સ્વર: ગાર્ગી વ્હોરા
સંગીતઃ અમિત ઠક્કર
આલ્બમ: હરિને સંગે
.
હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે,
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે…
કીધું કીધું કીધું મુજને કાંઈક કામણ કીધું રે,
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે…
ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે,
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઈ ફૂલી રે…
ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે,
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે….
પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે,
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈયાનો સ્વામી રે…
-નરસિંહ મહેતા
સરળ શબ્દો, સરળ ઢાળ ને છતાં અંતરની આરપાર ઉતરી જાય તેવું ભજન ..
ફક્ત ૪૬ શબ્દો, શબ્દોને ત્રેવડાવી, અવર્ણનીય અલૌકિક અનુભૂતિ નો પરિચય એકદમ સરળ શબ્દો દ્વારા કરાવ્યો. મહેતાજી ને કેટલો આનંદ થયો હશે – શબ્દોની પાર જવું પડે – મહેતાજી જેવી ભક્તિથી જ એ શક્ય છે.
ખૂબ સુંદર..
ગાર્ગી બેને ડોલાવી દીધા !!
આ મારું સૌથી પ્રિય પદ છે. ગાર્ગીબેને ખુુબજ સરસ આવાજ આપી, પદમાં ચાર ચાંદ લગાવી દીધા.
અદભુત..
એક જુની રચના મળી શકે?
ચાંદલીયા ઓ ચાંદલીયા, તને પુછું મન ની વાત, હૈયે શેનો લાગ્યો દાગ
અલૌકિક શબ્દ રચના, ખૂબ સુંદર સ્વરાંકન અને સુમધુર સ્વર !! જય હો …
Very sweet devotional song by Narasinh Mehta and very sweetly sung…..Soothing, cheering….Thanks.
સુંદર રચના. સુમધુર સ્વર-સંગીત. ધન્યવાદ.. જય શ્રી કૃષ્ણ !
સુમધુર સંગીટ, સરસ સ્વર,બેનમુન રચનાનુ સ્વરાંકન અફલતુન…………
અભિનદન આભાર……