થોડીવાર પહેલા જ એક મિત્રએ આ ગીત મોકલ્યું. અને સાથે શબ્દોની pdf. ટાઇપ કરતા પહેલા google કર્યું, તો શબ્દો પણ અક્ષરનાદ પરથી મળી ગયા. ગીતનું શીર્ષક વાંચતા જ થયું કે કશે તો આ શબ્દો સાંભળ્યા છે, પણ ગીત નથી સાંભળ્યું, અને તરત જ આ ગીત યાદ આવી ગયું – જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.... એ ગીતની શરૂઆતમાં – પ્રસ્તાવનામાં કવિ શ્રી સુરેન ઠક્કર ‘મેહુલ’ એ આ લોકગીતની છેલ્લી કડીનો ઉલ્લેખ કર્યો છે. તો સાંભળો આ લોકગીત – આશા ભોંસલેના સ્વરમાં… (ગવાયેલા શબ્દો થોડા અલગ છે, પણ લખેલા શબ્દો શ્રી ઝવેરચંદ મેઘાણી દ્રારા સંપાદીત પુસ્તકમાંથી લેવાયેલા હોવાથી બદલ્યા નથી. )
આ ગીતના શબ્દો, અને સાથેની નોંધ (‘રઢિયાળી રાતના રાસ’માંથી) માટે ગોપાલકાકાનો આભાર. અને સાથે આભાર એ મિત્રોનો જેમણે આ ગીતની મોકલ્યું ટહુકો પર વહેંચવા માટે. આ ગીતના બે અલગ અલગ version અહીં મૂક્યા છે, પણ બંને ગીતમાં બધી કડીઓ નથી. બીજા કોઇ ગીતમાં કદાચ વધુ ગવાયેલી કડીઓ મળી રહે.
જળદેવતાને
”રઢિયાળી રાતના રાસ/સં:ઝવેરચંદ મેઘાણી/પાનું:35-36
(જુદાં જુદાં અનેક ગામોનાં જળાશયો વિષે આ કથા છે. નવાણમાં પાણી નથી આવતું; જળદેવતા ભોગ માગે છે :ગામનો ઠાકોર પોતાનાં દીકરા-વહુનું બલિદાન ચડાવે છે. વાત્સલ્યની વેદના, દાંપત્યની વહાલપ અને સમાજ—સુખ કાજે સ્વાર્પણ: એ ત્રણે ભાવથી વિભૂષિત બનીને જળસમાધિ લેનારાં આ વરવધૂએ લોક-જીવનમાં અમર એક અશ્રુગંગા વહાવી દીધી છે. ઘણી પંક્તિઓ પાછળથી ઉમેરાઇ લાગે છે.)
સ્વર – હેમુ ગઢવી
સ્વર – પ્રાણલાલ વ્યાસ
સંગીત – મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ – વનજારી વાવ (૧૯૭૭)
‘હાજી કાસમની વીજળી’ની વાતો તો ઘણાએ સાંભળી જ હશે..! નાનપણમાં મેં પણ મમ્મી પાસેથી પહેલી વાર વીજળી વિષે સાંભળેલું એ મને યાદ છે..! સાંભળીએ વીજળીની એ કરુણ દાસ્તાન…
બ્રૂહદ આવ્રૂત્તિ 1997, પાનું ક્રમાંક 280 થી 282 (ઝવેરચંદ મેઘાણી સંપાદિત ‘રઢિયાળી રાત’ પુસ્તકમા પ્રકાશિત નીચેના શબ્દો ટાઇપ કરી એમના બ્લોગ પર મુકવા માટે ગોપાલકાકાનો ખૂબ ખૂબ આભાર)
‘વીજળી’ નામની આગબોટ એની અગિયારમી મુસાફરીમાં કચ્છ અંજારથી મુંબઇ જતાં, રસ્તામાં મ્હુવાની નજીક ડૂબી ગઇ, તેનું આ કરુણ બયાન છે. રાવણહથ્થાવાળા નાથાબાવાઓ તો આ ગીત ગાઇને શ્રોતાજનોને રડાવે છે.’વીજળી’ જેવી સમર્થાઅગબોટની મુસાફરી, એના માલિકનો ગર્વભર્યો ઉછરંગ, શેઠ-શાહુકારોને સલહેલગાહ કરવાના મનોરથો, અને તેર-તેર તો મુંબઇ પરણવા જતા કેસરિયા વરરાજાઓ: ત્યાર પછી એ મધદરિયાનાં વાવાઝોડાં:બેસુમાર પાણી:ડૂબવા સમયની ડોલાડોલ: ખારક્વાઓની દોડાદોડ:દેવદેવીઓની માનતા કરતાં મુસાફરો: કેસરિયા વરરાજા સુધ્ધાં તમામ પ્રવાસીઓની જળસમાધિ: મુંબઇને કિનારે પેલી પીઠીભરી કન્યાઓનાં ભેદક કલ્પાંત: અને બાર-બાર મહિના સુધી એ ડૂબેલા માડીજાયાઓને માટે બહેનોનું છાતીફાટ આક્રંદ: એ તમામ ચિત્રો સચોટ છે.
ભુજ અંજારની જાનું રે જૂતી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
દેશપરદેશી માનવી આવ્યાં,
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
દશબજે તો ટિકટું લીધી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
મોટાસાહેબે(3) આગબોટું હાંકી
પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0
મોટા સાહેબે તાગ જ લીધા
પાણીનો ના’વે પાર. –કાસમ, તારી0
સાબ મઢ્યમ બે દરિયો ડોળે
પાણીનો ના’વે તાગ.—કાસમ, તારી0
(1)ચશ્માં (2) પૂર્વે આગબોટો ડૂબવાની થતી ત્યારે કાચના સીસામાં એ ખબરવાળા કાગળો બીડીને સીસા સમુદ્રમાં તરતા મૂકવામાં આવતા.(3)પોરબંદરના એડમિનિસ્ટ્રેટર લેલી સાહેબ ‘વીજળી’ની શોધે નીકળ્યા હતા.’વીજળી’ની એ ખેપમાં ફકીર મહંમદ નામે પહેલો દેશી કપ્તાન હતો. દેશી તરીકે પોતાની નામોશી ન થાય તે સારું થઇને જ એણે ‘વીજળી’ પાછી ન વાળી.