જેસલ કરી લે વિચાર…

અમદાવાદથી કેતનભાઇએ ટહુકો માટે મોકલેલ આ ગીત… અને સાથે એમણે મહેનત કરી ટાઇપ કરેલ બાકીની બધી જ માહિતી… એમના જ શબ્દોમાં અહીં પ્રસ્તુત કરું છું. ખૂબ ખૂબ આભાર કેતનભાઇ….!!

**************************

ઈ.સ. ૧૯૭૧માં અવિનાશ વ્યાસનાં ગીત અને સંગીતવાળી ફિલ્મ “જેસલ-તોરલ” પ્રદર્શિત થઈ, જેમાં કલાકારો આ મુજબ હતાઃ

સાંસતિયો – અરવિંદ ત્રિવેદી
જેસલ – ઉપેન્દ્ર ત્રિવેદી
તોરલ – અનુપમા

આ ઉપરાંત તેમાં રમેશ મહેતા અને મૂળરાજ રાજડા (રામાનંદ સાગરની “રામાયણ”માં રાજા જનકની ભૂમિકા ભજવી હતી તે) જેવા કલાકારો પણ હતા. બેશક, આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠતમ અને સફળતમ ફિલ્મોમાં ટોપ ૧૦માં છે. તોરલની ભૂમિકામાં અનુપમાએ તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, અને ત્રિવેદી બંધુઓનો અભિનય પણ ઉત્કૃષ્ટ છે.

આ ફિલ્મમાં બધા મળીને કુલ ૮ ગીતો હતાઃ

૧) ઓરી ઓરી આવ ગોરી (સ્વરઃ આશા ભોંસલે)
૨) ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની (સ્વરઃ મહેન્દ્ર કપૂર)
૩) જેસલ કરી લે વિચાર (સ્વરઃ સુમન કલ્યાણપુર)
૪) પાપ તારું પરકાશ જાડેજા (સ્વરઃ દિવાળીબેન ભીલ)
૫) મારા પાયલની છૂટી દોર (સ્વરઃ ક્રિષ્ના કાલે, સ્પેશિયલ અપિયરન્સઃ જયશ્રી ટી – ફક્ત આ ગીત માટે)
૬) રોઈ રોઈ કોને સંભળાવું (સ્વરઃ ઇસ્માઈલ વાલેરા)
૭) બુઝાઈ જા (સ્વરઃ મહેન્દ્ર કપૂર)
૮) થોભી જા થોભી જા, હંસારાણા (સ્વરઃ સુમન કલ્યાણપુર)

આ આઠેય ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા, જેમાંનું “જેસલ કરી લે વિચાર” ઉત્તમોત્તમ છે. ગીત સતી તોરલ દ્વારા રચાયું છે. આખું ગીત ઘણું મોટું છે, પરંતુ ફિલ્મમાં આ ગીતની માત્ર ચાર કડીઓ જ લેવામા આવી છે, જે આ મુજબ છેઃ

સ્વર : ??

સ્વર : સુમન કલ્યાણપુર

Video – from the movei Jesal-Toral

YouTube Preview Image

જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર,
સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે રે પોકાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….(૨)

હીરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા,
ફૂટે ઇ તો ફટકિયા કે’વાય, ખરાની ખર્યે ખબર્યું થાય,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….

ગુરુના ગુણનો નહિ પાર, ભક્તિ ખાંડા કેરી ધાર,
નુગરા શું જાણે એનો સાર, હે જી એનો એળે ગ્યો અવતાર.
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….

અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુનો આધાર,
જાવુ મારે હરિને દરબાર, બેડલી ઉતારો ભવ પાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….

જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર,
સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે રે પોકાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….(૨)

જેસલ કરી લે વિચાર…(૪)

અને સૌથી શ્રેષ્ઠ પંક્તિઓઃ

હીરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા,
ફૂટે ઇ તો ફટકિયા કે’વાય, ખરાની ખર્યે ખબર્યું થાય,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….

કપરા સમયે જ માણસની સાચી ઓળખ થાય છે. ઘણના ઘા પડે ત્યારે કાચા પોચાનો કચ્ચરઘાણ વળી જાય અને અસલ હીરા અખંડ રહે. એમ ખરે ટાણે – કસોટીના કાળમાં પણ જે અડગ રહે એ જ ખરો. વાણી કેવી અદભૂત છે..!! “ફૂટે ઇ તો ફટકિયા કે’વાય, ખરાની ખર્યે ખબર્યું થાય…!!!”

ફિલ્મની વાર્તા કંઇક આમ છેઃ

સાંસતિયો ભયંકર ડાકૂ છે, કે જે સતત લૂંટફાટ કરે છે, પ્રજાને રંજાડે છે, અને ભોગ-વિલાસમાં – સુરા અને સુંદરીના સંગાથમાં જીવન વ્યતિત કરે છે. નાનપણથી જ એનું સગપણ તોરલ સાથે નક્કી થયેલ છે. પુખ્ત થતાં તોરલને સસરે વળાવવાનું ટાણું થાય છે, પણ સાંસતિયો મોટો થઈને અવળે માર્ગે ચડ્યો હોવાથી તોરલના માતા-પિતા તેને સાસરે વળાવવા રાજી નથી. તોરલ જીદ કરીને સાસરે જાય છે. તોરલનાં સંપર્કમાં આવતા જ સાંસતિયો સાચું જ્ઞાન પામે છે, તેનું હ્રદય પરિવર્તન થાય છે. તેને સુરાને બદલે ભક્તિના જામની લત લાગે છે. સાંસતિયાજી અને તોરલ ભક્તિની ધૂણી ધખાવે છે, પ્રભુ-ભજનમાં દિવસો વિતાવે છે.

આ બાજુ, જેસલ જાડેજા ખૂંખાર ડાકૂ છે, કચ્છના રાજવી સામે બહારવટે ચડ્યો છે. લગ્નને માંડવે જતી જાનથી માંડીને યાત્રાએ જતા સંઘ, વનમાં વિચરતા નિર્દોષ પ્રાણીઓથી માંડીને પાદરે ચાલી જતી પાણિયારીઓ – કોઈને જેસલ છોડતો નથી. અરે, પોતાની સગ્ગી બહેન અને ભાણેજની પણ તે હત્યા કરી નાંખે છે. સમગ્ર પંથકમાં જેસલની આણ પ્રવર્તે છે. જે જેસલને ગમે એ જેસલ મેળવીને જ જંપે છે. રાજની સેના જેસલને શોધતી ફરે છે, પણા ચતુર જેસલ હાથમાં આવતો નથી.

એક વાર, જેસલની ઘોડી મરી જાય છે. આ સમયે કોઈ એની પાસે, કાઠી સાંસતિયાજીની ઘોડીના વખાણ કરે છે. આ ઘોડીનું નામ પણ ‘તોરલ’ છે. જેસલ ‘તોરલ’ ઘોડી હાથ કરવા છુપાઈને સાંસતિયાજીના ઘોડારમાં પ્રવેશે છે.અજાણ્યા માણસથી ઘોડી ભડકે છે અને હણહણાટી કરે છે. તરત જ જેસલ ઘોડીના ખીલા પાસે પડેલ ઘાસની ગંજી નીછે સંતાઈ જાય છે. હણહણાટી સાંભળીને સતી તોરલ ઘોડારમાં આવે છે અને ઘોડીને ખીલેથી છૂટી ગયેલી જુએ છે. આથી તોરલ લોખંડના ઓજારથી ખીલો ફરી જમીનમા ધરબી દે છે. અને આ વખતે જેસલની હાજરીથી અજાણ તોરલ ખીલો જેસલના હાથ સોંસરવો કાઢી નાંખે છે. જો કે જેસલ ઉંહકારોયે કરતો નથી. ઘરમાં ચાલતા ભજન પૂરાં થતાં પ્રસાદની વહેંચણી થાય છે. દરેકને પ્રસાદ મળી ગયા પછી પણ પ્રસાદનો એક પડિયો વધે છે, જેથી અન્ય કોઈ વ્યક્તિની હાજરીનો ખ્યાલ આવે છે. છેવટે જેસલ લોહી નીંગળતા હાથે બહાર આવે છે. સાંસતિયાજી દ્વારા કારણ પૂછાતા જેસલ “તોરલ ઘોડી” અને “તોરલ નાર” – એમ બે માંગણી કરે છે, જેને સાંસતિયાજી મંજૂર રાખે છે. તોરલ હવે જેસલ સાથે ચાલી નીકળે છે અને જેસાલનાં બહારવટિયા સાથીઓ સાથે રાજના નોકરોથી સંતાવા માટે ડુંગરાઓ અને નદીની કોતરોમાં રહેવા લાગે છે.

આ દરમિયાન, એક વખત જેસલ તેના સાથીઓ સાથે મળીને એક જાનને લૂંટે છે અને દાગીના અને અન્ય મિલકતની સાથે સાથે ૩-૪ સ્ત્રીઓ ઉઠાવીને એમની સાથે લેતા આવે છે. જેસલ અને તેના સાથીઓ આ સ્ત્રીઓના બહુ કરગરવા છતાં તેમની સાથે અભદ્ર વર્તન કરવાનું શરુ કરે છે. આ વખતે ત્યાં સાથે રહેતા સતી તોરલ આ સ્ત્રીઓને કાંમાંધ ડાકૂઓના હાથમાંથી છોડાવે છે.

બસ, આ વખતે ફિલ્મમાં તોરલ “જેસલ કરી લે વિચાર” ગીત સ્વરૂપે જેસલને શિખામણ આપે છે. ગીતનું ફિલ્માંકન બહુ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. ખાસ કરીને અનુપમાનો અભિનય દાદ માગી લે તેવો છે. એનામાં ખરેખર ‘સતી’ જેવું જ તેજ દેખાય છે. આ રહી યુ-ટ્યુબ પર મૂકેલા આ ગીતના વિડિયોની લિંકઃ

અગાઉ લખ્યું એ પ્રમાણે, ઉપરની ચાર કડીઓ જ ફિલ્મના ગીતમાં લેવાઈ છે, પણ આખું ગીત ઘણું મોટું છે. અને એ આખું વર્ઝન (એમપી૩ ફોર્મેટ) હું આ ઇ-મેઈલ સાથે અટૅચમેન્ટમાં મોકલી રહ્યો છું. પણ તેના સ્વરકાર અને સંગીતકાર વિશે મને કોઇ માહિતી નથી.

આભાર,
કેતન રૈયાણી

34 replies on “જેસલ કરી લે વિચાર…”

 1. sima shah says:

  ખૂબ સુંદર…………
  આભાર માનવા માટે કોઈ જ શબ્દો નથી.
  પણ છતાંય, આભાર કેતનભાઇ અને જયશ્રીબેન,બંનેનો.
  સીમા

  • Prashant Dhokiya says:

   ખૂબ સુંદર.
   આ ભજન આખુ હોય તો મોકલવા માટે વિનંતી

 2. pallavi says:

  ખુબ જ સુન્દર , અદભુત્…………………ઃ)

 3. b.k says:

  કેતનભાઈનો આભાર માનવો કે આપનો?આતલિ બધિ માહિતિ મોકલિ….thank you..

 4. b.k says:

  સત અમર દેવિદાસ નુ દમયન્તિ બરદાઈના અવાજ ગવાયેલુ ગિત /પરબવાલા મોતા ધનિ મારે એક આસરો તારો…..મોકલજોને…આપનો ખુબ ખુબ આભાર…

 5. Atul Patel says:

  ટહુકો હકીકતમા ટહુકો પાડે છે. ઘણા વખતથી એક ભજનની શોધમાં છુ.

  “ફરી ફરીને જોયુ જગતમાં જ્યાં જુવો ત્યાં આવા,
  આ કલજુગના બાવા, ધરી ભેખ ધૂતીને ખાવા….”

  જો મળૅ તો ટહુકો પર મુક્શો.
  મને ટેક્સ્ટ ફોર્મેટ અથવ એમ્પિ થ્રિ મોક્લશો.

  આભાર.

 6. Rahul says:

  Thanks Ketan bhai. Its really nice.

 7. ગીત સાંભળવાની ખૂબ જ મજા આવી… આભાર કેતનભાઈ, આભાર જયશ્રી !

 8. BUTABHAI PATEL says:

  સરસ………

 9. Naimesh Bhatt says:

  કેતનભાઈ,આપનો ખુબખુબ આભાર
  નૈમેશ ભટ્ટ,કોડીનાર

 10. Ullas Oza says:

  જેસલ-તોરલ ની યાદ કરાવવા બદલ આભાર.

 11. Kamlesh says:

  ગુરુના ગુણનો નહિ પાર, ભક્તિ ખાંડા કેરી ધાર,
  નુગરા શું જાણે એનો સાર, હે જી એનો એળે ગ્યો અવતાર.

  વાહ…..યાદ આવી ગઈ…… ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ ફિલ્મો ના…. એ સુન્દર સમયગાળા ની…..

  આભાર કેતનભાઇ, જયશ્રી….
  ગીત, અને માહીતી……બધુજ ….અદભૂત….

 12. Kalpana says:

  ખૂબ ખૂબ આભાર. સુઁદર રીતે ટૂઁકમા વાર્તા કહી, જાણે એક ચિત્તે સાઁભળી. ગીત ખૂબ કર્ણપ્રીય અને યુ ટ્યુબથી માણવાની મઝા આવી. સુમન કલ્યાણપુરનો મધુરો સ્વર ઘણા વખતે સાઁભળ્યો.
  કલ્પના

 13. v.s.patel says:

  રેઅલ્ય ગોૂદ સોન્ગ્સ્ વે રેમેમ્બેર અલ્વય્સ જેસલ તોરલ થન્ક્સ તો યોઉ

 14. vijay says:

  તોળિ એ ત્રણ નર તારીયા, સાસતીયો ને સણધીર,
  જેસલ જગનો ચોરટો, જેને પલમા કીધો પીર્..
  ભારતીય નારીની તાકાત તો જુઓ ખૂંખાર બહાર વટીયા ને પળ મા ભગત બનાવી એની સમાધી આજ આખુ જગ પુંજાવી. જેસલ સમાધી લઇ લે ચે ત્યારે તોરલ નાકહેવા થી સમાધી મા આંદર હોવા ચતા જવાબ આપવો પડ્યો હતો.
  ગુજરાત મા આવા અનેક સંતો થઇ ગયા એટલે જ તેને સંતો ની ભુમી અને શુરવીર ની ભુમી કહેવાય ચે.

 15. કેતન ખુબ ખુબ અભાર્…
  મયંક કુકડિયા

 16. Rajesh Dabhi says:

  ઘનો ઘનો આભાર કેતનભાઈ!!

  ખુબ જ સુન્દર!

 17. જમાવટ છે કેતન – Very Cool!

 18. Viral says:

  Gone one Ketan. Now you are also writing… good good

 19. Trupti says:

  Really touched!!

 20. jay says:

  બહુજ સરસ ભવર્થ આય્પો ચે.thanku very much. actually listening a song i was not able to understand the meaning which you wrote under the link and i can also sense the meaning of a song.
  thank u very much for this. my lots of wishes to tahuko.com people.

 21. harshad brahmbhatt says:

  સુન્દર , અદભુત્…

 22. Anuradha Bachkaniwala says:

  When I was a kid ,I had heard this song…It’s amazingly beautiful..Thanks…

 23. varsha jani says:

  હીરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા,
  ફૂટે ઇ તો ફટકિયા કે’વાય, ખરાની ખર્યે ખબર્યું થાય…
  સાચા સંતની કસોટી ન થાય તો એ સંત ન કહેવાય.
  કસોટી સદ્દગુણોનો વિકાસ કરે છે.

 24. kp jadeja prresrepoter says:

  ખુબ સરસ ખુબ ખુબ આભર

 25. Dr Kartik Trivedi says:

  આભાર

 26. Dr Kartik Trivedi says:

  Thank you very much.I was in search of these bhajans.Luckily I got them thru you.I am interested in Bhoja Bhagatna chabkha & akhana chappa, Gangasatina bhajano with the commentary has been written by my brother Bhandev.still some are lacking.
  I am really proud of you.
  Thank you once again.K,

 27. pravin vaghamshi says:

  ખરેખર સૌરાસ્ત ની સન્શ્ક્રુતિ માથી ઘનુ ઘનુ શીખવાનુ ચ્હે,

 28. Nick patel says:

  Aap sau no khub khub abhar,,,

 29. Dinesh Parikh says:

  ઇન્ટરનેટ પર અનુપમા (જી)ની કેમ કોઈ જ ખાસ માહિતી કે પ્રોફાઈલ,બાયોડેટા મળતા નથી ?
  અનુપમા (જી) અત્યારે ક્યાં છે ? શું કરે છે ?
  કોઈ જ માહિતી નથી.
  જેસલ તોરલ જોયા પછી તો એમ લાગ્યા વગર નથી રહેતું કે આટલી સુંદર અભિનેત્રી અને હૃદય સ્પર્શી અભિનય પછી પણ કેમ અનુપમા(જી)ની ઉપેક્ષા થઇ ?
  ખરેખર જેની પાસે પણ કૈક અંશે કલાકાર નું ર્હદય હશે એને જરૂર મોટો ઝાટકો લાગશે.

 30. Dinesh Parikh says:

  જેસલ તોરલ વારંવાર જોયા કરવા નું મન થાય એવું મુવી છે.અને અનુપમા(જી)નો અભિનય તો કેવો છે ? તે કહેવા માટે શબ્દકોશ પણ કામ નહીં કરે.એમના મુખે થી બોલાયેલા સંવાદો ખરેખર ર્હદય ને વિંધી ને આંખો માં આંસુ ની ભીનાશ લાવ્યા વગર નથી રહેતા.
  એમ લાગે છે કે અનુપમા(જી) સતી તોરલ પર્યાય બની ગયા.
  હવે ભવિષ્ય માં સતી તોરલ પર ગમે તેટલી ફિલ્મો બને…..અનુપમા(જી) વગર કહી શકાય કે નિષ્પ્રાણ જ હોવાની.
  (અનુપમા(જી) ને દિલ થી નમન કરું છું.

 31. Prashant Dhokiya says:

  ખૂબ સુંદર.
  આ ભજન આખુ હોય તો મોકલવા માટે વિનંતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *