સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો – વિનોદ જોષી

આજે કવિ શ્રી વિનોદ જોષીનો જન્મદિવસ..! એમને ખૂબ ખૂબ…શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ ખૂબ જ સુંદર, અને અમારું ખૂબ જ ગમતું ગીત..! વિનોદભાઇને પ્રત્યક્ષ સાંભળવા એ એક લ્હાવો છે, અને August ૬-૭ ના દિવસે શિકાગોવાસીઓની સાથે સાથે અમને પણ એ લ્હાવો મળ્યો – જે હંમેશનું સંભારણું રહેશે.

Happy Birthday Vinodbhai…. !!

કાવ્ય પઠન : કવિ શ્રી વિનોદ જોશી

This text will be replaced

સ્વર : પ્રગતિ ગાંધી અને કોરસ
સંગીત : કલ્પક ગાંધી
આલ્બમ : કાચ્ચી સોપારીનો કટકો

This text will be replaced

સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો
કણબણ માગે ગલગોટો ને
કણબણ માગે ગલગોટો ને
કણબી દે ધતૂરો
સૂડી વચ્ચે સોપારી ને…..

તારલિયાનો તાકો ખોલે આંખલડી અધીરી,
ચાંદાના ચંદરવામાંથી બીજલડીને ચીરી.

આઠમ દેશે અડધોપડધો પૂનમ દેશે પૂરો,
ભોળું ભોળું હાંફે એને
ભોળું ભોળું હાંફે એને
પાલવમાં ઢબૂરો.
સૂડી વચ્ચે સોપારી ને…..

ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી,
આળસ મરડી અડખેપડખે જોતી ઘેલીઘેલી.

મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો,
ચાવ્યો કાચો આંબલિયો ને
ચાવ્યો કાચો આંબલિયો ને
ચડ્યો રે ડચૂરો.
સૂડી વચ્ચે સોપારી ને…..

– વિનોદ જોષી

20 replies on “સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો – વિનોદ જોષી”

  1. જય પટેલ says:

    કાવ્યપઠન અને ગીત બન્નેમાંથી ધ્વનિ ગાયબ છે..!!

  2. વિહંગ વ્યાસ says:

    સુંદર મજાનું ગીત. કવિને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  3. Vijay Bhatt ( Los Angeles) says:

    સુન્દ૨ કવિતા…! એક પ્રશ્ન?
    ઘણા શ્બ્દ અને સન્દર્ભ ખુબ જ તળપદા( with very local context of Saurashtra It is very hard to appreciate each reference easily) હોવાથી, સમજવુ અઘરુ પડે.

  4. Naginbhai Tailor says:

    ગેીત અતિ સુન્દેર પરન્તુ ધવન નાથિ.

  5. sudhir patel says:

    વિનોદભાઈને જન્મ-દિન મુબારક! એમનું ખૂબ સુંદર જાણીતું ગીત માણવાની મજા પડી!
    સુધીર પટેલ.

  6. Harsukh H. Doshi says:

    Respected Jayshreeben & Amitbhai,

    I think still you are in holiday mood. i requested few days back to fix the error for sound track. Again to day I am not getting sound in to day’s presentation. Jay Patel has also same complaint. Please fix the problem if you are back.
    Sincerely,
    Harsukh H. Doshi.

  7. Shivani says:

    જયશ્રીબેન, ખુબજ સરસ ગીત છે પણ અવાજ નથી આવતો.

  8. BharatPandya says:

    આવું તો એક ભાવનગરી ને જ સુઝે!

  9. અમિત ત્રિવેદી says:

    કલ્પકભાઈ નું સુંદર સ્વરાંકન સાંભળીને ખૂબ જ મજા પડી ગઈ અભિનંદન – અમિત ત્રિવેદી

  10. Pankaj Chhaya says:

    કાવ્ય પઠન by vinodbhi is more meanigful… may vinodbhai live longer avi prabhu pas request and… gives him strenght(ideas) to write more & more meaningful kavita

  11. કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…

    ખૂબ જ સુંદર ગીત રચના… કવિનો કંઠ અને લય ગાયક કલાકાર કરતાં વધુ ચડિયાતો લાગ્યો…

  12. ચાંદ સૂરજ. says:

    કવિશ્રીને જન્મદિવસની મંગલ કામનાઓ !

  13. કવિશ્રીને જન્મદિનની વધાઈ. ઘણા વર્ષો પછી કવિકંઠે આ ગીત માણવાની મઝા પડી.

  14. Nalin Shah says:

    Very sweet song.
    Happy birthday to Vinodbhai. My congratulation to you, Vinodbhai, for conducting a very interesting poetry recital program in Chicago last weekend.

  15. જય પટેલ says:

    ઉખાણાં અને જોડકણાંના સરવાળા કરી કવિતાના નામે પિરસતા
    કાઠિયાવાડેી કવિરાજ શ્રી વિનોદ જોષી ના આ નવતર ઉખાણામાં મજા ના પડી.

  16. chandrika says:

    જન્મદિન મુબારક ,
    વિનોદભાઈને શિકાગોમાં પ્રત્યેક્ષ સાંભળ્યા તેમના ઘેરા અવાજમાં અને ગીત ની મઝા વધી ગઈ.

  17. Shalini Jariwala Shah says:

    મારા હાર્દિક અભિનન્દન વિનોદભાઈ ને…

    આ ગીત મને અતિ પ્રિય છે..સુન્દર શબ્દો..અફલાતુન સ્વરાન્કન…મીઠઠી ગાયકી..

    Oh, my God! It took me half an hour to figure out how to type above in Gujarati..I am reluctantly switching to write in English!

    About eight-nine years ago I was visiting Bharuch from US and got an opportunity to attend a lovely Sugam Sangeet program. In this program Kalpakbhai presented 15 of Vinodbhai’s best Geets in his own(K.bhai’s) compositions and Vinodbhai compered the whole program in his deep and very impressive voice! What a treat it was!

    This song is originally from Kalpakbhai’s “Shalmali” album which I am fortunate to have!

  18. Maheshchandra Naik says:

    સરસ ગીત અને કવિનો સ્વર સાંભળવા મળ્યો, આભાર, કવિશ્રીને અભિનદન અને જન્મ દિવસની શુભ કામનાઓ………………….

  19. Ravindra Sankalia. says:

    વિનોદ જોષનુ ગીત પ્રગતી બહેનના અવાજમા સાભળવાની મઝા આવી. ધવનીમા કઈ ગરબડ હતી ખરી.

  20. kalpana says:

    સરસ હળવુઁ હળવુઁ ગીત.
    આભાર.
    કલ્પના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *