લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો

બાળપણથી ગાતા આ અતિ લોકપ્રિય લોકગીત….

સ્વર – ઉષા મંગેશકર, પ્રફુલ દવે
સંગીત – નાનજી ભાઇ મિસ્ત્રી
ગુજરાતી ફિલ્મ – લંકાની લાડી ને ઘોઘાનો વાર

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો !
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું જળમાં માછલી થઈશ જો !
તમે થશો જો જળમાં માછલી, હું જળમોજું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો !
તમે થશો જો આકાશ વીજળી, હું મેહુલિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું બળીને ઢગલી થઈશ જો !
તમે થશો જો બળીને ઢગલી, હું ભભૂતિયો થઈશ જો !

11 replies on “લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો”

  1. આ મીઠો ઝગડો રામસીતાની જોડીને અતૂટ બનાવે છે. ઇશ્વર પતિપત્નિની જોડી આવી અતૂટ પ્રેમની કડીથી પરોવેલી રાખે.
    ખૂબ મઝા આવી.
    આભાર

  2. ગીતનુ સન્ગીત ઘણુજ સારુ છે.સામ્ભળ્વાની મઝા આવી. ગીતના રચયિતા કૉણ છે?

  3. આવ્વા ગઈ કાલ ના ગેીતો નો કોઇજ પર્યાય ……..નથિ જ ……..સુન્દેર ;આભ્હર …….ધન્ય્વાદ્

  4. This song is really beautiful and having deep meanings beyond the innocuous wordings and I would not elaborate on the same but it shows that our society is much more advanced in thinking and vision than it is considered being conservative. I love this song and thanks for putting up this version on this most wonderful website.

  5. બાળપણમાં આ ગીત સાંભળી ને રમુજ થતી કે લવિંગ ની લાકડી!!!!થોડા મોટા થતા ગીતની અંદરની ક્લ્પ્નાઓ ગમેલ(જેમકેઃલવિંગ કેરી લાકડી-ફૂલ કેરો દડુલિયો, દળવા જવું ને ઘન્ટુલો થવું, વગેરે)પછી સમજણ આવી કે અરે! આ ગીતમાં તો રામ -સીતાનો ઝગડો નહીં પણ કંઇક બીજુ જ છે,એ શું???તે સમજ વાની સમજણ આવી જતા ગીત ખુબ માણેલ તેટલુ જ બ્લ્કે તેથી વધારે આજે માણ્યું.
    આભાર અમિતભાઇ.

  6. મારાઁ માડીએ મારા બાળપણમાઁ મને સઁભળાવેલુઁ
    તેમનુઁ માનીતુઁ ગેીત !ઉષાજી ને પ્રફુલ્લભાઇએ
    સુઁદર સજાવ્યુઁ છે.આભાર/ જ. અને અ.નો ..!

  7. Fantastic.

    Please keep posting such rare, golden, oldies for old timers like us.

    Thanks a heap.

    Nikhil
    31/5/12

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *