the song ‘VAGDA NO SHWASS MARA SHWAAS MA’ and i really felt the fragrance of nature in my breath.very well sung by you.good composition.keep it up dravita!!!!!

  33. વગડાનો શ્વાસ ગિત ખુબ જ સુન્દર બન્યુ અને ગવાયુ છે.દ્રવિતા તારો અવાજ ખુબ જ સુન્દર છે.સાંભળતા સાંભળતા ખરેખર કુદરત મા ખોવાય ગયો….સંગીત અને સ્વર ર્હ્દયમા ઘર કરિ ગયા… સરસ્વતિ માતા ના આશિશ હમેશા તારા સ્વર મા રહે એવિ શુભાશિશ!!!

  34. listen mehul surti on worldspace radio INIDAN time
    chanal 111- UMANG

    18 march sunday
    prime time at 8 pm

  35. બહેનશ્રેી જય્શ્રેીબેન્,
    નમસ્તે.
    આજે કુદરતને ખોળે ભાવરનગોળી રચો છો તયારે ” યેહ કૌન ચિત્રકાર હે ” શબદોના રન્ગોને એમા સથાન આપો તો કેવુ ?
    ફિલ્મ ” બુન્દ જો બન ગયે મોતી ” (૧૯૬૭)
    ગાયક મુકેશ્
    સનગિત સતિષ ભાતિયા

  36. બહેન્શ્રેી જય્શ્રેીબેન,
    કેતલો મનભાવક વિષય !
    માનવ મનડાને કુદરતને ખોળે રમતુ મુકી દે છે પછી તો એ ભોમિયા વિના સરુષટિ સૌદર્યને ખુદે છે અને એના ધરેલા એ આહલાદક પયાલાને હોસે હોસે પીએ છે ! ” યે કૌન ચિત્રકાર હે ” પન્કતીઓ યાદ આવી ગઇ અને મનની પિન્છી તથા ચિતડાનુ
    કેનવાસ લઈ બસ આ રોજિન્દા જીવનની ઘટમાળથી કયાય દૂર
    એકલા અટુલા પહાડો પરથી પડતા એ ધોધની ઉડતી જલશિકરોમા ભિજાઈ જવાનુ મન થઈ આવે છે ! કુદરતી
    સૌદર્યના રન્ગોને ખોબ્લે ખોબ્લે ભરી મનડાના દિવાનખાનામા
    વેર્વા કાજે ખુબ આભાર બહેન !

  37. ખૂબ જ સરસ ગીત બન્યું છે…. મેહુલભાઈ ! આ ગીત વર્ષોથી વાંચીએ છીએ…. સાંભળીને ઓર મઝા આવી.

  38. Hi i heard the song “Vagda no Sad’ it was Really nice .. I loved that. and even this “Preyatam ‘ is also wounderful.. its wordings and the tune is ossum.

  39. છેલ્લી બન્ને પોસ્ટ્સ ખૂબ ગમી…themes નો પ્ર્યોગ પણ ખૂબ અસરકારક અને refreshing છે…..ટહુકો.કોમ હવે જાણે અક્શયપાત્ર સમાન લાગે છે! ફરી એક વાર આભાર !

  40. સાપુતારા જતા રસ્તામાં “ગીરા ફૉલ્સ” આવે છે તે જગ્યા યાદ આવી ગઈ.

    તાજગીપ્રેરક મજેદાર ગીત.

    આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *